Home /News /business /આશીષ કચોલિયાએ આ મલ્ટીબેગર સ્ટૉકમાં વધારી ભાગીદારી, 1 વર્ષમાં આપ્યું 2600% વળતર, શું તમારી પાસે છે?

આશીષ કચોલિયાએ આ મલ્ટીબેગર સ્ટૉકમાં વધારી ભાગીદારી, 1 વર્ષમાં આપ્યું 2600% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટૉક

Ashish Kacholia portfolio: આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં હૉસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા સ્ટૉક સામેલ છે. આશીષ કચોલિયાના પોર્ટફોલિયો પર રોકાણકારો અને લોકોની નજર હોય છે.

    મુંબઈ: ભારતના દિગ્ગજ રોકાણકાર અને સ્ટૉક માર્કેટ ટ્રેડર આશીષ કચોલિયા (Ashish Kacholia Portfolio) મિડ એન્ડ સ્મૉલકેપ સ્પેસમાં મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock 2021)ની પસંદગી કરવા માટે જાણીતા છે. ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન આશીષ કચોલિયાએ Xpro India સ્ટૉકમાં પોતાની ભાગીદારી વધારી છે. આ મલ્ટીબેગર શેરે એક વર્ષમાં 2,609 ટકા શાનદાર વળતર આપ્યું છે. આ દરમિયાન આ શેર 39 રૂપિયાથી વધીને 1,078 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર નજરે પડી રહ્યો છે.

    આશીષ કચોલિયાની ભાગીદારી

    Xpro India તરફથી ગુરુવારે બીએસઈ પર શેરહૉલ્ડિંગ પેટર્ન જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2021 શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે આશીષ કચોલિયા પાસે Xpro India કંપનીના 3,41,316 શેર છે, અથવા 2.39 ટકા ભાગીદારી છે. ગત ત્રિમાસિક દરમિયન આશીષ કચોલિયા આ કંપનીના 2,97,216 શેર અથવા 2.52 ટકા ભાગીદારી ધરાવતા હતા. આશીષ કચોલિયાએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પ્રથમ વખત આ શેરમાં રોકાણ કર્યું હતું.

    કંપનીનો બિઝનેસ

    Xpro India બિરલા ગ્રુપની કંપની છે. આ એક ડાયવર્સિફાઇડ કંપની છે. અનેક જગ્યાએ કંપનીના વિભાગો અને બ્રાંચ છે. કંપની પૉલિમર પ્રોસેસિંગ બિઝનેસમાં છે. છેલ્લા છ મહિનામાં Xpro India સ્ટૉકમાં 503 ટકાની તેજી આવી છે. છેલ્લા સાત દિવસમાં આ શેર 16 ટકા ભાગ્યો છે.

    આશીષ કચોલિયાની નેટવર્થ

    ઉલ્લેખનીય છે કે આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં હૉસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા સ્ટૉક સામેલ છે. આશીષ કચોલિયાના પોર્ટફોલિયો પર રોકાણકારો અને લોકોની નજર હોય છે. આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં આશરે 27 કંપનીના શેર સામેલ છે. આશીષ કચોલિયાની નેટવર્થ 1,712 કરોડ રૂપિયા છે. આ આંકડા Trendlyne પર ઉપલબ્ધ આંકડાને આધારે આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો:  ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પૈસા થયા ડબલ, શું તમારી પાસે છે આ ત્રણ શેર?

    નિફ્ટી અને સેન્સેક્સ સાથે સરખામણી (Xpro India vs Nifty vs Sensex)

    એક્સપ્રો શેરની જો નિફ્ટી સાથે સરખામણી કરીએ તો 15 મહિનાના સમયગાળા દરમિયાન આ શેર 11,417થી 17,354 અંકના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે નિફ્ટીમાં આશરે 50% તેજી જોવા મળી છે. આ રીતે BSE સેન્સેક્સ છેલ્લા 15 મહિનામાં 38,697 અંકથી વધીને 58,254 અંક પર પહોંચ્યો છે. એટલે કે સેન્સેક્સમાં આશરે 50.50% તેજી જોવા મળી છે.

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત  જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ashish Kacholia, Multibagger Stock, Share market, Stock tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन