Home /News /business /

Ashish Kacholia Portfolio: આશિષ કચોલિયાએ આ બે મલ્ટીબેગર શેરમાં રોકાણ વધાર્યું, જાણો નામ અને વિગત

Ashish Kacholia Portfolio: આશિષ કચોલિયાએ આ બે મલ્ટીબેગર શેરમાં રોકાણ વધાર્યું, જાણો નામ અને વિગત

આશીષ કચોલિયા (ફાઇલ તસવીર)

Ashish Kacholia portfolio: એપ્રિલથી જૂનના 2022ના બીજા ક્વાર્ટર માટે Faze Threeની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશિષ કચોલિયા Faze Three કંપનીમાં 12,25,851 શેર એટલે કે 5.04 ટકા હિસ્સો ધરાવે છે.

નવી દિલ્હી: Ashish Kacholia portfolio: 'બિગ વ્હેલ' તરીકે પ્રખ્યાત આશિષ કચોલિયા યોગ્ય સમયે સ્ટોક પસંદ કરવા અને નફો કરવા માટે જાણીતા છે. તે સ્મોલ-કેપ સેગમેન્ટમાંથી સ્ટોક્સ પસંદ કરવા માટે પણ જાણીતા છે, જેની કિંમત સામાન્ય રીતે મિડ-કેપ અથવા લાર્જ-કેપ સ્ટોક કરતાં ઘણી ઓછી હોય છે. તાજેતરમાં જૂન 2022ના અંતે પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં શેર બજારના 'વિઝ કિડ' એ બે મલ્ટીબેગર શેરોમાં હિસ્સો વધાર્યો છે - ફેઝ થ્રી (Faze Three) અને એક્સપ્રો ઈન્ડિયા (Xpro India). આ બંને શેરો ભારતીય શેરબજારમાં નજીક વર્ષોમાં તૈયાર થયેલા મલ્ટીબેગર સ્ટોક્સ (Multibager stocks)માં સ્થાન ધરાવે છે.

આશિષ કાચોલિયા શેરહોલ્ડિંગ (shareholding)


એપ્રિલથી જૂનના 2022ના બીજા ક્વાર્ટર માટે Faze Threeની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશિષ કચોલિયા Faze Three કંપનીમાં 12,25,851 શેર એટલે કે 5.04 ટકા હિસ્સો ધરાવે છે. જોકે, જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટર માટે Faze Threeની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આ તેમની પાસે 11,33,856 શેર એટલે કે કંપનીની કુલ કેપિટલના 4.66 ટકા હતા. આનો અર્થ એ થયો કે, આશિષ કચોલિયાએ કંપનીની કુલ પેઇડઅપ કેપિટલના 0.38 ટકા વધુ સ્ટોક ખરીદીને Faze Threeમાં હિસ્સો વધાર્યો હતો.

આ પણ વાંચો: દરરોજ રૂ. 238ની બચત અને પાકતી મુદતે મેળવો રૂ. 54 લાખ

Xpro India કંપનીમાં ભાગીદારી


એ જ રીતે, Xpro Indiaના તાજેતરમાં પૂરા થયેલા ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશિષ કચોલિયા Xpro Indiaના 4,59,366 શેર એટલે કે કંપનીમાં 3.89 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, માર્ચ 2022 ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્નમાં આશિષ કચોલિયા કંપનીમાં 4,21,616 શેર અથવા 3.57 ટકા હિસ્સો ધરાવતા હતા. આનો અર્થ એ થયો કે આશિષ કચોલિયાએ એપ્રિલથી જૂન 2022ના ક્વાર્ટર દરમિયાન કંપનીમાં 37,750 નવા Xpro India શેર અથવા 0.32 ટકા હિસ્સો ખરીદી કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો હતો.

આ પણ વાંચો: આજથી આટલી વસ્તુઓ થશે મોંઘી, આ વસ્તુઓનો ભાવ ઘટશે

મલ્ટીબેગર રિટર્ન (Multibager Return)


ઉપર જણાવ્યા મુજબ, આશિષ કચોલિયાના બંને પોર્ટફોલિયો શેરોએ તેના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં Faze Threeના શેરની કિંમત લગભગ રૂ. 155થી વધીને રૂ. 318 પ્રતિ શેર થઇ ગઈ છે, જે આ સમયગાળામાં 105 ટકા વધી છે. એ જ રીતે Xpro Indiaના શેરની કિંમત છેલ્લા એક વર્ષમાં લગભગ રૂ. 175થી 810ના લેવલે પહોંચી છે, જે આ સમયગાળામાં લગભગ 355 ટકાનો વધારો દર્શાવે છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય રોકાણ અંગે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ashish Kacholia, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन