Investment Tips: આશીષ કચોલિયા (Ashish Kacholia) શેરબજારના એક એવા રોકાણકાર છે, જેમના પોર્ટફોલિયો પર રિટેલ રોકાણકાર સતત નજર રાખે છે. રિટેલ રોકાણકાર આશીષ કચોલિયાના પોર્ટફોલિયો (Ashish Kacholia portfolio)ની સ્ટડી કરીને પોતાનો પોર્ટફોલિયો બનાવે છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટર માટે CHD ડેવલપર્સની શેરહોલ્ડિંગ પેટર્નમાં આ ટોપ રોકાણકારનું નામ સામે આવ્યું છે. આશીષ કચોલિયા પાસે કંપનીના જૂન 2020ની શેરહોલ્ડિંગ પેટર્નમાં રિયલ્ટી કંપનીના શેર હતા. જુલાઈથી સપ્ટેમ્બર 2020 સુધી કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં કંપનીના વ્યક્તિગત શેરધારકોના લિસ્ટમાંથી આશીષ કચોલિયાનું નામ ગાયબ થઈ ગયું હતું. આશીષ કચોલિયા હાલ કંપનીમાં 4.95 ટકા ભાગીદારી ધરાવે છે.
નાણાંકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં આશીષ કચોલિયાએ સ્ટોક પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરમાં આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 5 નવા સ્ટોક શામેલ થઈ ગયા છે. તેમણે લગભગ 10 શેરમાં ભાગીદારીમાં વધારો કર્યો છે. જ્યારે આશીષ કચોલિયાએ 7 પોર્ટફોલિયો શેરમાં પોતાની ભાગીદારીમાં ઘટાડો કરી દીધો છે. તાજેતરમાં જ સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં આશીષ કચોલિયાએ પોલી મેડિક્યોર (Poly Medicure) અને મહિંદ્રા લોજિસ્ટિક્સ (Mahindra Logisctics) આ બે શેરમાંથી પોતાની ભાગીદારીનું વેચાણ કરી દીધું છે. હાલમાં અનેક કંપનીઓની શેરહોલ્ડિંગ પેટર્નની રાહ જોવામાં આવી રહી છે.
મિંટમાં છપાયેલ સમાચાર અનુસાર, આશીષ કચોલિયા પાસે કંપનીમાં 63,61,166 શેર અથવા 4.95 ટકા ભાગીદારી છે. આ ભાગીદારી નાણાંકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં (Q4FY22) માટે CHD ડેવલપર્સની શેરહોલ્ડિંગ પેટર્ન (CHD Developers Shareholding pattern) અનુસાર છે. લગભગ બે વર્ષ પછી આશીષ કચોલિયાનું નામ શેરહોલ્ડિંગ પેટર્નમાં સામે આવ્યું છે. જુલાઈથી સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટર સુધીમાં આશીષ કચોલિયાનું નામ વ્યક્તિગત શેરધારકોના લિસ્ટમાંથી દૂર થઈ ગયું હતું.
બજારમાં બિગ વ્હેલ (Big Whale)ના નામથી જાણીતા આશીષ કચોલિયા પોતાની બ્રોકિંગ ફર્મ (Broking Firm) લકી સિક્યોરિટીઝ (Lucky Securities) ચલાવે છે. આ ફર્મની સ્થાપના વર્ષ 1995માં થઈ હતી. તેમણે વર્ષ 1999માં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) સાથે હંગામા ડિજિટલ (Hungama Digital)ની સહસ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષ 2003થી કચોલિયાએ પોતાનો પોર્ટફોલિયો બનાવવાની શરૂઆત કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર