375% ટકા જેટલું બમ્પર વળતર આપનાર આ સ્ટોકમાં Ashish kacholiaએ કર્યું રોકાણ

મલ્ટીબેગર સ્ટોક

Ashish Kacholia News: ફેઝ થ્રી ઉપરાંત આશીષ કચોલિયાાના પોર્ટફોલિયો (Ashish Kacholia Portfolio)માં સોમાન્ય હોમ ઇનોવેશન (omany Home Innovation Ltd), એક્સપ્રો ઇન્ડિયા (Xpro India Ltd) અને ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ (Gateway Distriparks Ltd) જેવા શેર પણ મલ્ટીબેગર રિટર્ન આપી ચુક્યા છે.

  • Share this:
મુંબઈ: રોકાણકાર આશિષ કાચોલિયા (Ashish Kacholia) મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટના શેરમાં રોકાણ કરવા જાણીતા છે. તેમણે મલ્ટીબેગર શેર્સમાં રોકાણ (Multibagger share) કરી મસમોટું વળતર મેળવ્યું હોવાનું ચર્ચાય છે. ત્યારે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં તેમણે મલ્ટીબેગર સ્ટોક ગણાતા ફેઝ થ્રી (Faze Three Stock) સ્ટોકમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે.

375%નું બમ્પર વળતર

એક વર્ષ પહેલાં આ સ્ટોકનો ભાવ રૂ. 63 હતો. હવે તેમાં 375 ટકાનું રિટર્ન મળી રહ્યું છે. અત્યારે સ્ટોકનો ભાવ રૂ. 298 જેટલો છે. આવી જ રીતે છેલ્લા છ મહિનામાં ફેઝ થ્રી લિમિટેડના શેરના ભાવ (Faze Three Stock price)માં 302 ટકાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સ્ટોકનો ભાવ રૂ. 74થી વધીને રૂ. 298 થયો છે. બીજી તરફ છેલ્લા એક મહિનામાં આ સ્ટોકમાં 5 ટકાનું વળતર મળ્યું છે. આ સ્ટોક એક મહિનાની અંદર રૂ. 284થી વધીને રૂ. 297 સુધી પહોંચ્યો છે.

ફેઝ થ્રીમાં આશીષ કચોલિયાએ કેટલા સ્ટોક લીધા?

જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આશીષ કચોલિયાએ ફેઝ થ્રીમાં 6,75,688 શેર લીધા હતા. આવી જ રીતે તેમણે સોમાન્ય હોમ ઇનોવેશન (1,120.459 શેર), વીઆરએલ લોજિસ્ટિક્સ (1,207,632 શેર) ક્વાલી ફાર્માસ્યુટિકલ્સ (141,000 ઇક્વિટી શેર), વિનસ રેમેડીઝ (1,50,000 ઇક્વિટી શેર), ટીએઆરસી (4,425,000 ઇક્વિટી શેર) અને એક્સપ્રો ઇન્ડિયા (297,216 ઇક્વિટી શેર)માં પણ ખરીદી કરી હતી.

 આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

આ કંપનીમાં શેરની સંખ્યા વધારી

આશીષ કચોલિયાએ એડોર વેલ્ડિંગ (Ador Welding Ltd)માં પોતાનો હિસ્સો બમણો કરીને 4,37,700 ઇક્વિટી કર્યો છે. આ સાથે તેમણે ગાર્વેર હાઇટેક ફિલ્મ્સ- Garware Hi-Tech Films Ltd (758,577 ઇક્વિટી શેર) અને આઇઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ- IOL Chemicals and Pharmaceuticals Ltd (1,153,566 ઇક્વિટી શેર)માં પોતાનો હિસ્સો નોંધપાત્ર રીતે વધાર્યો છે. જ્યારે સફારી ઇન્ડસ્ટ્રીઝ (Safari Industries (India) Ltd) અને એચએલઇ ગ્લાસકોટ જેવી કંપનીઓમાં ઓછી ખરીદી કરી છે.

આ પણ વાંચો: Multibagger Stocks: આશીષ કચોલિયાના શેરે આ વર્ષે આપ્યું 445% વળતર, શું તમારી પાસે છે?

આશીષ કચોલિયાનો પોર્ટફોલિયો

અહીં ઉલ્લેખનીય છે કે, ફેઝ થ્રી ઉપરાંત આશીષ કચોલિયાાના પોર્ટફોલિયો (Ashish Kacholia Portfolio)માં સોમાન્ય હોમ ઇનોવેશન (omany Home Innovation Ltd), એક્સપ્રો ઇન્ડિયા (Xpro India Ltd) અને ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ (Gateway Distriparks Ltd) જેવા શેર પણ મલ્ટીબેગર રિટર્ન આપી ચુક્યા છે. તેઓ સોમાન્ય હોમ ઇનોવેશનના 11,20,459 શેર એટલે કે 1.55 ટકા હિસ્સો ધરાવે છે. પ્રથમ ક્વાર્ટરમાં આ કંપનીમાં તેમનો કોઈ હિસ્સો નહોતો. આ વર્ષે અત્યારસુધીમાં આ શેરે 163 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરે 445 ટકા રિટર્ન આપ્યું છે. આ કંપની કન્ઝ્યુમર એપ્લાયન્સિસ એન્ડ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી કંપની છે.
First published: