મુંબઈ. Ashish Kacholia portfoliદ: મોટાગજાના રોકાણકાર આશીષ કચોલિયા (Ashish Kacholia)એ Q3FY22માં તેમના પોર્ટફોલિયોમાં લા ઓપાલા આરજી (La Opala RG) સ્ટોકનો ઉમેરો કર્યો છે. તાજેતરમાં ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં લા ઓપાલા આરજી શેરહોલ્ડિંગ પેટર્નમાં આશિષ કચોલિયાનું નામ જોવા મળ્યુ હતું. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટર માટે લા ઓપાલા આરજી શેરહોલ્ડિંગ પેટર્નમાં, આશીષ કાચોલિયા ટેબલવેર ઉત્પાદક અને માર્કેટર કંપનીમાં 1.04 ટકા હિસ્સો ધરાવે છે. આ માહિતી જાહેર થયા પછી, બજારે તીવ્ર પ્રતિક્રિયા આપી અને આશીષ કાચોલિયાના સ્ટોકનું વોલ્યુમ 8.79 ગણું વધ્યું હતું.
આશીષ કચોલિયાની ભાગીદારી
Q3 FY2021-22 માટે લા ઓપાલા આરજી શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, આશીષ કાચોલિયા પાસે 11,56,923 લા ઓપાલા આરજી શેર છે, જે કંપનીની કુલ જાહેર કરાયેલા પેઇડ-અપ મૂડીના 1.04 ટકા છે. જો આપણે Q2FY22 સમયગાળા માટે કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ, તો કંપનીના શેરધારકોની યાદીમાંથી આશીષ કચોલિયાનું નામ જોવા મળતું નથી, જેઓ 1 ટકા કે તેથી વધુ કંપનીના શેર ધરાવે છે. એટલે કે આશીષ કચોલિયાએ ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન લા ઓપાલા આરજીના 11,56,923 શેર્સ ખરીદ્યા છે.
ટ્રેડ વોલ્યુમમાં વધારો
BSE વેબસાઈટ પર જોવા મળતી માહિતી મુજબ આશિષ કચોલિયાએ લા ઓપાલા આરજી કંપનીમાં હિસ્સો ખરીદ્યો હોવાના સમાચાર બ્રેક થયા પછી, સ્ટોક ટ્રેડ વોલ્યુમમાં અચાનક ઉછાળો આવ્યો હતો. લા ઓપાલા આરજી લિમિટેડે 20મી જાન્યુઆરી 2022ના રોજ NSE પર 14:20 IST સુધીમાં 18.9 લાખ શેરનું વોલ્યુમ નોંધાવ્યું હતું, જે 2.15 લાખ શેરના બે સપ્તાહના સરેરાશ દૈનિક વોલ્યુમ કરતાં 8.79 ગણું વધુ હતું.
લા ઓપાલા આરજી શેરોએ વર્ષ દરમિયાન તેના શેરધારકોને આકર્ષક વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં શેર પ્રોફિટ-બુકિંગના દબાણ હેઠળ છે પરંતુ છેલ્લા 6 મહિનામાં તે શેર લગભગ રૂ. 270 થી વધીને રૂ. 411 પર પહોંચી ગયો છે, આ સમયગાળામાં આ શેરના ભાવમાં લગભગ 52 ટકાનો વધારો નોંધાયો છે. એ જ રીતે, છેલ્લા એક વર્ષમાં લા ઓપાલા આરજી શેરનો ભાવ રૂ. 225 થી વધીને રૂ. 411 થયો છે. આ વધારો લગભગ 85 ટકા જેટલો છે. 2022ના આશીષ કાચોલિયા પોર્ટફોલિયો સ્ટોકમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી. )
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર