Ashish Kacholia portfolio: 25%નો કડાકો છતાં આશીષ કચોલિયાએ પોતાના પોર્ટફોલિયોમાં આ શેરની સંખ્યા વધારી

આશીષ કચોલિયા પોર્ટફોલિયો

Ashish Kacholia news: જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે આ ફાર્મા કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર આશીષ કચોલિયા પાસે કંપનીમાં 11,53,566 શેર અથવા 1.97 ટકા ભાગીદારી છે.

  • Share this:
મુંબઈ. Ashish Kacholia portfolio: આશીષ કચોલિયા મિડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં રોકાણ કરવા માટે જાણીતા છે. તેમણે જુલાઈથી સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કેટલાક રોકાણકારોએ નવા 9 સ્ટોકની ખરીદી કરી છે અને 4 શેરને પોર્ટફોલિયોમાંથી (Ashish Kacholia portfolio) બહાર કરી દીધા છે. આશીષ કચોલિયાએ કેટલાક પોર્ટફોલિયો શેરની સંખ્યામાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (IOL Chemicals and Pharmaceuticals)માં તેમણે પોતાની ભાગીદારી 1.65 ટકાથી વધારીને 1.97 ટકા કરી છે. શેરમાં 25 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, તેમણે ભાગીદારીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

શેરહોલ્ડિંગ પેટર્ન

જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે આ ફાર્મા કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર આશીષ કચોલિયા પાસે કંપનીમાં 11,53,566 શેર અથવા 1.97 ટકા ભાગીદારી છે. એપ્રિલથી જૂન 2021ના ક્વાર્ટરમાં આશીષ કચોલિયા પાસે 9,66,000 શેર હતા, જે કંપનીની કુલ પેઈડઅપ કેપિટલની 1.65 ટકા હતી. આ કારણોસર આશીષ કચોલિયાએ કંપનીમાં 1,87,566 શેર અથવા 0.32 ટકા ભાગીદારી ખરીદી છે.

IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ શેર પ્રાઈસ હિસ્ટ્રી

આશીષ કચોલિયાના શેરની હિસ્ટ્રી અનુસાર છેલ્લા એક મહિનાથી શેરહોલ્ડરોને 1.25 ટકાનો ફાયદો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ ફાર્મા સ્ટોકે ઝીરો રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેર 5.65 ટકા નીચે આવી ગયો હતો. આખા વર્ષ દરમિયાન સ્ટોક રૂ.750 થી ઘટીને રૂ.577 ના સ્તર પર આવી ગયો છે. વર્ષ 2021માં આ શેરમાં 25 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ કારણોસર આશીષ કચોલિયાએ IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ (IOL Chemicals and Pharmaceuticals Ltd)માં ભાગીદારી વધારી તે ખૂબ જ અચરજ પમાડે તેવું છે. આ સ્ટોકે વર્ષ 2021માં શેરહોલ્ડરોને ઝીરો રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં સતત તેજી, નિષ્ણાતોના મતે દિવાળી સુધી ભાવ આટલે સુધી પહોંચી શકે- વાંચો વિગત 

અન્ય કંપનીઓમાં પણ શેરની સંખ્યામાં વધારો

બીજી તરફ આશીષ કચોલિયાએ એડોર વેલ્ડિંગ (Ador Welding Ltd)માં પોતાનો હિસ્સો બમણો કરીને 4,37,700 ઇક્વિટી કરી દીધો છે. સફારી ઇન્ડસ્ટ્રીઝ (Safari Industries India Ltd) અને એચએલઇ ગ્લાસકોટ જેવી કંપનીઓમાં ઓછા શેરની ખરીદી કરી છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

Faze Three શેરમાં કચોલિયાનું રોકાણ

જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં આશીષ કચોલિયાએ મલ્ટીબેગર સ્ટોક ગણાતા ફેઝ થ્રી (Faze Three Stock) સ્ટોકમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે. એક વર્ષ પહેલાં આ સ્ટોકનો ભાવ રૂ. 63 હતો. હવે તેમાં 375 ટકાનું રિટર્ન મળી રહ્યું છે. અત્યારે સ્ટોકનો ભાવ રૂ. 298 જેટલો છે. આવી જ રીતે છેલ્લા છ મહિનામાં ફેઝ થ્રી લિમિટેડના શેરના ભાવ (Faze Three Stock price)માં 302 ટકાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સ્ટોકનો ભાવ રૂ. 74થી વધીને રૂ. 298 થયો છે. બીજી તરફ છેલ્લા એક મહિનામાં આ સ્ટોકમાં 5 ટકાનું વળતર મળ્યું છે. આ સ્ટોક એક મહિનાની અંદર રૂ. 284થી વધીને રૂ. 297 સુધી પહોંચ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published: