Honda સિવિક સુરક્ષામાં ખરી ઉતરી, ASEAN NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું

હોન્ડા સિવિક (ફાઇલ તસવીર)

ASEAN NCAP crash test rating: 2021-2025ના એસેસમેન્ટ પ્રોટોકોલ હેઠળ નવી હોન્ડા સિવિકને AOP, COP, SAT અને MS ડોમેઇનમાંથી કુલ 83.47 પોઇન્ટનો સ્કોર મળ્યો છે.

  • Share this:
    મુંબઈ: વિશ્વની જાણીતી કાર ઉત્પાદક કંપની હોન્ડાની સિવિક-2021 (Civic 2021) સુરક્ષામાં ખરી ઉતરી છે. આસિયાન એનસીએપી (ASEAN NCAP) દ્વારા તેને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. આ રેટિંગ પહેલા સિવિકનું અલગ અલગ કેટેગરીના મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનના આંકડા આશ્ચર્યજનક છે.

    વિગતો મુજબ સિવિકને એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (Adult Occupant Protection- AOP) માટે 40માંથી 36.59 પોઇન્ટ, ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (Child Occupant Protection- COP) કેટેગરી માટે 20માંથી 18.32 પોઇન્ટ, સેફ્ટી આસિસ્ટ ટેક્નોલોજી (Safety Assist Technologies- SAT) માટે 20માંથી 18.16 પોઇન્ટ અને મોટરસાયકલીસ્ટ સેફટી (Motorcyclist Safety- MS) કેટેગરી માટે 10.39 પોઇન્ટ મળ્યા છે.

    હોન્ડા સિવિક મોડેલ પર આસિયાન એનસીએપી દ્વારા આ ત્રીજું એસેસમેન્ટ થયું છે. આસિયાન એનસીએપી 2021-2025 પ્રોટોકોલમાંથી પસાર થનાર હોન્ડાનું પ્રથમ મોડેલ સિવિક છે.

    સુરક્ષા પ્રણાલી જબરજસ્ત

    હોન્ડા સિવિકમાં 6 એરબેગ્સ મળે છે. જ્યારે અમુક બજારોમાં 4 એરબેગ્સ વેરિએન્ટ આપવામાં આવે છે. આ મોડેલ ABS, ESC, AEB સિટી, AEB ઇન્ટર-અર્બન, AEB પેડેસ્ટ્રિયન, ઓટો હાઇ બીમ (AHB), ચાઇલ્ડ પ્રેઝન્સ ડિટેક્શન (CPD) અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન ટેકનોલોજી સહિતની સ્ટાન્ડર્ડ સુરક્ષા આપવામાં આવે છે.

    આ પણ વાંચો: ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

    સિંગાપોર અને ઇન્ડોનેશિયાના માર્કેટમાં હોન્ડા સિવિક ફ્રન્ટલ અને રિયર માટે SBR અને પેસેન્જર સાઇડ પર બ્લાઇન્ડ સ્પોટ વિઝ્યુઅલાઇઝેશન (BSV) સ્ટાન્ડર્ડ સાથે મળે છે. જ્યારે FCW, LDW, LKA અને ડ્રાઇવર એટેન્શન મોનિટર જેવી સલામતીની અન્ય ટેકનોલોજી પણ સ્ટાન્ડર્ડ સાધનો તરીકે ઉપલબ્ધ છે. નવી હોન્ડા સિવિકમાં દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ વખત મોટરસાયકલ AFB ટેકનોલોજી જોવા મળી છે.

    કુલ 83.47નો સ્કોર મળ્યો

    2021-2025ના એસેસમેન્ટ પ્રોટોકોલ હેઠળ નવી હોન્ડા સિવિકને AOP, COP, SAT અને MS ડોમેઇનમાંથી કુલ 83.47 પોઇન્ટનો સ્કોર મળ્યો છે. જેના કારણે સિવિક આસિયાન એનસીએપીના 5 સ્ટાર રેટિંગ માટે સક્ષમ છે.

    આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

    મોટરસાયકલ સાથે અકસ્માત ઘટાડવા ખાસ ટેકનોલોજી

    આસિયાન એનસીએપી 2021-2025 એસેસમેન્ટ પ્રોટોકોલ માટે હોન્ડાએ સિવિકના બધા જ વેરિયન્ટને સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ તરીકે AEB તકનીકથી સજ્જ કર્યા છે. આ નવી ટેકનોલોજીના કારણે મોટરસાયકલ સાથેના અકસ્માતમાં સુરક્ષા મળશે. કારની સામે આવી ચડેલી મોટરસાયકલ પર ચાલકનું ધ્યાન નહીં હોય તો કારમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેક વાગી જશે.
    First published: