Home /News /business /

રૂપિયાની કિંમત ગગડતા ડોલર ઉચ્ચ સ્તરે, જુઓ તમારા બજેટ પર શું અસર થશે

રૂપિયાની કિંમત ગગડતા ડોલર ઉચ્ચ સ્તરે, જુઓ તમારા બજેટ પર શું અસર થશે

રૂપિયો થયો નબળો

છેલ્લા ઘણા સમયથી રૂપિયામાં વોલેટિલિટી જોવા મળી છે. 12 જાન્યુઆરી, 2022ના રોજ ડોલરની સરખામણીએ રૂપિયો 73.77 પર પહોંચી ગયો હતો. તે સમયથી અત્યાર સુધીમાં લગભગ રૂ. 5 જેટલો નોંધપાત્ર વધારો થતા બુધવારે ડોલર રૂ. 78.96 પર પહોંચી ગયો હતો.

    બુધવારના રોજ શરૂઆતના કારોબારના સ્તર પર અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો ગગડીને સૌથી નીચલા સ્તર 78.96ના સ્તર પર પહોંચી ગયો છે. સતત વિદેશી રોકાણ (foreign investments)ને કારણે ડોમેસ્ટીક કરન્સી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. FPIએ ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં રૂ. 2,69,424 કરોડ પરત લઈ લીધા છે અને વિદેશી રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

    રૂપિયો ગગડવાનું કારણ


    છેલ્લા ઘણા સમયથી રૂપિયામાં વોલેટિલિટી જોવા મળી છે. 12 જાન્યુઆરી, 2022ના રોજ ડોલરની સરખામણીએ રૂપિયો 73.77 પર પહોંચી ગયો હતો. તે સમયથી અત્યાર સુધીમાં લગભગ રૂ. 5 જેટલો નોંધપાત્ર વધારો થતા બુધવારે ડોલર રૂ. 78.96 પર પહોંચી ગયો હતો.

    12 જાન્યુઆરીથી ડોલરની કિંમતમાં સતત વધારો નથી થઈ રહ્યો. 12 જાન્યુઆરીથી 8 માર્ચ સુધીમાં ડોલરની કિંમત રૂ. 77.13 સુધી પહોંચી ગઈ હતી. 5 એપ્રિલ સુધીમાં રૂપિયો મજબૂત થતા ડોલરની કિંમત રૂ. 75.23 થઈ ગઈ હતી. 5 એપ્રિલથી રૂપિયાની કિંમત ગગડીને સતત નીચે આવી રહી છે, જેથી રૂપિયો સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે.

    આ પણ વાંચો -Byju's : 1100 કર્મચારીઓની એકસાથે છટણી, કર્મચારીઓ પાસેથી ફોન પર માગ્યું રાજીનામું

    વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની એક્ઝિટને કારણે ડોલરની કિંમત સતત વધી રહી છે અને રૂપિયો સતત ગગડી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ સર્જાઈ રહી છે. આર્થિક ગંભીર નાણાંકીય નીતિ સર્જાઈ છે અને યુએસ ફેડરલ રિઝર્વ તેમના નાણા પરત ખેંચી રહ્યા છે. તેઓ સુરક્ષિત રોકાણ માટે યુએસની પસંદગી કરી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો થવાને કારણે અને ડોલર સતત મજબૂત થઈ રહ્યો હોવાને કારણે રૂપિયો ગગડી રહ્યો છે.

    મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) રાહુલ કલંત્રીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “US ફેડે મંગળવારે જુલાઈની મીટિંગમાં વધુ રેટ વધારવા અંગે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ ડોલર ઇન્ડેક્ષમાં વધારો થતા તે 104ને પાર કરી ગયો હતો અને 0.55ના વધારા સાથે 104.273 પર સેટલ થયો હતો.

    27 જૂનના રોજ ડોલર અને રૂપિયો 79.08ના સ્તર પર પહોંચી ગયો હતો. મંગળવારના રોજ અમેરિકી આર્થિક આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ડોલરની સરખામણીએ રૂપિયો ગગડી ગયો હતો.

    આ પણ વાંચો -આવતીકાલથી આ નિયમોમાં થશે ફેરફાર, LPG-CNG, ACની કિંમતોમાં થશે વધારો

    રૂપિયો ગગડવાને કારણે શું અસર થશે?


    રૂપિયો ગગડી જવાને કારણે આયાત વધુ મોંઘી થઈ જાય છે અને ફુગાવાની સ્થિતિ સર્જાય છે. ભારતમાં 7 ટકા સુધી રિટેઈલ ફુગાવો થઈ શકે છે, RBIનો કમ્ફર્ટ ઝોન 2થી 6 ટકા પર રહેલ છે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG), મેટલ, પેટ્રોલ જેવા અન્ય ક્ષેત્રે ભારત આયાત પર નિર્ભર હોવાને કારણે હવે આ તમામ વસ્તુઓની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. રૂપિયો ગગડી જવાને કારણે વિદેશમાં શિક્ષણ અને વિદેશ યાત્રા પણ મોંઘી થઈ શકે છે. ડોલર મેળવવા માટે તમારે વધારે ખર્ચ કરવો પડી શકે છે.

    રોકાણ


    ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું છે કે, હાઈ ઈન્ફ્લેશનને કારણે રોકાણકારોના રિટર્ન પર પણ અસર થઈ શકે છે. રૂપિયો ગગડવાને કારણે આયાત અને રિટર્ન પર પણ અસર થાય છે. ફાર્માસ્યુટીકલ એક્સપોર્ટર્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ટેક્સટાઈલને પણ ફાયદો થશે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, મેટલ તથા બેન્કિંગ ક્ષેત્રે નુકસાન થઈ શકે છે.

    પ્રોસ્પેક્ટ્સ


    કલંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સપ્તાહમાં ડોલર ઈન્ડેક્ષમાં વધારો ઘટાડો થઈ શકે છે. 103.20-104.70ની રેન્જમાં કારોબાર થવાની શક્યતા છે. ડોમેસ્ટીક માર્કેટમાં FIIના સેલિંગને કારણે રૂપિયા પર પણ અસર થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો અને WTI પ્રતિ બેરલ $112ને પાર કરી ગયો. આ કારણોસર રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે. આ સપ્તાહમાં રૂપિયાની કિંમતમાં વધારો ઘટાડો થઈ શકે છે.
    First published:

    Tags: Indian currency, US Dollar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन