તહેવારો નજીક આવતા ખાદ્ય તેલોના ભાવમાં ભડકો, સિંગતેલનો ડબો રૂ.2150ને પાર, દિવાળીએ કેટલો થશે ભાવ?


Updated: October 11, 2020, 3:39 PM IST
તહેવારો નજીક આવતા ખાદ્ય તેલોના ભાવમાં ભડકો, સિંગતેલનો ડબો રૂ.2150ને પાર, દિવાળીએ કેટલો થશે ભાવ?
પ્રતિકાત્મક તસવીર

હાલ ચાઇના તેમજ આફ્રિકન માર્કેટમાં મગફળીનો ભાવ ભારત કરતાં ખૂબ જ વધુ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટની અસર પણ આપણા સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે.

  • Share this:
રાજકોટઃ એક તરફથી ગોંડલ માર્કેટયાર્ડમાં (Gondal marketyard) મગફળીની ચિક્કાર આવક થતા નવી આવક બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ ખાદ્ય તેલોના ભાવમાં (Edible oils price) ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલ (Peanut oil price) તેમજ કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયા હોવાનું સામે આવ્યું છે. સિંગતેલનો ડબાનો ભાવ 2150ને પાર પહોંચ્યો છે તો કપાસના તેલના ડબાનો ભાવ 1565ને પાર પહોંચ્યો છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવતા ખાદ્ય તેલોના ભાવમાં વધારો જોવા મળતાં ગ્રૃહિણીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિવાળી (Diwali) સુધીમાં સિંગતેલનો ડબો 2300 રૂપિયાને પાર પોંચવાનું વેપારીઓ માની રહ્યા છે.

ગત ગુરૃવારના રોજ સીંગ તેલના ડબાનો ભાવ 2075થી 2115 સુધીનો બોલાયો હતો. શુક્રવારના રોજ ડબ્બે 30 રૂપિયાનો વધારો થતાં ડબાનો ભાવ 2105થી 2145 પર પહોંચ્યો હતો. ત્યારે શનિવારના રોજ ડબ્બે ફરી એક વખત 15 રૂપિયા વધતા 15 કિલ્લો ડબાનો ભાવ 2120થી 2160 રૂપિયા પર પહોંચ્યો છે. આમ માત્ર ગુરુવાર થી લઇ શનિવાર એટલે કે માત્ર ત્રણ દિવસના ગાળામાં ખાદ્યતેલ ના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

માર્કેટયાર્ડ ની વાત કરવામાં આવે તો માર્કેટ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી મગફળીની સતત આવક થવા પામી રહી છે તો બીજી તરફ છેલ્લા પંદર દિવસથી કપાસની આવક પણ થવા પામી રહી છે. દિવસ પૂર્વે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ માં મગફળીની આવક પર પાંચ દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તો આજ રોજ ગોંડલ માર્કેટયાર્ડમાં પણ મગફળીની નવી આવક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

કારણકે આગોતરા વાવેતર ના કારણે ચાલુ વર્ષે છેલ્લા એક મહિનાથી સતત મગફળીની આવક થવા પામી રહી છે ચાલુ વર્ષે કપાસ કરતાં મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં વધારે કરવામાં આવ્યું છે જેના કારણે મગફળીનું સારું એવું ઉત્પાદન પણ થવા પામ્યું છે. 10 દિવસ પૂર્વે જે પ્રમાણે વરસાદી વાતાવરણ હતું તેના કારણે મગફળી ની અંદર ભેજનું પ્રમાણ પણ યથાવત જોવા મળ્યું હતું તેના કારણે મગફળીની જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક પર પાબંધી લગાવવામાં આવી હતી. પરંતુ હાલ હવે વરસાદી વાતાવરણ નહિવત જોવા મળી રહ્યું છે તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની એક લાખ ગૂણીની આવક થતાં હાલ મગફળીની આવક જ્યાં સુધી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તનમાર્કેટ યાર્ડમાં ખેડૂતોને ચાલુ વર્ષે 20કિલો મગફળીનો 560 રૂપિયાથી લઈને 1071 રૂપિયા સુધીનો ભાવ મળવાપાત્ર રહ્યો છે. તો બીજી તરફ સીંગ તેલના ડબાનો ભાવ તેનાથી વિપરીત દિશામાં કૂદકે અને ભૂસકે વધતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં મગફળી કપાસિયા સહિતની જણસી નો વેપાર કરનારા કેટલાક વેપારીઓનું કહેવું છે કે હાલ માર્કેટયાર્ડમાં ચોક્કસ મગફળી આવી રહી છે પરંતુ તેની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેના કારણે સિંગતેલ મેળવવા માટે કાચો માલ ઉપયોગમાં લેવામાં આવે છે. તે કાચામાલની હાલ સોર્ટેજ ચાલી રહી છે.બીજી તરફ કેટલાક વેપારીઓનું કહેવું છે કે હાલ ચાઇના તેમજ આફ્રિકન માર્કેટમાં મગફળીનો ભાવ ભારત કરતાં ખૂબ જ વધુ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટની અસર પણ આપણા સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ચોક્કસ આગામી એક કે બે સપ્તાહમાં ડબાના ભાવમાં પાંચ રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. પરંતુ દિવાળી સુધીમાં ખાદ્ય તેલોની બજાર ખૂબ જ ઊંચે જશે. વેપારીઓનું માનવું છે કે હજુ તો આપણે ત્યાં ખાદ્ય તેલોની વાર્ષિક ખરીદી શરૂ નથી થઈ ત્યારે દિવાળી સુધીમાં સીંગ તેલના ડબાનો ભાવ 2300 રૂપિયાને પાર પહોંચે તો નવાઈ નહીં.
Published by: ankit patel
First published: October 11, 2020, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading