Home /News /business /

Gold Price Today: હાલ સોનાની ખરીદી કરવી કે નહીં? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

Gold Price Today: હાલ સોનાની ખરીદી કરવી કે નહીં? જાણો બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

સોનાની કિંમત

Gold price today: નજીકના ગાળામાં સોનાના ભાવમાં તેજીની અપેક્ષા પર વાત કરતા માયગોલ્ડકાર્ટના ડાયરેક્ટર વિદિત ગર્ગે જણાવ્યું હતું કે, સોનાના ભાવે વીકલી કોન્સોલિડેશન મોડને તોડી નાખ્યું છે. તેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની આશંકા વધી છે, જેનાથી ફુગાવા-હેજ ગોલ્ડને ફાયદો થયો છે.

વધુ જુઓ ...
  મુંબઇ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange, MCX) પર સોનાની કિંમત (Gold price) તાજેતરની 55,558 રૂપિયાની સપાટીથી આશરે રૂ. 3600 ઓછી છે. શુક્રવારે MCX પર સોનું રૂ. 51,888ના સ્તર પર બંધ રહ્યું હતું. આ કિંમત ગુરુવારની સરખામણીએ રૂ.190 અથવા 0.36 ટકા નીચે હતી. જોકે, સ્પોટ ગોલ્ડની કિંમત 0.02 ટકા વધીને 1957 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ થઈ હતી. કોમોડિટી બજારના એક્સપર્ટના મતે રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોમાં કોઈ અર્થપૂર્ણ પ્રગતિ ન થતાં સલામત આશ્રયસ્થાનની માંગ ફરી ઊભી થઈ છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે રશિયન પ્રમુખ "અનફ્રેન્ડલી" દેશો પાસેથી કુદરતી ગેસના વેચાણ માટે રુબેલ્સમાં ચૂકવણીની માંગ કરી રહ્યા છે. આના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધુ ભડકો થઈ શકે છે.

  બજાર નિષ્ણાતોનો અભિપ્રાય


  બજારના એક્સપર્ટસ જણાવે છે કે હાલ સોનાના ભાવને 1850 ડોલર પર મજબૂત ટેકો છે, જ્યારે MCX સોનાના ભાવને આજે 10 ગ્રામના સ્તરે રૂ. 48,800 પર ખૂબ જ મજબૂત ટેકો મળી રહ્યો છે. તેઓ જણાવે છે કે સોનાના ભાવમાં કોઈપણ ઘટાડાને બાયિગ અપોર્ચ્યુનિટી તરીકે જોવી જોઈએ, કારણ કે જો રશિયા યુક્રેન શાંતિ મંત્રણા નજીકના ગાળામાં કોઈ સકારાત્મક પરિણામ આપવામાં નિષ્ફળ જાય તો સોનામાં તીવ્ર વૃદ્ધિ થઈ શકે છે.

  સોનામાં તેજીની અપેક્ષા


  નજીકના ગાળામાં સોનાના ભાવમાં તેજીની અપેક્ષા પર વાત કરતા માયગોલ્ડકાર્ટના ડાયરેક્ટર વિદિત ગર્ગે જણાવ્યું હતું કે, સોનાના ભાવે વીકલી કોન્સોલિડેશન મોડને તોડી નાખ્યું છે. તેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની આશંકા વધી છે, જેનાથી ફુગાવા-હેજ ગોલ્ડને ફાયદો થયો છે. સતત રશિયન હોસ્ટિલિઆટી માટે નાટોનો મજબૂત પ્રતિસાદ પણ સામે આવી રહ્યો છે. જેના કારણે યુક્રેનમાં વેપારનુ જોખમ હજી ઓછું છે. યુએસ પ્રમુખ જો બિડેન અને યુરોપીયન નાટો મોસ્કો દ્વારા પરમાણુ હુમલો કરવાના જોખમની તૈયારી કરી રહ્યા છે."

  રેલિગેર બ્રોકિંગ લિમિટેડના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોમાં કોઈ અર્થપૂર્ણ પ્રગતિ ન હોવા છતાં સેફ-હેવનની માંગ ફરી ઊભી થતાં સોનાના ભાવમાં આ અઠવાડિયે થોડો ઉછાળો જોવા મળ્યો હતો. ગત સપ્તાહમાં યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો આવતા ભાવમાં તીવ્ર ઘટાડો અને યુએસ ફેડ દ્વારા આક્રમક કડક પગલાંની આશંકાએ મેટલની અપીલને નકારી કાઢી અને હાયર લેવલ પ્રોફિટ બુકિંગ તરફ દોરી ગઈ.

  રશિયા પાસે સોનાનો ભંડાર


  રેલિગર બ્રોકિંગના સુગંધા સચદેવાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં વધારો થાય છે, ત્યારે નોન યિલ્ડ બુલિયનના હોલ્ડિંગની અપોર્ચ્યુનિટી કોસ્ટમાં વધારો થાય છે. જીયોગ્રાફિકલ તણાવ રાજકીય તણાવ હજુ સોનાના રોકાણની અપીલને મજબૂત બનાવે છે. યુએસ અને યુરોપીયન દેશોએ રશિયાને વધુ આર્થિક પીડા પહોંચાડવા માટે પ્રતિબંધોની શ્રેણી પર સમર્થન કર્યું છે. આ પ્રતિબંધો રશિયાની સેન્ટ્રલ બેંક સાથેના નાણાકીય વ્યવહારોને પણ પ્રતિબંધિત કરે છે જેમાં રશિયન સોનાનો સમાવેશ થાય છે. રશિયા વિશ્વમાં પાંચમું સૌથી મોટું ગોલ્ડ રિઝર્વ ધરાવે છે અને આ પગલું રશિયા સાથે વ્યાપાર કરવાનું ચાલુ રાખતા અને રૂબલ પર દબાણ લાદતા અન્ય દેશો સાથેના નાણાકીય વ્યવહારોને ચોક્કસથી અવરોધશે.

  આ પણ વાંચો: 2020ના કડાકા બાદ આ પાંચ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

  વધતા જતા એનર્જી ક્રાઈસીસ અને સોનાના ભાવ પર તેની નજીકના ગાળાની અસર પર સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ "અનફ્રેન્ડલી" દેશો પાસેથી રુબેલ્સમાં કુદરતી ગેસના વેચાણ માટે ચૂકવણીની માંગ કરી રહ્યા છે, પુરવઠાની કટોકટી તરફ દોરી અને ભાવમાં વધારો કરી શકે છે. આના કારણે ઊર્જાની તંગી વધુ વિકટ બની શકે છે. વિશ્વભરમાં કોમોડિટીના ભાવ વધારા અને અનિશ્ચિતતા સાથે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર યુદ્ધની લાંબાગાળાની અસર વિશે હજી પણ વવિધ પરિણામો સામે આવી શકે છે.

  આ પણ વાંચો: આવતા અઠવાડિયે કેવી રહેશે શેર બજારની ચાલ? બજાર નિષ્ણાતો પાસેથી જાણો

  ભાવમાં કેટલો વધારો શક્ય?


  સ્પોટ ગોલ્ડ પ્રાઇસ આઉટલૂક પર વાત કરતા માયગોલ્ડકાર્ટના વિદિત ગર્ગે જણાવ્યું હતું કે, રિસર્જન્સ બાયિંગ પર ભાવ 2000 ડોલર પ્રતિ ઔંસના સ્તર તરફ જોવા મળી શકે છે. સોનાની કિંમત 2005ના સ્તરથી ઉપર છે અને આ ખરીદનાર લોકોને આકર્ષી શકે છે. 2030થી 2040 ડોલર સ્તર પર ભાવ ગીયર અપ થઈ શકે છે. 1895 ડોલર ગત સપ્તાહનો નીચલો સ્તર છે. જે હવે 1866 ડોલરના સ્તરે ઉપર તરફ જઈ શકે છે. આ સાથે જ તે 21-સપ્તાહના તીવ્ર ઘટાડા તરફ દોરી જશે. આગામી સપોર્ટ માટે 50-અઠવાડિયાની EMA 1830 ડોલરના બ્રેકની રાહ જોઈ રહ્યું છે. જે બુલને તેમના રૂ. 1765ના સ્તર તરફ દોરી જશે.

  ડીપ્સ વ્યૂહરચના અપનાવવાની સલાહ


  સોનાના રોકાણકારોને ડીપ્સ વ્યૂહરચના પર ખરીદીની સલાહ આપતા રેલિગર બ્રોકિંગના સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, મેક્રો-ઇકોનોમિક લેન્ડસ્કેપને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો સોનું મધ્યમથી લાંબા ગાળાના સમયમાં અનુકૂળ લાગે છે. નજીકના ગાળાની કોઈપણ નબળાઈનો ઉપયોગ કરી સોનું ખરીદી શકાય છે. જ્યાં રૂ. 48,800 પ્રતિ 10 ગ્રામ અથવા 1850 ડોલર પ્રતિ ઔંસ મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. આ તરફ ટૂંકાગાળાની હર્ડલ 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા માળી શકે છે. મેજર રજીસ્ટન્ટ 10 ગ્રામ માર્ક દીઠ રૂ. 56,000ના સ્તરે જોવા મળશે.

  આ પણ વાંચો: આ મલ્ટીબેગર શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ, આપ્યું 575% વળતર 

  'બાય ઓન ડીપ્સ


  મોતીલાલ ઓસ્વાલના વાઇસ પ્રેસિડેન્ટ અમિત સજ્જાએ જણાવ્યું હતું કે, સ્પોટ ગોલ્ડના ભાવમાં વધારો શોર્ટ કવરિંગને કારણે પુલ બેક રેલીનું કારણ બની શકે છે. તેથી સેફ પ્લે કરવા માંગે છે, તેઓને સ્પોટ ગોલ્ડના ભાવમાં બ્રેકઆઉટની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. સાપ્તાહિક ક્લોઝિંગ 2000 ડોલરના સ્તર પર પહોંચી શકે છે. એક વખત ખરીદી કર્યા પછી લાંબા સમય સુધી તેને રોકી રાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે હાઈ રિસ્ક ધરાવતા વેપારીઓ કડક સ્ટોપ લોસ સાથે 'બાય ઓન ડીપ્સ' જાળવી શકે છે, આગામી સમયમાં સોનાના ભાવ અત્યંત અસ્થિર રહેવાની આશંકા છે. સાથે રશિયા-યુક્રેનના યુધ્ધને કારણે સોનાના ભાવમાં સતત ફેરફાર આવતા જોવા મળે છે.
  First published:

  Tags: MCX, ગોલ્ડ, ચાંદી

  આગામી સમાચાર