Gold કરી શકે છે તમને માલામાલ! 52,000 રૂપિયા પહોંચી શકે છે 10 ગ્રામનો ભાવ

Gold કરી શકે છે તમને માલામાલ! 52,000 રૂપિયા પહોંચી શકે છે 10 ગ્રામનો ભાવ
પ્રતિકાત્મકતસવીર

ગત વર્ષે આ દરમિયાન ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ લગભગ 31,500 હતો, જે હવે વધીને 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે

  • Share this:
    નવી દિલ્હી : અક્ષય તૃતિયાંના અવસર પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, અક્ષય તૃતિયાના દિવસે સોનુ ખરીદવાથી એક સમૃદ્ધ વર્ષની શરૂઆત થાય છે પરંતુ, હાલમાં લોકડાઉનના કારણે પરિસ્થિતિ બિલકુલ અલગ છે. આ વખતે કોઈ પમ ગ્રાહક જ્વેલરી શોપમાંથી ફિઝિલ રીતે સોનું નથી ખરીદી શકતા. 2019માં અક્ષય તૃતિયાંના દિવસે લગભગ 33થી 35 ટન સોનાનું વેચાણ થયું હતું. તો આ વર્ષે પરિસ્થિતિ ઉલટી છે, છેલ્લા બે મહિના દરમિયાન ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટમાં 73 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ 2020માં ભારતમાં માત્ર 25 ટન સોનું આયાત કરવામાં આવ્યું. માર્ચ 2019માં આ આંકડો 94 ટનનો હતો.

    અક્ષય તૃતિયાં પર eGoldથી કામ ચલાવી રહ્યા છે લોકો



    જોકે, આજના ડિઝિટલ યુગમાં એવું નથી કે, ઘરની અંદર કેદ થયેલા લોકોને અક્ષય તૃતિયાંના દિવસે ગોલ્ડ ખરીદવાનો મોકો નથી મળી રહ્યો. લોકોને એક્સચેન્જથી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, સોવરેન ગોલ્ડ બેન્ડ અથવા ઓનલાઈન ગોલ્ડ ક્વોઈન, બાર અથવા જ્વેલરી ખરીદવાનો વિકલ્પ મળી રહ્યો છે. ગોલ્ડની સૌથી ખાસ વાત એ છે કે, આજના સમયમાં જ્યારે અન્ય રોકાણ પર ખુબ ઓછુ રિટર્ન મળી રહ્યું છે, ત્યારે એવામાં ગોલ્ડમાં રોકાણ કરવું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

    47 ટકા સુધી વધ્યા ગોલ્ડના ભાવ

    કોરોના વાયરસ મહામારીથી પેદા થયેલી આર્થિક અનિશ્ચિતતાને જોતા દુનિયાભરમાં ગોલ્ડની માંગ વધી ગઈ છે. સોનાની કિંમત ગત વર્ષે અક્ષય તૃતિયાંની તુલનામાં આ વર્ષે 47 ટકા વધી ગઈ છે. ગત વર્ષે આ દરમિયાન ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ લગભગ 31,500 હતો, જે હવે વધીને 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે. જાણકારોનું કહેવું છે કે, માંગ વધવાથી તેજી ચાલુ રહેશે.

    52 હજાર સુધી પહોંચી શકે છે ભાવ

    એક્સપર્ટનું કહેવું છે કે, વૈશ્વિક પરિસ્થિતિને જોતા આગામી કેટલાક મહિનામાં ગોલ્ડનો ભાવ 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીપહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 2000 ડોલર પ્રતિ ટ્રાય આઉંસના સ્તર પર પહોંચી શકે છે. જોકે, રોકાઈ-રોકાઈ તેમાં કરેક્શન પણ જોવા મળશે.
    Published by:News18 Gujarati
    First published:April 26, 2020, 16:41 IST

    ટૉપ ન્યૂઝ