આર્ટિકલ 370 સમાપ્ત થતાની સાથે જ આ બેંક સરકારી થશે, જાણો ગ્રાહકો પર શું અસર થશે?

News18 Gujarati
Updated: August 6, 2019, 3:45 PM IST
આર્ટિકલ 370 સમાપ્ત થતાની સાથે જ આ બેંક સરકારી થશે, જાણો ગ્રાહકો પર શું અસર થશે?
પ્રતિકાત્મક તસવીર

J&K બેંક જમ્મુ-કાશ્મીર આધીન હતી, હવે આ બેંક કેન્દ્ર સરકાર આધીન થશે. બેંક પર અનેક વાર આતંકવાદી સંગઠનોને લોન આપવાનો આક્ષેપ લાગ્યો છે.

  • Share this:
મની કંટ્રોલ : J&K બેંક ટુંક સમયમાં ભારત સરકારના નેજા હેઠળ આવી જશે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થવાની સાથે જ બેંકના મેનેજમેન્ટમાં મોટા પરિવર્તનની અપેક્ષા છે. આ બેંક અગાઉ જમ્મુ-કાશ્મીર સરકાર હસ્તક હતી. દેશની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવતી કલમ 370 દૂર કરી દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને જુદું કરી દેવામાં આવ્યું છે.

હવે શું થશે?
J&K બેંક દેશના નાણા મંત્રાલય અંતર્ગત આવશે. અત્યારે J&K બેંકમાં સરકારની 60 ટકા ભાગીદારી છે. હવે આ ભાગીદારી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર થઈ જશે. બેંકમાં નિયુક્ત અધિકારો નાણા મંત્રાલય પાસે રહેશે. હવે આ બેંકના ચેરમેન અને MDની નિયુક્તી નાણા મંત્રાલય કરી શકશે. કેન્દ્ર સરકાર બેંકના મેનેજમેન્ટમાં મોટું પરિવર્તન કરી શકે છે. આ બેંક પર આતંકવાદી સંગઠનોને લોન આપવાના આક્ષએપો પણ અવારનવાર થતા આવ્યાં છે, ત્યારે સરકાર તેની સ્થિતિ સુધારવા માટે મોટા બદલાવ કરી શકે છે.

આ પણ વાંચો :  લોકસભામાં અમિત શાહે કહ્યુ- PoK અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશું

ગ્રાહકો પર શું અસર થશે?

બેંકની ફાઇલ તસવીર

Loading...

દેશના નાણાકીય વિષયના જાણકારોના મતે બેંકમાં સરાકરી હસ્તક્ષેપમાં પરિવર્તન આવવાથી આ બેંકના ગ્રાહકો પર ખાસ અસર નહીં પડે. કારણ કે હજુ બેંકનું નામ બદલાશે કે નહીં તે સ્પષ્ટ નથી. બેંકની ઓનરશીપ બદલાશે. જોકે, બેંકના વ્યાજ દરોમાં પરિવર્તન આવી શકે છે. જોકે, હાલના ખાતાધારકોને આ સંજોગોની અસર થાય તેવી શક્યતા નહિવત્ત છે.

 
First published: August 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...