Home /News /business /

PM મોદી જો પૂર્વ આર્થિક સલાહકારની વાત માની લેશે તો દર મહિને બેંક ખાતામાં પૈસા આવશે

PM મોદી જો પૂર્વ આર્થિક સલાહકારની વાત માની લેશે તો દર મહિને બેંક ખાતામાં પૈસા આવશે

પ્રતિકાત્મક તસવીર

યૂનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ (Universal Basic Income)ની ચર્ચા ફરીથી એકવાર શરૂ થઈ ગઈ છે, દરેક પરિવારના મુખિયાને મહિને નિશ્ચિત રકમ કે પછી એકસાથે રકમ આપવામાં આવશે.

  નવી દિલ્હી : પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (chief economic advisor) અરવિંદ સુબ્રમણ્યમે (Arvind Subramanian) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અંગે ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર ઇન્કમ ટેક્સ(Income Tax) દર ઘટાડવાને બદલે લોકોને યૂનિવર્સલ બેઝિક ઇન્કમ (Universal Basic Income)नो ફાયદો આપે. આવું કરવાથી દેશની માંગ વધશે અને અર્થવ્યવસ્થામાં ચાલી રહેલો ડાઉનફૉલ ખતમ થઈ જશે. નોંધનીય છે કે ગત બુધવારે તેમણે કહ્યુ હતુ કે ભારત ગાઢ આર્થિક મંદીથી ઘેરાતું જઈ રહ્યું છે. બેંકો અને કંપનીઓની ટૂઇન ક્રાઇસિસને કારણે અર્થવ્યવસ્થા પર ભારે દબાણ છે. તો તમને જણાવીએ શું છે યૂનિવર્સિલ બેઝિક ઇન્કમ સ્કિમ. જે અંતર્ગત દરેક પરિવારના મુખિયાને મહિને નિશ્ચિત રકમ કે પછી એકસાથે રકમ આપવામાં આવશે.

  શું છે UBI?

  યૂનિવર્સલ બેઝિક ઇનકમ એક નિશ્ચિત આવક છે. આ રકમ દેશના તમામ નાગરીકો- ગરીબ, અમીર, નોકરિયાત, બેરોજગારોને સરકાર તરફથી મળશે. આ આવક માટે કોઈ પણ પ્રકારનું કામ કરવાની શરત રાખવામાં નથી આવતી. એ આદર્શ સ્થિતિ છે કે સમાજના દરેક વ્યક્તિને પોતાના જીવન-નિર્વાહ માટે લઘુત્તમ આવકનો જોગવાી હોવી જોઈએ.

  આ પણ વાંચો : સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં કર્યો ફેરફાર

  કોણે આઇડિયા આપ્યો હતો?

  યૂનિવર્સિલ બેઝિક ઇનકમનો વિચાર લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે આપ્યો હતો. મધ્યા પ્રદેશની એક પંચાયતમાં એક પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેને લાગૂ કરવામાં આવ્યો તહો, આ પ્રોજેક્ટથી સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ આ યોજનાના મોટા સમર્થક છે. તેમના મતે યૂબીઆઈથી એ લોકોને મદદ મળશે જેઓ મશીનોને કારણે નોકરી ગુમાવી ચુક્યા છે.

  યૂબીઆઈનો ઉદેશ્ય શું છે?સૌપ્રથમ વર્ષ 1967માં માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે નિશ્ચિત આવકનો વિચાર આપ્યો હતો. જેના કારણે આવકની અસમાનતા ઓછી કરી શકાય. આ એક સરકારી યોજના છે, જે અંતર્ગત કોઈ દેશની સરકાર પોતાના નાગરિકોને દર મહિને એક નિશ્ચિત રકમ આપે છે. વર્ષ 2016-17 દરમિયાન આર્થિક સર્વે દરમિયાન આ યોજનાની ભલામણ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે આનાથી ગરીબી નાબૂદ કરવામાં મદદ મળશે.

  ઇન્દોરમાં પાયલટ પ્રોજેક્ટ ચાલ્યો હતો

  આ યોજના અંતર્ગત ઇન્દોર જિલ્લાના નવ ગામમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010થી 2016 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં વયસ્ક અને બાળકોને દર મહિને અમુક નિશ્ચિત રકમ આપવામાં આવી હતી. જે બાદમાં અનેક એનજીઓએ આ અંગે સર્વે કરીને આ રકમથી લોકોનાં જીવન પર કેવી અસર પડી તેનું સંશોધન કર્યું હતું. સર્વેના તારણો અલગ અલગ રહ્યા હતા, પરંતુ સરેરાશ પરિણામ સારું રહ્યું હતું. આના આધાર પર સરકારે પોતાના આર્થિક સર્વેમાં આ યોજનાની ભલામણ કરી હતી.

  આ પણ વાંચો :  નાણા મંત્રાલયે સિનિયર સિટીઝન બચત ખાતાના નિયમોમાં કર્યો ફેરફાર

  દુનિયામાં ક્યાં ક્યાં છે યૂબીઆઈ?

  વિશ્વના અનેક દેશ અલગ અલગ સ્તર પર પોતાના નાગરિકોને આ સુવિધા આપે છે. આ દેશમાં સાયપ્રસ, ફ્રાંસ, અમેરિકાના અનેક રાજ્ય, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, આયરલેન્ડ, લક્ઝમ્બર્ગ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. આ દેશમાં કાં તો પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા અલગ અલગ સ્તર પર સરકાર નાગરિકોને પૈસા આપી રહી છે.

  ભારતમાં લાગૂ થવાથી શું મુશ્કેલી થઈ શકે છે?

  દેશમાં આ યોજના લાગૂ કરવામાં અનેક સમસ્યા નડી શકે છે. યૂબીઆઈનો આઇડિયા લાવનારા લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાર્ડ સ્ટેન્ડિંગના જણાવ્યા પ્રમાણે આ યોજના લાગૂ કરવાથી આશરે જીડીપીના 4 ટકા ખર્ચ કરવો પડશે. વર્તમાન સરકાર લગભગ આટલો જ હિસ્સો વિવિધ પ્રકારની સબસિડી પાછળ ફાળવી રહી છે. એવામાં સરકારી તિજોરી પર બેવડો માર પડી શકે છે. આ સમસ્યાના સમાધાન માટે તેમણે એવું પણ કહ્યું કે સરકાર ધીમે ધીમે સબસિડીને ખતમ કરીને યૂબીઆઈને સંપૂર્ણ રીતે લાગૂ કરી શકે છે. આનાથી જીવનધોરણ સુધરશે અને આવકની અસમાનતા જેવી સમસ્યાઓ ઓછી થશે.

  આ પણ વાંચો :  સોના અંગે નવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે સરકાર, ફટાફટ જાણી લો

  યોજના લાગૂ કરવાથી શું જોખમ?

  યૂબીઆઈ લાગૂ કરવા માટે સબસિડીને કેવી રીતે ખતમ કરવી તે પણ એક સમસ્યા છે. બીજી સમસ્યા એવી પણ છે કે દર મહિને કોઈ જ કામ કર્યા વગર જો મફતમાં કોઈ રાશી મળતી હોય તો લોકોની કામ પ્રત્યેની ઈચ્છા ઓછી થઈ શકે છે. મજૂર વર્ગમાં આની અવળી અસર પડી શકે છે. ત્રીજી સમસ્યા એ પણ આવી શકે છે કે આનાથી ભારતીય રાજનીતિમાં અસ્થિરતા આવી શકે છે. ચૂંટણી જીતવા માટે એક રાજકીય પાર્ટી આ રકમ વધારી શકે છે તો બીજી પાર્ટી તેમાં ટાંગ અડાવી શકે છે. જેનાથી જીડીપીનો બોઝ વધી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Indian economy, UBI, કમાણી

  આગામી સમાચાર