'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક'

'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક'
અરવિંદ પનગઢિયા

પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.

 • Share this:
  જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કહ્યું કે કોવિડ 19 મહામારી (Covid 19 Pandemic)ના કારણે સંભવ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનથી બહાર નીકળી જાય જેનો ફાયદો ભારતને ઉઠાવવો જોઇએ. ભારત માટે આ સારી તક છે. ઔપચારિક ક્ષેત્રમાં સારા પગારવાળી નોકરીઓ તૈયાર કરવા માટે લાંબા ગાળાના વિચાર સાથે આ કામ કરવું જોઇએ. પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે આ વાત પર ભાર મૂકતા કહ્યું કે હાલના સંકટના સમયમાં તે ચકાસણી કરવી જરૂરી છે કે આ સ્થિતિમાં ભારતીય શ્રમિકો કેટલા સુરક્ષિત છે.

  પનગઢિયાએ કહ્યું કે કોવિડ 19 મહામારીના આ સમયમાં લાંબા સમયના પ્લાનિંગ જરૂરી છે. આ સંકટ અમસ્તુ જવા દેવાનો વખત નથી. વેક્સિન બની ગયા પછી આ સંકટ પૂરો થઇ જશે. નિશ્ચિત રૂપે આપણે આગળનું વિચારવું જોઇએ' તેમણે વધુમાં કહ્યું કે 'વિકાસ માટે 70 વર્ષના પ્રયાસો પછી પણ આપણે આપણા શ્રમિકાને મુખ્યરીતે નાના નાના ખેતર અને અનૌપચારિક ક્ષેત્રમાં કે સ્વરોજગારમાં નાના મોટો વેપાર કરવા માટે છોડી દીધા છે. જેના કારણે તેમણે ભારે મુશ્કેલીઓ પછી કમાણી થાય છે.'  પનગઢિયા આ વાત પર ભાર મૂક્યો છે કે કોવિડ 19નો સંકટે તે સાફ કર્યું છે કે ભારતને સારા પગારવાળી ઔપચારિક ક્ષેત્રની નોકરીની જરૂર છે. જો કે જરૂરી છે કે શ્રમિક નાના ખેતરો અને વેપારથી નીકળીને સારા ઉત્પાદન અને સારી કમાણીવાળી નોકરીઓમાં લાગે.

  તેમણે કહ્યું કે આ સંકટના સમયને અવસરમાં બદલી શકાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનથી દુનિયાના બીજા ભાગો તરફ ઝડપથી જશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ કોરોના મહામારીના કારણે પોતાની ગતિવિધિઓને વધુને વધુ વિકેન્દ્રીકરણ કરવા ઇચ્છશે. અને ભારતે આ તક છોડવી ના જોઇએ.
  તેમણે કહ્યું કે સંકટના આ સમયે સરકારે ભૂમિ અને શ્રમ બજારના ક્ષેત્રમાં સુધારો કરવા આગળ વધવું જોઇએ. તેને સામાન્ય સમયમાં લાગુ કરવું મુશ્કેલ છે. સાથે જ ભૂમિ અધિગ્રહણ કાનૂનમાં પણ સુધાર કરવો જોઇએ. ત્યારે જ શ્રમ બજારમાં વધુ સાનુકૂળતા આવશે.
  Published by:News18 Gujarati
  First published:April 21, 2020, 17:08 pm

  ટૉપ ન્યૂઝ