નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી સરકારે ડીઝલ (Diesel) પર વેટના દરમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં ડીઝલ પર પહેલા 30% વેટ (Value Added Tax) લાગતો હતો. વેટમાં ઘટાડો કરીને તેને 16.75% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામ દિલ્હીમાં ડીઝલની કિંમતમાં મોટો ઘટાડો થશે. વેટમાં ઘટાડા બાદ દિલ્હીમાં ડીઝલનો ભાવ 82 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 73.64 રૂપિયા પ્રતિ લીટર થશે. એટલે કે એક લીટર ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે.
ગુરુવારે સવારે નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 81.94 રૂપિયા પ્રતિ લીટર રહી હતી. નોંધનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં જૂન મહિનામાં ડીઝલની કિંમતમાં ખૂબ વધારો થયો હતો. જે બાદમાં ડીઝલની કિંમત પેટ્રોલથી પણ વધી ગઈ હતી.
નોંધનીય છે કે ડીઝલની કિંમતમાં વધારો થવાની અસરને પગલે અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થાય છે. ખાસ કરીને શાકભાજી અને ફળોના ભાવમાં સીધો જ વધારો જોવા મળે છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી કિંમત વધતા તેની સીધી અસર શાકભાજી અને ફળોની કિંમતમાં વધારા સ્વરૂપે જોવા મળે છે. એટલું જ નહીં એફએમસીજી પ્રોડેક્ટ્સની કિંમતમાં પણ વધારે જોવા મળે છે. બુધવારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં લીટરે 15 પૈસાનો વધારો થયો હતો. બીજી તરફ દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલની કિંમત સ્થિર રહી છે.
રાજસ્થાન-------₹82.64
મધ્ય પ્રદેશ------₹81.29
મહારાષ્ટ્ર-------₹79.81
છત્તીસગઢ-----₹79.68
ગુજરાત-------₹79.05
નવી દિલ્હી----₹73.64
પેટ્રોલ-ડીઝલ પર દરેક રાજ્ય સરકાર અલગ અલગ વેટ (value-added tax) લગાવતી હોવાથી દરેક રાજ્યમાં કિંમતમાં ફેરફાર જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. નવા ભાવ સવારે છ વાગ્યે અમલમાં આવે છે. જે બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી અમલમાં રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર