દીકરીના લગ્ન માટે આ રાજ્ય સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો આ સરકારી યોજના વિશે

પ્રતીકાત્મક તસવીર

સોનાના વધી રહેલા ભાવ વચ્ચે આજના જમાનામાં દીકરીના લગ્ન કરાવવા એ દરેક માતાપિતા માટે પડકાર સમાન બન્યા છે. દેશમાં દીકરીને લગ્ન વખતે સોનાના ઘરેણા આપવાની પરંપરા રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: સોના અને ચાંદીના (Gold and Silver) વધી રહેલા ભાવને કારણે આજકાલ દીકરીઓના લગ્ન (Indian Marriage) કરવા માંગતા પરિવારો ચિંતામાં મૂકાયા છે. લગ્નમાં સૌથી વધારે ખર્ચ સોનાના ઘરેણા પર થતો હોય છે. આપણા દેશમાં દીકરીને સાસરે વળાવતી વખતે સોનાના ઘરેણા આપવાની પરંપરા રહી છે. આ જ કારણે આસામ સરકારે (Assam government) પોતાના રાજ્યમાં દીકરીઓને લગ્ન પર સોનું આપવા માટે અરુંધતિ ગોલ્ડ સ્કીમ (Arundhati Gold Scheme) શરૂ કરી છે. આ સ્કીમમાં સરકાર તરફથી સોનું આપવામાં આવે છે. જેમાં સરકાર દીકરીઓને 10 ગ્રામ સોનું આપે છે. તો જાણો આ યોજના કેવી રીતે કામ કરી છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય છે.

  આ સ્કીમ માટે રાજ્ય સરકાર તરફથી અમુક શરતો અને નિમયો નક્કી કરવામાં આવ્યા છે-

  >> આ સ્કીમનો ફાયદો લેવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  >> આ ઉપરાંત લગ્નની નોંધણી ફરજિયાત છે.
  >> છોકરીના પરિવારની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  >> આ યોજનાનો ફાયદો પ્રથમ વખત લગ્ન કરવા પર જ મળશે.
  >> છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ.
  >> લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 195 અંતર્ગત નોંધાયેલા હોવા જોઈએ. જે દિવસે નોંધણી કરવામાં આવે તે જ દિવસે છોકરીએ ગોલ્ડ સ્કીમ માટે અરજી કરવાની રહેશે.

  ગરીબ પરિવારોને રાહત-

  આ સ્કીમથી ગરીબ પરિવારોને ખૂબ મદદ મળશે. આ યોજનાની ઉદેશ્ય આર્થિક રીતે નબળા માતાપિતાને અમુક રાહત આપવાનો છે. સરકાર તરફથી આપવામાં આવતા સોનાથી છોકરીને પણ આર્થિક મદદ મળી રહી છે.

  આ પણ વાંચો: ગઢડા સ્વામિનારાયણ મંદિર: DySP નકુમે ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને બહાર કાઢ્યા, થપાટ મારી

  અરુંધતિ ગોલ્ડ સ્કીમ માટે આ રીતે કરો અરજી-

  >> આ સ્કીમ માટે અરજી કરવાની રહેશે.
  >> આ માટે revenueassam.nic.in. વેબસાઈટ પર જઈને ઑનલાઇન ફૉર્મ ભરવું પડશે.
  >> ઑનલાઇન ફોર્મ ભર્યાં બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.
  >> આ પ્રિન્ટને ઑફિસમાં જમા કરાવવાની રહેશે.
  >> ફૉર્મ સબમિટ કર્યાં બાદ એક રસીદ આપવામાં આવશે.
  >> તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે અંગેની જાણકારી SMSથી આપવામાં આવશે.
  >> જો એપ્લીકેશન મંજૂર થાય છે તો સ્કીમ અંતર્ગત જે પણ રકમ થતી હોય છે તેને અરજદારના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

  આ પણ વાંચો: સુરત: બેભાન હાલતમાં મળી આવેલી કૉલેજીયન યુવતીના કેસમાં મોટો ખુલાસો

  ઉલ્લેખનીય છે કે આસામ (Assam)માં પછાત વિસ્તારોમાં બાળકોને લગ્ન ઝડપથી કરી દેવામાં આવે છે. જેના કારણે તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. અરુંધતિ ગોલ્ડ સ્કીમમાં મળતા સોનાને કારણે ઘણા પરિવારો પોતાના બાળકોને લગ્ન ઝડપથી નહીં કરાવે તેવી સરકારને આશા છે. આ સરકારી સ્કીમનથી અનેક ગરીબ પરિવારોને મદદ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published: