Good News: 49 વસ્તુઓ પર ઘટ્યો અને 29 પર નાબૂદ થયો GST

News18 Gujarati
Updated: January 18, 2018, 7:08 PM IST
Good News: 49 વસ્તુઓ પર ઘટ્યો અને 29 પર નાબૂદ થયો GST
હજુ આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે 10 દિવસ બાદ GST કાઉન્સિલ ફરી એક વખત બેઠક કરશે. જે બાદ આ અંગે વધુ સ્પષ્ટતા આવશે

હજુ આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે 10 દિવસ બાદ GST કાઉન્સિલ ફરી એક વખત બેઠક કરશે. જે બાદ આ અંગે વધુ સ્પષ્ટતા આવશે

  • Share this:
નવી દિલ્હી: નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક યોજી હતી. જે પૂર્ણ થયા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે જે હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે કૂલ 29 વસ્તુઓ પર GSTનો દર નાબૂદ કરવામાં આવશે. આ તમામ વસ્તુઓ હેન્ડી ક્રાફ્ટ હેઠળ આવે છે. જેનાં પર હવેથી કોઇ ટેક્સ નહીં લાગે.

મહત્વનાં મુદ્દાઓ

GST કાઉન્સિલની બેઠક પૂર્ણ

29 વસ્તુઓ પર GST નાબૂદ
હેન્ડીક્રાફ્ટની 29 વસ્તુઓ પર GST નાબુદ કરવામાં આવ્યો
49 બેઠક પર GSTનો દર ઘટશેહેન્ડીક્રાફ્ટની 29 વસ્તુઓ પર GST નાબુદ કરવામાં આવ્યો
કૂલ 78 વસ્તુઓ પર GST ઘટાડવામાં આવશે
પેટ્રોલ ડિઝલનાં ભાવ GST હેઠળ લાવવા અંગે થશે ચર્ચા
રાજ્ય સરકાર પેટ્રોલ ડિઝલનાં ભાવને GST હેઠળ લાવવાનાં વિરોધમાં

આ સીવાય અન્ય 49 વસ્તુઓ પર GST દર ઘટાડવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 18 ટકાનાં સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પર 12 ટકા સુધી GST વસુલવામાં આવશે. તો 12 ટકાનાં સ્લેબમાં આવતી વસ્તુઓ પર GST દર ઘટીને 5 ટકા થઇ શકે છે.

હજુ આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે 10 દિવસ બાદ GST કાઉન્સિલ ફરી એક વખત બેઠક કરશે. જે બાદ આ અંગે વધુ સ્પષ્ટતા આવશે.

પેટ્રોલ-ડિઝલ પણ આવી શકે GSTનાં દાયરામાં
પેટ્રોલ ડિઝલનાં ભાવ GST હેઠળ લાવવા કેન્દ્ર સરકાર વચ્ચે ચર્ચા થશે. રાજ્ય સરકાર પેટ્રોલ ડિઝલનાં ભાવને GST હેઠળ લાવવાનાં વિરોધમાં છે.

 
First published: January 18, 2018, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading