ત્રણ મહિના પછી અરૂણ જેટલીએ સંભાળ્યો નાણા મંત્રાલયનો કાર્યભાર

ત્રણ મહિના પછી અરૂણ જેટલીએ સંભાળ્યો નાણા મંત્રાલયનો કાર્યભાર
અરુણ જેટલીની ફાઇલ તસવીર

કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ ફરીથી આજે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પછી તેમને કાર્યભાર આપવાનું સૂચન કર્યું હતું.

 • Share this:
  કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ ફરીથી આજે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પછી તેમને કાર્યભાર આપવાનું સૂચન કર્યું હતું. નાણામંત્રી અરૂણ જેટલી બીમાર હોવના કારણે તેમની જવાબદારી પીયૂષ યોગલને અસ્થાય રૂપથી સોંપવામાં આવી હતી.

  કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઇ હતી. આ પહેલા 2014માં કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલનું બેરિએટ્રિક ઓપરેશન થયું હતું. લાંબા સમયથી ડાયાબિટીશની સમસ્યાની છૂટકારો મેળવવા માટે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન પહેલા મેક્સ હોસ્પિટલમાં થયું હતું. ત્યારબાદ થોડી તકલિફો આવવાના કારણે તેમને એમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. થોડા વર્ષો પહેલા તેમની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી.  65 વર્ષીય જેટલીને એપ્રિલની શરૂઆતના દિવસોમાં ઓફિસ આવવાનું બંધ કરી દીધું હતું. 14 મેના રોજ તેમની રેનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ હતી. જેના કરાણે તેમની બધી જવાબદારી રેલવે અને કાયલા મંત્રી પીયુષ ગોયલને આપવામાં આવી હતી. જેટલીની ગેરહાજરીમાં ગોયલે બે વખત જીએસટી કાઉન્સીલની મીટિંગમાં હજારી આપી હતી.

  ઉલ્લેખનીય છે કે, જેટલી 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી નાણાંમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમની પાસે રક્ષા મંત્રાલય અને માહિતી અને પ્રસાણ મંત્રાલયનો કાર્યભાર પણ રહી ચુક્યો છે.
  Published by:News18 Gujarati
  First published:August 23, 2018, 12:20 pm

  ટૉપ ન્યૂઝ