તુવેરની દાળનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યો! હવે સરકાર કરાવશે તપાસ

News18 Gujarati
Updated: June 11, 2019, 3:48 PM IST
તુવેરની દાળનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યો! હવે સરકાર કરાવશે તપાસ
તુવેર દાળનો ભાવ આસમાને (પ્રતીકાત્મક તસવીર)

એક્સપર્ટ્સનું કહેવું છે કે ડિમાન્ડ વધવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તુવેર દાળના ભાવ વધ્યા છે

  • Share this:
(હિમાની ગુપ્તા)

સામાન્ય માણસને હવે દાળની મોંઘવારી સતાવી રહી છે. દેશની રાજધાની દિલ્હીના રિટેલ માર્કેટમાં તુવેર દાળનો ભાવ 100થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી પહોંચી ગયો છે. કમોડિટી એક્સપર્ટ્સ જણાવે છે કે તુવેર દાળનો ભાવ ઉત્પાદનમાં ઘટાડાના કારણે વધ્યો છે. બીજી તરફ, આ વર્ષે એક્સપોર્ટ પણ વધ્યું છે. તેથી કિંમતોમાં તેજી છે. જોકે, સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારની પાસે દાળની કોઈ ઘટ નથી. કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ થશે. સરકારે આફ્રિકન દેશ મોઝામ્બિકથી 1.75 લાખ ટન તુવેર દાળની આયાતની મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2 લાખ ટન તુવેર દાળ આયાત માટે ટૂંક સમયમાં લાયસન્સ જાહેર કરવામાં આવશે.

સરકાર કરશે તપાસ

કન્સ્યૂમર અફેર્સ સચિવ અવિનાશ શ્રીવાસ્તવે CNBC આવાજના સંવાદદાતા અસીમ મનચંદાને જણાવ્યું કે દેશમાં તુવેરની દાળ પૂરતી માત્રામાં છે. હાલમાં લગભગ 14 લાખ ટનનો બફર સ્ટોક છે. તેમ છતાંય કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ વહેલી તકે કરાવવામાં આવશે.

તુવેર દાળ કેમ થઈ રહી છે મોંઘી?

એક્સપર્ટ્સનું કહેવું છે કે ડિમાન્ડ વધવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તુવેર દાળના ભાવ વધ્યા છે. સાથોસાથ, દુનિયાના મોટા તુવેર દાળ ઉત્પાદક અનેક દેશોમાં પણ ઉત્પાદન ઘટ્યા બાદ કિંમતોમાં તેજી આવી છે. ભારત મ્યાનમારથી તુવેરની દાળ ખરીદે છે. આ પહેલા વર્ષ 2015માં પહેલીવાર ભાવ 200 રુપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો હતો. ભારત ઉપરાંત મ્યાનમાર અને કેટલાક આફ્રિકન દેશોમાં જ તુવેર દાળ પાકે છે.
Loading...

આ પણ વાંચો, ખેડૂતોની આવક ડબલ કરવાનો મોદી સરકારનો નવો પ્લાન, આ નિયમમાં મળશે રાહત

એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના આંકડા જણાવે છે કે ગયા વર્ષે દેશમાં તુવેરની દાળનું 40 લાખ ટનથી વધુનું ઉત્પાદન થયું હતું. બીજી તરફ, આ વર્ષે તે 35 લાખ ટનની નજીક છે.

અગાઉની ખરીફ સીઝનમાં તુવેર દાળની વાવણી ઓછી થઈ હતી. આ ઉપરાંત સરકારે દાળોની આયાત પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી રાખ્યા છે. આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતાથી ભાવ વધ્યા છે. ઓલ ઈન્ડિયા દાલ મિલર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ સુરેશ અગ્રવાલનું કહેવું છે કે બે મહિનામાં ઈમ્પોર્ટેડ દાળ ભારતમાં આવી જશે. જો આયાતમાં મોડું થશે તો દાળોના ભાવ વધુ ઉપર જશે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...