Home /News /business /શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

આઈપીઓ

5 Things To Know Before Investing in IPO: આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અને આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ.

  મુંબઈ. કોરોના મહામારી (Corona Pandemic) હોવા છતા આ વર્ષે આઇપીઓ માર્કેટ (IPO markets)માં ધૂમ છે. તાજેતરમાં અનેક આઈપીઓ આવ્યા છે. જેમાંથી મોટાભાગના આઈપીઓ સારા પ્રીમિયમ સાથે લિસ્ટ પણ થયા છે. જોકે, આજે (18 નવેમ્બર)ના રોજ શેર બજાર પર લિસ્ટ થયેલા પેટીએમના આઈપીઓ (Paytm IPO listing)એ રોકાણકારોને નિરાશ કર્યાં છે. પેટીએમના આઈપીઓનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું છે. એટલું જ નહીં, લિસ્ટિંગ બાદ પણ પેટીએમના શેરમાં કડાકો બોલી ગયો છે. આઈપીઓના નબળા લિસ્ટિંગ બાદ ફરીથી એકવાર ફક્ત બ્રાન્ડ નામ જોઈને કંપનીમાં રોકાણ ન કરવાની વાત ઉઠી છે. એક રિટેલ રોકાણકારે આઈપીઓમાં રોકાણ કરતી વખતે કેટલિક વિગતો તપાસવી (5 things to know before investing in IPO) જોઈએ. આઇપીઓમાં રોકાણ (Investment in IPO) કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે કઇ વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. એક વાત યાદ રાખો કે આઈપીઓમાં જેટલો ફાયદો થવાની શક્યતા છે એટલી જ શક્યતા નુકસાનની પણ રહેલી છે.

  આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અને આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ. તેનાથી કંપનીનો ગ્રોથ ભવિષ્યમાં કેવો રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. કોઇ પણ આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમે રોકાણ કરેલી રકમથી નફો કમાઇ શકો છો.

  IPO ભરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

  1) લાંબા ગાળાનો લાભ જોઈએ છે કે લિસ્ટિંગ ગેન?

  કોઈપણ આઇપીઓને સબ્સ્ક્રાઇબ કરતા પહેલા એક રોકાણકાર તરીકે પહેલા જ નક્કી કરી લો કે તમે તેના પર લિસ્ટિંગ ગેઈનનો ફાયદો લેવા માંગો છો કે તેમાં લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. ક્યારેક અમુક શેરોના કેસમાં એવું થાય છે કે, લિસ્ટિંગ ગેઈન ખૂબ વધુ મળે છે, પરંતુ જરૂરી નથી કે આગળ જતા પણ તેમાં તેજી જળવાઇ રહે.

  2) કંપની નાણાનો ઉપયોગ કઈ રીતે કરશે?

  આઇપીઓ માટે ફાઇલિંગ કરતી સમયે કંપની પ્રોસ્પક્ટમાં તેની જાણકારી પણ આપે છે કે, આઇપીઓ દ્વારા એકઠા કરાયેલા ફંડનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. તે ધ્યાન રાખો કે કંપની પોતાનું દેણું ચૂકવવા માટે ફંડ એકઠું કરી રહી છે કે પોતાની ક્ષમતાને વધારવા માટે. સામાન્ય રીતે જો કંપની પોતાની કેપેસિટી વધારવા માટે ફંડ એકઠું કરી રહી છે, તો તેના ગ્રોથની સંભાવના વધુ હોય છે.

  આ પણ વાંચો: Paytm Shares: ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ બાદ Paytmનો શેર 24% તૂટ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

  3) કોઈનાથી પ્રભાવિત થયા વગર કરો નિર્ણય

  જો કોઇ કંપનીનો આઇપીઓ ખુલી રહ્યો છે, તેમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દમાનીની ભાગીદારી છે તો રોકાણકારો તેના પ્રત્ય વધુ આકર્ષિત થાય છે. તેમની ભાગીદારીથી પ્રભાવિત થઈને રોકાણનો નિર્ણય ન લેવો જોઇએ. પરંતુ કંપનીના તમામ પ્રમોટર વિશે પણ જરૂરી જાણકારી મેળવવી જોઇએ.

  4) બીજી કંપની સાથે સરખામણી કરો

  આઇપીઓ માટે કંપનીનું વેલ્યુએશન કેટલું નક્કી થયું છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેની ઇન્ડસ્ટ્રીમાં સામેલ અન્ય કંપનીઓની તુલના પણ અવશ્ય કરવી જોઇએ. જે કંપનીની આઇપીઓ સબ્સસ્ક્રીપ્શન ઓફર આવી છે, તેનો P/E(પ્રાઇઝ ટૂ અર્નિંગ્સ) રેશિયો, P/B(પ્રાઇઝ ટૂ બૂક) રેશિયો, D/E(ડેટ ટૂ અર્નિંગ્સ) રેશિયો જરૂર તપાસી લેવો. તે જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. જોકે દરેક ઇન્ડસ્ટ્રી માટે તેના માપદંડો અલગ છે કે આ રેશિયો કેટલો હોવો જોઇએ.

  આ પણ વાંચો: Sapphire Foods listing: સેફાયર ફૂડ્સનો શેર 11%ના પ્રીમિયમ પર લિસ્ટ, લિસ્ટિંગ બાદ કિંમતમાં ઘટાડો

  5) કંપનીના ફન્ડામેન્ટલ પર આપો ધ્યાન

  ઘણા ટ્રેડર્સ/રોકાણકાર કોઇ પણ આઇપીઓ માટે સબ્સક્રાઇબ કરતા પહેલા ગ્રે માર્કેટના પરીણામ તપાસે છે. તેનાથી તેમને આઇપીઓ સબ્સક્રીપ્શન માટે નક્કી કરાયેલ કિંમત પર કેટલો નફો મળી શકે છે, તેનો અંદાજ લગાવે છે. જોકે આ રણનિતી માત્ર ઓછા સમય માટે કરાયેલા રોકાણ માટે અસરકારક સાબિત થઇ શકે છે, પરંતુ જો લાંબા સમય માટે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો તેનો નિર્ણય કંપનીના ફંડામેન્ટલના આધાર પર લેવો જોઇએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Paytm, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन