Home /News /business /Bank Account: શું તમારું બચત ખાતું પણ કોઈ એક જ બેંકમાં છે? શા માટે આ નિર્ણય સમજદારીભર્યો નથી?
Bank Account: શું તમારું બચત ખાતું પણ કોઈ એક જ બેંકમાં છે? શા માટે આ નિર્ણય સમજદારીભર્યો નથી?
પ્રતિકાત્મક તસવીર
Bank Account: મોટાભાગના લોકો એક જ બચત ખાતાનો ઉપયોગ તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરે છે. તેઓ ઇએમઆઈ ભરવા માટે, વીમાનો હપ્તો જમા કરવા માટે, વીજળી બિલ ચૂકવવા માટે અને ઓનલાઇન શૉપિંગ માટે એક જ બચત ખાતાનો ઉપયોગ કરે છે.
નવી દિલ્હી: બેંક (Bank)એક આપણા જીવનની મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે. હવે ઑનલાઇન (Online Banking) તેમજ મોબાઇલ બેન્કિંગ (Mobile Banking)ની સુવિધાથી બેન્કિંગનું કામ ખૂબ જ સરળ બની ગયું છે. હવે અનેક કામ માટે પહેલા જેમ બ્રાંચ (Bank branch)ના ધક્કા ખાવા પડતા હતા તેનાથી મુક્તિ મળી ગઈ છે. આ જ કારણ છે કે ઑનલાઇન અને મોબાઇલ બેન્કિંગ ખૂબ જ પ્રચલિત બન્યા છે.
પરંતુ શું તમે આજની હાડમારીવાળી જિંદગીમાં ક્યારેય વિચાર્યું છે કે તમે બેંક ખાતું કે સેવિંગ ખાતાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? કારણ કે બચત ખાતા (Savings account)નો ઉપયોગ કરતી વખતે લોકો અનેક ભૂલો કરતા હોય છે. આ ભૂલ જોવામાં તો નાની લાગે છે પરંતુ તેની અસર ખૂબ મોટી પડી શકે છે. એટલે કે તમને આર્થિક રીતે મોટું નુકસાન થઈ શકે છે. લોકો બચત ખાતા સાથે જે ભૂલો કરતા હોય છે તેના વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે. આવી જ અમુક ભૂલો વિશે માહિતી મેળવીએ.
તમામ જરૂરિયાત માટે એક જ બચત ખાતું
મોટાભાગના લોકો એક જ બચત ખાતાનો ઉપયોગ તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરે છે. તેઓ ઇએમઆઈ ભરવા માટે, વીમાનો હપ્તો જમા કરવા માટે, વીજળી બિલ ચૂકવવા માટે અને ઓનલાઇન શૉપિંગ માટે એક જ બચત ખાતાનો ઉપયોગ કરે છે. આ કેસમાં પોતાના ખર્ચ પર નજર રાખવાનું કામ મુશ્કેલ બની જાય છે. તેનાથી ખબર નથી પડતી કે કેટલો ખર્ચ થઈ રહ્યો છે. આથી તમારી તમામ જરૂરિયાતો માટે એક જ સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ કરવાને બદલે ઓછામાં ઓછા બે એકાઉન્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે લોકો એક જ બચત ખાતામાં પોતાની તમામ બચત રાખે છે. આજકાલ સાઇબર ફ્રોડ વધી રહ્યા છે. આથી જો તમે કોઈ રીતે સાઇબર ફ્રોડનો શિકાર થશો તો તમારા એક જ બચત ખાતામાં રાખેલા તમામ રકમ સાફ થઈ જવાનું જોખમ રહે છે. આથી એક જ બચત ખાતામાં તમામ રકમ રાખવી સમજદારીનું કામ નથી. આ જ કારણે તમારી પરસેવાની કમાણી કોઈના હાથમાં ન લાગી જાય તે માટે તેને અલગ અલગ બચત ખાતામાં રાખવી જરૂરી છે.
જો તમારું બચત ખાતું એક જ બેંકમાં છે તો તમારી તે બેંક પર નિર્ભરતા વધી જશે. એવામાં જો બેંક કોઈ સુવિધા નથી આપતી તો તમને પણ તે સુવિધાનો લાભ નહીં મળે, આનાથી તમને ક્યારેક સમસ્યા પણ આવી શકે છે. આથી જો તમારું બચત ખાતું અલગ અલગ બેંકોમાં હોય તો તમે વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકો છો. જો કોઈ બેંક હડતાલ કે કોઈ અન્ય કારણે બંધ રહે તો તમે બીજી બેંકમાંથી તમારું કામ કરી શકો છો, એટલે કે તમે બીજા બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર