Home /News /business /શું તમે પર્સનલ લોન માટે અરજી કરી રહ્યાં છો? CIBIL સ્કોર કેવી રીતે તપાસવો તે જાણી લો

શું તમે પર્સનલ લોન માટે અરજી કરી રહ્યાં છો? CIBIL સ્કોર કેવી રીતે તપાસવો તે જાણી લો

ક્રેડિટ સ્કોર

ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ અથવા CIBIL ક્રેડિટ રિપોર્ટ્સ અને પર્સનલ સ્કોર્સ પૂરી પડતી ટોચની એજન્સી છે. CIBIL સ્કોર એ ત્રણ-અંકનો નંબર છે, જે વ્યક્તિની કેટલી ક્રેડિટ લઈ શકે તેની પાત્રતાને દર્શાવે છે અને લોન માટે અરજી કરતી વખતે ઉપયોગી થાય છે.

વધુ જુઓ ...
    ઘણી બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ અનસિક્યોર્ડ પર્સનલ લોન (Unsecured personal loan) આપે છે, જેનો અર્થ છે કે તમારે લોન મેળવવા માટે કોઈ બાંહેધરી (collateral) રજૂ કરવાની જરૂર નથી. તમારી લોન અરજી મંજૂર કરવા માટે ધિરાણ કરનાર તમારી ક્રેડિટ પાત્રતા તપાસે છે. લોન અરજદારની ક્રેડિટ પાત્રતા CIBIL સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે, CIBIL સ્કોર 300 અને 900 ની વચ્ચે હોય છે.

    ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ અથવા CIBIL ક્રેડિટ રિપોર્ટ્સ અને પર્સનલ સ્કોર્સ પૂરી પડતી ટોચની એજન્સી છે. CIBIL સ્કોર એ ત્રણ-અંકનો નંબર છે, જે વ્યક્તિની કેટલી ક્રેડિટ લઈ શકે તેની પાત્રતાને દર્શાવે છે અને લોન માટે અરજી કરતી વખતે ઉપયોગી થાય છે. CIBIL સારો હોય તો તમે લોન ચૂકવવા માટે આર્થિક રીતે સક્ષમ છો તેમ સમજાય છે. આ સાથે સારો CIBIL સ્કોર તમને સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મેળવવામાં મદદ કરે છે. તમે મોટી લોન પણ મેળવી શકો છો.

    આ પણ વાંચો -LICનો આ પ્લાન તમારા માટે બની શકે છે ખાસ, 5 હજારના રોકાણની સામે મેળવી શકો છો 65 લાખ

    CIBIL સ્કોર ઑનલાઇન કેવી રીતે તપાસી શકાય?


    તમારા CIBIL સ્કોર મફતમાં અથવા મેમ્બરશિપ લઈને તપાસવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ ઉપલબ્ધ છે. ઓફિશિયલ CIBIL વેબસાઇટ દ્વારા સ્કોર કઈ રીતે જાણી શકાય તે અંગે અહીં જાણકારી અપાઈ છે.

    સ્ટેપ 1 : www.cibil.com પર ઓફિશિયલ CIBIL વેબસાઇટની મુલાકાત લો.

    સ્ટેપ 2 : હોમ પેજ પર દર્શાવેલ 'Get Your Free CIBIL Score' પર ક્લિક કરો.

    સ્ટેપ 3 : હવે તમારું નામ, ઇમેઇલ ID જેવી તમારી વ્યક્તિગત વિગતો ઉમેરો, તમારું ID પ્રૂફ (પાસપોર્ટ નંબર, પાન કાર્ડ, આધાર અથવા મતદાર ID) સિલેકટ કરો. પછી તમારે તમારો પિન કોડ, જન્મ તારીખ અને ફોન નંબર દાખલ કરવાનો રહેશે.

    સ્ટેપ 4 : બધી વિગતો સબમિટ કર્યા પછી accept and continue પર ક્લિક કરો.

    સ્ટેપ 5 : તમે આપેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો અને continue પર ક્લિક કરો.

    સ્ટેપ 6 : you have successfully enrolled તરીકે એક મેસેજ દેખાશે. પછી go to dashboard પર ક્લિક કરો.

    સ્ટેપ 7 : તમારો CIBIL સ્કોર સ્ક્રીન પર દેખાશે.

    તમારા અંગત ડેટાને થર્ડ પાર્ટી સાથે શેર કરવાનું ટાળવા માટે સ્ટેપ્સની વચ્ચે દેખાતા પોપ-અપ્સ પર ‘નો થેંક્સ’ અથવા ‘ક્રોસ’ બટન પર ક્લિક કરવું હિતાવહ છે.

    આ પણ વાંચો -જાણી લો આધારકાર્ડના દુરુપયોગને લઇને UIDAIએ શું કહ્યુ

    પર્સનલ લોન લેવા માટે સારો CIBIL સ્કોર શા માટે જરૂરી છે?


    CIBIL સ્કોર 300-900ની રેન્જમાં આપવામાં આવે છે. આમ, CIBIL સ્કોર 900ની નજીક હોય તો આદર્શ કહેવાય. તે તમને લોન અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારી ડીલ મેળવવામાં મદદ કરે છે. 750થી 850 અને તેથી વધુનો CIBIL સ્કોર પણ આદર્શ માનવામાં આવે છે. આવા સ્કોરમાં લોન સરળતાથી મળી શકે છે.
    First published:

    Tags: Bank loan, Business news બિઝનેસ ન્યુઝ

    विज्ञापन