આ ઉનાળામાં AC કે ફ્રીજ ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા લોન માટેના કેટલાક વિકલ્પ

આ ઉનાળામાં AC કે ફ્રીજ ખરીદવાનું વિચારી રહ્યા છો? આ રહ્યા લોન માટેના કેટલાક વિકલ્પ
પ્રતીકાત્મક તસવીર.

જો તમે આ પ્રકારની ઈલેક્ટ્રિકલ આઈટમ ઉનાળામાં ખરીદો છો તો ભાગ્યે જ તમને ડિસ્કાઉન્ટ (Discount) મળી શકે છે. ઉનાળાને કારણે અત્યારે એસી અને ફ્રીજની માંગ વધી રહી છે.

  • Share this:
મુંબઈ: સામાન્ય રીતે લોકો ઉનાળા (Summer 2021)માં જ એસી (Air conditioner) અને ફ્રીજ (Refrigerator) ખરીદતા હોય છે, જેથી ગરમીથી રાહત મળી શકે. પરંતુ જો તમે આ પ્રકારની ઈલેક્ટ્રિકલ આઈટમ ઉનાળામાં ખરીદો છો તો ભાગ્યે જ તમને ડિસ્કાઉન્ટ (Discount) મળી શકે છે. ઉનાળાને કારણે અત્યારે એસી અને ફ્રીજની માંગ વધી રહી છે. ઉપરાંત કોરોનાને કારણે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. અહીં તમારી સામે એસી અને ફ્રrજ ખરીદવા માટે કેટલાક લોનના વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે.

પર્સનલ લોનપર્સનલ લોન સૌથી સારો વિકલ્પ છે. જેના પર વાર્ષિક 9થી 16 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. પર્સનલ લોન અરજદારના ક્રેડિટ સ્કોર, માસિક આવક અને તેની જોબ પ્રોફાઈલ પર આપવામાં આવે છે. પર્સનલ લોન સરળતાથી 30 લાખ સુધીની મળી શકે છે. જે 1થી 5 વર્ષમાં ચૂકવવાની રહે છે. તેમજ કેટલીક બેન્ક પર્સનલ લોન માટે સાત વર્ષનો પણ સમય આપે છે.

આ પણ વાંચો: જમાઈએ સાસુ-સસરા, પત્ની અને સાળીને માછલીમાં ભેળવીને ખવડાવી દીધું ઝેર, ત્રણ લોકોનાં મોત

ક્રેડિટ કાર્ડ EMIs

ઘણા વેપારીઓ, ઈ-કોમર્સ વેબસાઈટ, રિટેલર્સ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂઅર્સ સાથે ટાઈઅપ કરે છે. ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરવા પર એક્સક્લુઝીવ ડિસ્કાઉન્ટ અને EMIનો લાભ આપે કરે છે. જ્યારે કેટલાક કાર્ડ ઈશ્યૂઅર વેપારી અને ઉત્પાદનકર્તા સાથે ટાઈઅપ કરે છે. જેમાં ખરીદકર્તાએ માત્ર ખરીદ કિંમત EMI રૂપે ચૂકવવાની રહે છે. તેમજ કેટલાક ક્રેડિટ કાર્ડ ઈશ્યૂઅર નો-કોસ્ટ EMIથી ખરીદી કરવા માટે પણ ડિસ્કાઉન્ટ આપે છે.

આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!

કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન

કેટલાક ઉત્પાદનકર્તા NBFCs અને બેન્ક સાથે ટાઈઅપ કરે છે. જેમાં ગ્રાહકોને ઓફલાઈન સ્ટોર પરથી ખરીદી કરવા પર નો-કોસ્ટ EMIનો વિકલ્પ આપવામાં આવે છે. જેમાં ગ્રાહકે પ્રોડક્ટની મૂળકિંમત 6, 9 અથવા 12 સરખા હપ્તામાં ચૂકવવાની રહે છે અને વ્યાજ ચૂકવવાનું રહેતું નથી. કેટલીક કંપનીઓ તેમાં કેશબેકનો વિકલ્પ પણ આપે કરે છે. આ સ્કીમ જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી તેમના માટે યોગ્ય છે.

ક્રેડિટ કાર્ડ પર લોન

ક્રેડિટ કાર્ડ હોલ્ડરની પહેલાની બિલ ચૂકવણીના આધાર પર લોન આપવામાં આવે છે. જેમાં ઓછા સમયમાં ચૂકવણી કરવા પર લોન આપવામાં આવે છે. જેમાં 6 મહિના અને પાંચ વર્ષની અંદર લોન ચૂકવવા માટેનો સમય આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડની પ્રોફાઈલની પસંદગી કરવા પર તેના પર 15 ટકા વ્યાજથી શરૂઆત થાય છે. ક્રેડિટ કાર્ડ પર લોન તે ખરીદકર્તા માટે અંતિમ વિકલ્પ હોવો જોઈએ.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 15:56 IST