મુંબઈ. SBI Platinum Current Account: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India (SBI) દ્વારા તેના ગ્રાહકોને શાનદાર લાભ આપવામાં આવી રહ્યો છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો નાનો કે મોટો બિઝનેસ ચાલુ કરવા માટે પ્રયત્ન (Start news business) કરતો હોય છે, પણ કેટલીક વખત જાણકારીના અભાવમાં શ્રેષ્ઠ લાભઓ મેળવવાથી ચૂકી જાય છે. ત્યારે એસબીઆઈ પોતાના ગ્રાહકોને પ્લેટિનમ કરંટ અકાઉન્ટ (Platinum Current Account) સાથે કેટલાક લાભ આપી રહી છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રાહકો એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ SBI at sbi.co.in પર લોગીન કરી શકે છે. એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ (SBI official website) મુજબ, પ્લેટિનમ કરંટ એકાઉન્ટ એવા ગ્રાહકો માટે છે જેઓ પોતાના માટે તેમજ પોતાના બિઝનેસ માટે બેસ્ટ પ્રોડક્શન ઈચ્છે છે.
તાજેતરમાં, SBI એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી SBI પ્લેટિનમ કરંટ એકાઉન્ટના ફાયદા વિશે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં જણાવ્યું હતું કે, "SBI કરંટ એકાઉન્ટ સાથે તમારા વ્યવસાયને સફળતા તરફ આગળ વધારે છે. અત્યારે જ તમારું ખાતું ખોલો અને લાભોનો આનંદ માણો! વધુ વિગતો માટે: sbi.co.in/web/business/sme/current-accounts વિઝિટ કરો.
અનેક સેવા સામેલ
એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ મુજબ, પ્લેટિનમ કરંટ એકાઉન્ટ એવા ગ્રાહકો માટે છે જેઓ પોતાના માટે તેમજ પોતાના બિઝનેસ માટે બેસ્ટ પ્રોડક્શન ઈચ્છે છે. આ કરંટ ખાતાની તમામ મુખ્ય સેવાઓમાં અનલિમિટેડ મેજર સર્વિસ સામેલ કરે છે જેથી મોટા આર્થિક વ્યવહારો કરતાં ઉદ્યોગપતિઓ, ટોચના ટ્રેડર્સ અને વેપારીઓ અને દેશભરમાં કાર્યરત અન્ય લોકોને અનુકૂળતા મળે છે અને તે સસ્તું બની જાય.