Home /News /business /IPO News: રોકાણકારો માટે કમાણીની તક, 9 નવેમ્બરે ખુલશે આર્કિયન કેમિકલનો IPO

IPO News: રોકાણકારો માટે કમાણીની તક, 9 નવેમ્બરે ખુલશે આર્કિયન કેમિકલનો IPO

9 નવેમ્બરે ખુલશે આ કંપનીઓ IPO

IPO News:કંપનીએ તેના 1,462 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 386-407 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. કંપનીએ જણાવ્યુ કે, આરંભિર શેર વેચાણ 9 નવેમ્બરે ખુલીને 11 નવેમ્બરે બંધ થઈ જશે. એન્કર રોકાણકાર 7 નવેમ્બરે શેરો માટે બોલી લગાવી શકશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ શેરબજારમાં આગામી સપ્તાહે રોકાણકારોને કમાણીની હુજ એક તક મળવાની છે. વાસ્તવમાં, સ્પેશિયાલિટી મરીન કેમિકલ મેન્યુફેક્ચર આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ તેનો IPO લાવવા જઈ રહી છે. કંપનીએ ગુરુવારે આ વિશે જાણકારી આપી છે.

    કંપનીએ તેના 1,462 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 386-407 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. કંપનીએ જણાવ્યુ કે, આરંભિર શેર વેચાણ 9 નવેમ્બરે ખુલીને 11 નવેમ્બરે બંધ થઈ જશે. એન્કર રોકાણકાર 7 નવેમ્બરે શેરો માટે બોલી લગાવી શકશે.

    805 કરોડના નવા શેર જારી થશે


    IPOમાં 805 કરોડના નવા શેર જારી થશે. જ્યારે રિસર્જન્સ ફંડ સહિત કંપનીના પ્રમોટર અને રોકાણકાર 1.61 કરોડ શેરોની ઓફર ફોર સેલ લાવશે.

    આ પણ વાંચોઃ એક અંદાજ મુજબ ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, માથાદીઠ આવક પણ વધશે

    IPOથી 1,462.3 કરોડ રૂપિયા મેળવવાની આશા


    આઈપીઓ દ્વારા 1,462.3 કરોડ રૂપિયા એકત્રિત કરવાની આશા છે. કંપનીએ જણાવ્યુ કે, 75 ટકા ઈશ્યૂ લાયક સંસ્થાગત રોકાણકારો માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે, 15 ટકા બિન-સંસ્થાગત રોકાણકારો અને બાકીના 10 ટકા રિટેલ રોકાણકરો માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ શું તમે હાલમાં જ કાર ખરીદી છે કે ખરીદવાના છો? તો આ રીતે વીમાનું પ્રીમિયમ ઓછું કરો

    જાણો કંપની વિશે


    આર્કિયન બ્રોમાઈન, ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટ અને સલ્ફેટનું ઉત્પાદન કરે છે અને દુનિયાભારના ગ્રાહકોને તેની નિકાસ કરે છે. તે તેની પ્રોડક્ટસનું ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં કરે છે. કંપની ગુજરાતના ગુજરાતના કિનારા પર સ્થિત કચ્છના રણમાં તેના મીઠાનાં ભંડારમાંથી પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં હાજીપીરની પાસે તેની સુવિધામાં મેન્યુપેક્ચરિંગ કરે છે.


    SME સેક્ટરના IPO માં તેજી


    નોંધનીય છે કે, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ સેક્ટરના આઈપીઓમાં રોકાણકારોએ રસ દાખવ્યો છે. આ વર્ષે પહેલા 9 મહિનામાં 87 વિવિધ એમએસઈએ આઈપીઓ દ્વારા 1,460 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ આઈપીઓના મજબૂત પ્રદર્શનથી રોકાણકારો વધારે આકર્ષિત થઈ રહ્યા છે. એસએમઈ ઈન્ડસ્ટ્રીના આંકડા જણાવે છે કે, આ રકમ તે 56 કંપનીઓના આઈપીઓના પ્રમાણમાં ઘણી વધારે છે, જેણે 2021માં શેર વેચાણ દ્વારા 783 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन