Home /News /business /Archean Chemical IPO: આજે 9 નવેમ્બરે ખૂલશે, ભરતાં પહેલા જોઈ લો શું છે GMPના સંકેતો

Archean Chemical IPO: આજે 9 નવેમ્બરે ખૂલશે, ભરતાં પહેલા જોઈ લો શું છે GMPના સંકેતો

આર્કિયન કેમિકલ્સનો આઈપીઓ આજે ખૂલી રહ્યો છે. બ્રોકરેજ હાઉસ પાસેથી જાણો તમારે રુપિયા લગાવાય કે નહીં.

Archean Chemical IPO: સ્પેશિયાલિટી મરીન કેમિકલ કંપની Archean Chemical Industriesનો આઈપીઓ ખૂલતા પહેલા કંપનીએ એંકર રોકાણકારો પાસેથી 658 કરોડ રુપિયા ભેગા કરી લીધા છે. તેવામાં રિટેલ રોકાણકાર તરીકે તમારે શું કરાય આ કંપનીનો આઈપીઓ ભરાય કે નહીં, ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિતના સંકેતો પરથી જાણો.

વધુ જુઓ ...
  મુંબઈઃ સ્પેશિયાલિટી કેમિકલ કંપની Archean Chemical Industriesએ આઈપીઓ ખૂલતાં પહેલા એંકર રોકાણકારો પાસેથી 658 કરોડ રુપિયાનું ફંડ એકઠું કરી લીધું છે. કુલ 1462.3 કરોડ રુપિયાનો આ આઈપીઓ 9 નવેમ્બરે ખૂલશે અને એંકર રોકાણકારો માટે તે 7 નવેમ્બરે ખૂલ્યો હતો. કંપનીએ બીએસઈ ફાઈલિંગમાં આ અંગે જાણકારી આપી છે. તેમના મુજબ કંપનીએ એંકર રોકાણકારોને 407 રુપિયા પ્રતિ શેરના ભાવે 1.61 કરોડ રુપિયાના ઈક્વિટી શેર આપવામાં આવ્યા છે.

  બીએસઈ ફાઇલિંગ મુજબ એંકર બુક મારફત 42 જેટલા રોકાણકારોએ શેરની ખરીદી કરી છે. જેમાં એસબીઆઈ મ્ચુચ્યુઅલ ફંડ, નિપ્પન લાઈપ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડમેન સેક્સ, ડીએસપી સ્મોલ કેપ ફંડ, અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કોટક મ્યુચ્યુઅલ ફંડ, ગવર્નમેન્ટ પેન્શન એન્ડ ગ્લોબલ અને ટાટા મ્ચુચ્યુઅલ ફંડ સહિતના રોકાણકારો સામેલ છે.

  આ  પણ વાંચોઃ DCX Systems IPOમાં એલોટમેન્ટ થયું, શું તમને લાગ્યા છે શેર? GMPમાં જબરો ઉછાળો

  IPOની ડિટેઇલ્સ


  Archean Chemical IPO બજારમાં સબ્સક્રિપ્શન માટે 9થી 11 નવેમ્બર વચ્ચે ખૂલો રહેશે. 1462.3 કરોડના આ આઈપીઓમાં 805 કરોડના નવા શેર રજૂ કરવામાં આવશે જ્યારે 1.61 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ અંતર્ગત વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. આ ઈશ્યુ માટે પ્રાઈસ બેન્ડ 387-407 રુપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે અને આઈપીઓની લોટની સાઇઝ 36 રહેશે.

  આ આઈપીઓનો 75 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે 15 ટકા અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ્ડ છે. શેરનું એલોટમેન્ટ 16 નવેમ્બર અને બજારમાં લિસ્ટિંગ 21 નવેમ્બરના દિવસે થવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

  કંપની નવા શેરના વેચાણ મારફત ભેગા થયેલા ફંડનો ઉપયોગ કંપની એનસીડી (નોન કન્વર્ટિબલ રિડેમ્પશન)ના રિડેમ્પશન અથવા સમય પહેલા રિડેમ્પશન માટે કરવામાં આવશે. આ ઉપરાંત તેનો ઉપયોગ જનરલ કોર્પોરેટ ઉદેશ્યોને પૂરા કરવા માટે કરવામાં આવશે. આ શેરની ફેસ વેલ્યુ 2 રુપિયા છે.

  ગ્રે માર્કેટથી શું મળી રહ્યા છે સંકેત


  Archean Chemical ના શેરની ગ્રે માર્કેટમાં સ્થિતિ અંગે વાત કરીએ તો હાલ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. તેના શેર 60 રુપિયાના જીએમપી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જોકે જાણકારો મુજબ કોઈપણ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા ફક્ત જીએમપીના આધારે નિર્ણય લેવો જોઈએ નહીં. તમારે કંપનીના ફંડામેન્ટલ્સ, તેના મેનેજમેન્ટ અને આર્થિક લેખાજોખાને જોઈને નિર્ણય કરવો જોઈએ.

  આ પણ વાંચોઃ સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

  કંપની અંગે ડિટેલ્સ


  નાણાકીય વર્ષ 2021માં બ્રોમીન અને ઇન્ડસ્ટ્રિયલ મીઠુ નિકાસ કરતી દેશની સૌથી મોટી કંપની બની હતી. આ કંપની સ્પેશિયાલિટી મરીન કેમિકલ બનાવે છે. જે દુનિયાભરમાં બ્રોમીન, ઔદ્યોગિક મીઠુ અને પોટાશ સલ્ફેટની નિકાસ કરે છે. કંપનિના દેશમાં 42 ગ્રાહકો અને વિદેશોમાં 18 ગ્રાહકો છે. આમ કંપનીની ઓર્ડર બૂક મજબૂત છે.

  બ્રોકરેજ હાઉસની સલાહ


  મોટાભાગના બ્રોકરેજ હાઉસે આ આઈપીઓને ભરવાને પોઝિટિવ સંકેતો આપ્યા છે. તેમણે રોકાણ કરવાની સલાહ આપી છે. જોકે કેટલાક બ્રોકરેજ હાઉસે આ આઈપીઓમાં સાવધાન રહીને રોકાણ કરવા માટે જણાવ્યું છે. રિલાયન્સ સિક્યોરિટિઝના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવકના આધારે તેનું વેલ્યુએશન 26.5x P/E બેસે છે. જે તેના સેગમેન્ટની અન્ય હરીફ કંપનીઓ કરતાં ડિસ્કાઉન્ટ પર છે.

  આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

  રિલાયન્સ સિક્યોરિટીઝે આ આઈપીઓને સબ્સક્રાઈબ કરવાની સલાહ આપી છે. કંપની લીડિંગ માર્કેટ પોઝિશન, ઇન્ટિગ્રેટેડ પ્રોડક્શન, ઓછું રોકાણ, સતત મજબૂત આર્થિક પ્રદર્શન, અનુભવી મેનેજમેન્ટ અને આકર્ષક વેલ્યુએશનને જોતા આ સલાહ આપવામાં આવી છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment tips, IPO News, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन