Home /News /business /Archean Chemical IPO ને ગ્રે માર્કેટમાથી મળી રહ્યા છે શાનદાર સંકેત, જાણો કેટલા પર થઈ શકે લિસ્ટ?

Archean Chemical IPO ને ગ્રે માર્કેટમાથી મળી રહ્યા છે શાનદાર સંકેત, જાણો કેટલા પર થઈ શકે લિસ્ટ?

આર્કિયન કેમિકલ કંપનીનો આઈપીઓ 9 નવેમ્બરના રોજ ખુલ્યો હતો

Archean Chemical IPO: આર્કિયન કેમિકલ કંપનીનો આઈપીઓ 9 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 16 નવેમ્બરના રોજ બંધ થયો હતો. શુક્રાવારે આ શેરનો GMP 66 રૂપિયા હતો. શનિવારે 14 રૂપિયા વધીને તે 80 રૂપિયા પહોંચી ગયો છે

    નવી દિલ્હીઃ આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ 11 નવેમ્બરના રોજ શુક્રવારે બંધ થઈ ગયો છે. 1462.31 કરોડ રૂપિયાના આ આઈપીઓને 32.23 ગણી વધુ બિડ મળી. આ આઈપીઓનો ક્યૂઆઈબી માટે આરક્ષિત ભાગ 48.91 ગણો સબસ્ક્રાઈબ થયો છે. રિટેલ બિડર્સ માટે આરક્ષિત ભાગને 9.96 ગણી બિડ મળી. બિડ બંધ થયા બાદ તેને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે.

    ગ્રે માર્કેટમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે

    શુક્રાવારે આ શેરનો GMP 66 રૂપિયા હતો. શનિવારે 14 રૂપિયા વધીને તે 80 રૂપિયા પહોંચી ગયો છે. જાણકારો પ્રમાણે, શેર માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટના વચ્ચે આર્કિયન કેમિકલને ગ્રે માર્કેટમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેમનું કહેવુ છે કે, જો બજારમાં બુલ રન જારી રહશે તો, તેના શેરનો GMP હજી પણ ઉપર જઈ શકે છે.

    આ પણ વાંચોઃ ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

    કેટલા પર લિસ્ટ થઈ શકે છે શેર?

    આજના જીએમપીને ઈશ્યૂ કિંમતના ઉપરી હિસ્સા પર આધાર બનાવીને ગણના કરીએ તો, તેનો શેર 487ની નજીક લિસ્ટ થઈ શકે છે. નોંધનીય છે કે, આઈપીઓની ઈશ્યૂ કિંમત 386-407 રૂપિયા હતી. શેરનો જીએમપી હાલ ઈશ્યૂ પ્રાઈસના ઉપલા બેન્ડ કરતા લગભગ 20 ટકા ઉપર ટ્રેડ કરે છે. તેના શેરનું અલોટમેન્ટ 16 નવેમ્બરે થઈ શકે છે.

    આ પણ વાંચોઃ માત્ર બે જ દિવસમાં ઓવરસબસ્ક્રાઈબ થયો, જાણી લો એક્સપર્ટ પાસેથી; હજુ રોકાણ કરાય કે નહિ


    શું હોય છે GMP

    શેરના લિસ્ટ થવા પહેલા અનૌપચારિક રૂપથી બજારમાં શેરોની કિંમતનો અંદાજ લગાવવામાં આવે છે. એક્સપર્ટ, રોકાણકાર તેમજ બજાર જાણકારો વચ્ચે આ મૂલ્યની ચર્ચા થાય છે. ધ્યાન રાખો કે બધી જ બાબતો અનૌપચારિક હોય છે. ગ્રે માર્કેટ પ્રીમિયમને કોઈ સત્તા નિયમન કરતી નથી. એટલા માટે તેના આધાર પર શેર ખરીદ્યા બાદ જો તમને ભારે નુકસાન થાય તો, તેમને લાગે છે કે કંઈક ગડબડ થઈ છે, તો તમે તેની ફરિયાદ કરી શકતા નથી. તે માત્ર કિંમત અનુમાન પર આધારિત છે. બજાર જાણકારો માને છે કે, તમારે જીએમપીથી વધારે કંપનીની બેલેન્સ શીટ્સ પર નજર રાખવી જોઈએ. લાંબા ગાળામાં સારો નફો કમાવવા માટે હંમેશા કંપનીના ફંન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, IPO News, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन