Home /News /business /Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો

Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો

આજે લિસ્ટિંગ થતાં 100 રુપિયાથી વધુ કમાણી કર્યા પછી આ શેર રાખી મૂકવો જોઈએ કે વેચી દેવા જોઈએ?

Archean Chemical IPO GMP: પાછલા દિવસોમાં આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ બજારમાં આવ્યો હતો. આ આઈપીઓ કુલ તમામ સેગમેન્ટમાં મળીને 32.23 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આજે તેનું લિસ્ટિંગ છે ત્યારે ગ્રે માર્કેટમાં રુ.100 કરતાં વધારે પ્રીમિયમથી ટ્રેડ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ સ્પેશિયાલિટી કેમિકલ કંપની Archean Chemical Industriesનો આઈપીઓ આજે ખૂલવા જઈ રહ્યો છે. તેવામાં ગ્રે માર્કેટમાં આ આઈપીઓનું પ્રીમિયમ રુ.100 કરતાં વધારે ચાલી રહ્યું છે. જો ગ્રે માર્કેટના સંકેતો મુજબ જોઈએ તો આજે આઈપીઓમાં રોકાણકારોને લગભગ 27 ટકા આસપાસ લિસ્ટિંગ ગેઇન મળી શકે છે. IPOWatch વેબસાઈટ મુજબ આજે ગ્રે માર્કેટમાં પ્રતિ શેર પ્રીમિયમ 110 રુપિયા ચાલી રહ્યું છે. જે સાથે આ શેર આજે 517 રુપિયા આસપાસ લિસ્ટ થઈ શકે છે. આટલા નફા પછી તમારે આ શેર રાખી મૂકવા જોઈએ કે વેચીને પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ શું કહે છે નિષ્ણાતો આજે જ વાંચી લો.

    આ પણ વાંચોઃ Share Market Weekly Update: આજથી શરું થતાં બજારમાં આ 10 બાબતો નક્કી કરશે ચાલ

    IPOની વિગતો


    Archean Chemical Industriesના આઈપીઓએ ખૂલતાં પહેલા એંકર રોકાણકારો પાસેથી 658 કરોડ રુપિયાનું ફંડ એકઠું કરી લીધું છે. કુલ 1462.3 કરોડ રુપિયાનો આ આઈપીઓ 9 નવેમ્બરે ખૂલ્યો હતો અને 11 નવેમ્બર સુધી ઓપન રહ્યો હતો. કંપનીએ એંકર રોકાણકારોને 407 રુપિયા પ્રતિ શેરના ભાવે 1.61 કરોડ રુપિયાના ઈક્વિટી શેર આપવામાં આપ્યા છે.

    કંપની અંગે ડિટેલ્સ


    નાણાકીય વર્ષ 2021માં બ્રોમીન અને ઇન્ડસ્ટ્રિયલ મીઠુ નિકાસ કરતી દેશની સૌથી મોટી કંપની બની હતી. આ કંપની સ્પેશિયાલિટી મરીન કેમિકલ બનાવે છે. જે દુનિયાભરમાં બ્રોમીન, ઔદ્યોગિક મીઠુ અને પોટાશ સલ્ફેટની નિકાસ કરે છે. કંપનિના દેશમાં 42 ગ્રાહકો અને વિદેશોમાં 18 ગ્રાહકો છે. આમ કંપનીની ઓર્ડર બૂક મજબૂત છે.

    આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

    IPO અંગે બ્રોકરેજ હાઉસની સલાહ


    મોટાભાગના બ્રોકરેજ હાઉસે આ આઈપીઓને ભરવાને પોઝિટિવ સંકેતો આપ્યા હતા. જોકે કેટલાક બ્રોકરેજ હાઉસે આ આઈપીઓમાં સાવધાન રહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. રિલાયન્સ સિક્યોરિટિઝના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવકના આધારે તેનું વેલ્યુએશન 26.5x P/E બેસે છે. જે તેના સેગમેન્ટની અન્ય હરીફ કંપનીઓ કરતાં ડિસ્કાઉન્ટ પર છે. ત્યારે કેટલાક માર્કેટ નિષ્ણાતો મુજબ જો આઈપીઓ ધાર્યા મુજબ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર લિસ્ટ થાય છે તો જે રોકાણકારો જોખમ ઉઠાવવા તૈયાર હોય તેમણે લાંબાગાળા માટેનો વિચાર કરવો જોઈએ નહીંતર પ્રોફિટ બુકિંગ કરીને વેચી દેવા જોઈએ.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, IPO News, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन