Home /News /business /IPO week: આજે એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમારના આઈપીઓ ખુલ્યા; કારટ્રેડ ટેકનો IPO પ્રથમ દિવસે 40% ભરાયો

IPO week: આજે એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમારના આઈપીઓ ખુલ્યા; કારટ્રેડ ટેકનો IPO પ્રથમ દિવસે 40% ભરાયો

પ્રતીકાત્મક તસવીર

IPO week: હાલ આઈપીઓ (IPO) માર્કેટમાં ખૂબ તેજી ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે રોલેક્સ રિંગ્સના (Rajkot Rolex) શેરનું જોરદાર લિસ્ટિંગ થયું છે. આ શેરમાં રોકાણના પહેલાં જ દિવસે 39 ટકા નફો આપ્યો છે

નવી દિલ્હી: આ અઠવાડિયે દલાલ સ્ટ્રીટમાં ચાર આઈપીઓએ દસ્તક દીધા છે. જેમાંથી કારટ્રેડ ટેક આઈપીઓ (CarTrade Tech IPO) અને નુવોકા વિસ્ટાસ આઈપીઓ (Nuvoco Vistas IPO) ગઈકાલે એટલે કે 9 ઓગસ્ટ, 2021ના રોજ ખુલી ગયા છે. જ્યારે બે આઈપીઓ એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ (Aptus Value Housing) અને કેમપ્લાસ્ટ સનમાર (Chemplast Sanmar)ના આઈપીઓ આજે એટલે કે 10મી ઓગસ્ટના રોજ ખુલી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલ આઈપીઓ (IPO) માર્કેટમાં ખૂબ તેજી ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે રોલેક્સ રિંગ્સના (Rolex rings) શેરનું જોરદાર લિસ્ટિંગ થયું છે. આ શેરમાં રોકાણના પહેલાં જ દિવસે 39 ટકા નફો આપ્યો છે. રોલેક્સ રિંગ્સના શેરનો ભાવ 1,249 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને લિસ્ટિંગ સાથે જ એક શેર પર 349 રૂપિયા વળતર મળ્યું હતું.

સોમવારે ખુલ્યા બે આઈપીઓ:

Nuvoco Vistas Corporation IPO:

સોમવારે ખુલેલો નુવોકો વિસ્ટાસ કોર્પોરેશનનો આઈપીઓ પ્રથમ દિવસે 16 ટકા ભરાયો છે. કંપનીને છ ઓગસ્ટના રોજ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 1500 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. રિટેલ હિસ્સો 30 ટકા ભરાયો છે. જ્યારે નૉન-ઇસ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ હિસ્સો 1 ટકા ભરાયો છે. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સે હજુ સુધી બોલી લગાવી નથી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)

કંપનીના ઇશ્યૂનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 40 રૂપિયા છે. આ રીતે જોઈએ તે કંપનીના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 600-610 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યા છે.

CarTrade Tech IPO:

ઑનલાઈન કાર અને બાઈક વેચતી કંપની CarTrade Techનો આઈપીઓ પ્રથમ દિવસના અંત સુધીમાં 40 ટકા ભરાયો છે. આ આઈપીઓમાં રોકાણ કરનાર લોકોમાં સૌથી વધારે રિટેલ ઇન્વેસ્ટર્સ છે. રિટેલ ઇન્વેસ્ટર્સ હિસ્સો 80 ટકા ભરાયો છે. જ્યારે નૉન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 3 ટકા ભરાયો છે. આ ઉપરાંત ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ હિસ્સો એક ટકા ભરાયો છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP)

અનલિસ્ટેડ માર્કેટમાં કારટ્રેડ ટેકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 450 રૂપિયા ચાલી રહ્યું છે. જેનાથી માલુમ થાય છે કે કંપનીનો શેર હાલ 2035-2068 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

ઇશ્યૂ ક્યારે ખુલશે (Subscription details)

>> કાર ટ્રેડ આઈપીઓ અને નુવોકો વિસ્ટાસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 ઓગસ્ટ, 2021ના રોજ ખુલી ગયા છે. બંને 11 ઓગસ્ટ સુધી ભરી શકાશે.

>> એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓ આજે (10 ઓગસ્ટ) ખુલી ગયા છે. બંને 12મી ઓગસ્ટ સુધી ભરી શકાશે.

ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ (Issue Price Band)

>> કાર ટ્રેડ ટેકના પ્રમોટરોએ પોતાના પબ્લિક ઇશ્યૂની કિંમત ₹1585થી ₹1618 નક્કી કરી છે.
>> નુવોકો વિસ્ટાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹560થી ₹570 છે.
>> એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ આઈપીઓની કિંમત ₹346 से ₹353 છે.
>> કેમપ્લાસ્ટ સનમાર આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹530થી ₹541 છે.

શેર ફાળવણીની તારીખ (Allotment date)

>> Car Trade IPO અને Nuvoco Vistas IPOના શેરની ફાળવણી 17 ઓગસ્ટ, 2021ના રોજ થવાની શક્યતા.
>> Aptus Value Housing અને Chemplast Sanmar આઈપીઓ માટે શેરની ફાળવણી 19 ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે.

આઈપીઓ લિસ્ટિંગ (IPOs listing)

>> ચારેય આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે.
>> કાર ટ્રેડ અને નુવોકો વિસ્ટાસના શેરનું લિસ્ટિંગ 23 ઓગસ્ટના થવાની સંભાવના.
>> એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ અને કેમપ્લાસ્ટ સનમારના શેરનું લિસ્ટિંગ 24 ઓગસ્ટે થવાની સંભાવના છે.

આ પણ વાંચો: સુરતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો: હીરા દલાલ જે મહિલા સાથે બે વર્ષથી પરિચયમાં હતો તેણે જ ફસાવી દીધો

₹14,628 રૂપિયાના આઈપીઓ

ચાર આઈપીઓમાંથી કાર ટ્રેડ ટેકના પ્રમોટરો જાહેર ઇશ્યૂથી ₹​​2,998.51 કરોડ રૂપિયા એકઠા કરશે. નુવોકો વિસ્ટાના પ્રમોટરો પોતાના બુક બિલ્ડ ઇશ્યૂથી ₹​5,000 કરોડ રૂપિયા એકઠા કરશે. જ્યારે એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનું લક્ષ્ય ₹2,780.05 કરોડ રૂપિયાનું છે. જ્યારે કેમપ્લાસ્ટ સનમાન આઈપીઓ મારફતે ₹3,850 કરોડ રૂપિયા એકઠા કરશે. એટલે કે ચારેય કંપનીઓ આઈપીઓથી કુલ ₹14,628.55 કરોડ રૂપિયા એકઠા કરશે.
First published:

Tags: BSE, GMP, Investment, IPO, NSE