Home /News /business /

Hot Picks: એપ્રિલમાં તગડી કમાણી કરવા માટે આ 16 શેર પર લગાવો દાવ, એક્સિસ સિક્યોરિટીઝે કરી ભલામણ

Hot Picks: એપ્રિલમાં તગડી કમાણી કરવા માટે આ 16 શેર પર લગાવો દાવ, એક્સિસ સિક્યોરિટીઝે કરી ભલામણ

હોટ સ્ટોક્સ

Axis Securities hot picks: છેલ્લા એક મહિનાના વાત કરવામાં આવે તો ઑટો સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર લીલા નિશાન પર રહ્યા છે. એનએસઈ મીડિયા, મેટલ, આઈટી, એનર્જી અને કોમોડિટી ઇન્ડેક્સે આ સમયગાળા દરમિયાન મજબૂત રિટર્ન આપ્યું છે.

    નવી દિલ્હી: શેર બજાર (Indian stock market)માં રોકાણ કરવા માંગતા દરેકની ઇચ્છા સારી કરમાણી કરવાની હોય છે. જોકે, અહીં બધા લોકો કમાણી કરવામાં સફળ રહેતા નથી. પરંતુ જો સારી સ્ક્રિપ્ટ હાથમાં આવી જાય તો ટૂંકા ગાળામાં પણ સારી એવી કમાણી (Multibagger return) કરી શકાય છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities)નું માનવું છે કે ભારતીય શેર બજારનું લાંબા ગાળે આઉટલુક પોઝિટિવ રહેશે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે દેશમાં કંપનીઓ અને સરકાર દ્વારા વિસ્તાર યોજનાઓ પર કરવામાં આવતો ખર્ચ વધી રહ્યો છે. જેનાથી બેંકોના ક્રેડિટ ગ્રોથમાં સુધારો થશે.

    એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે આગામી વર્ષોમાં ભારતીય બજારમાં ડબલ ડિજિટ અર્નિંગ ગ્રોથ જોવા મળી શકે છે. વિવિધ તર્કના આધારે એક્સિસ સિક્યોરિટીઝ ડિસેમ્બર 2022 સુધી નિફ્ટી 20,200નું સ્તર સ્પર્શ કરશે તેવા ટાર્ગેટ પર અડગ છે. આ તર્કો પર એક્સિસ સિક્યોરિટીઝે એપ્રિલ 2022 દરમિયાન અમુક પસંદગીના શેર્સમાં ખરીદીની સલાહ આપી છે.

    એક્સિસ સિક્યોરિટીઝના પસંદગીના શેર:


    1) ICICI Bank - 990 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    2) Bajaj Auto - 4,250 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    3) Tech Mahindra - 2,060 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    4) Maruti Suzuki India - 9800 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    5) State Bank of India - 720 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    6) Hindalco Industries - 660 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    7) Bharti Airtel - 870 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    8) Federal Bank - 125 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    9) Varun Beverages - 1110 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    10) Ashok Leyland - 160 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    11) National Aluminium Company - 150 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    12) Bata India - 2,200 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    13) Krishna Institute of Medical Sciences - 1,600 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    14) Equitas Small Finance Bank - 80 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    15) Praj Industries - 477 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.
    16) CCL Products - 565 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો.

    આ પણ વાંચો: 5 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 7,000 ટકા રિટર્ન

    ઑટો સેક્ટને બાદ કરતા તમામ સેક્ટર લીલા નિશાન પર


    છેલ્લા એક મહિનાના વાત કરવામાં આવે તો ઑટો સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર લીલા નિશાન પર રહ્યા છે. એનએસઈ મીડિયા, મેટલ, આઈટી, એનર્જી અને કોમોડિટી ઇન્ડેક્સે આ સમયગાળા દરમિયાન મજબૂત રિટર્ન આપ્યું છે. જોકે, સીધા ગ્રાહકો પર આધારિક B2B બિઝનેસવાળા શેર્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તેની કિંમત કોમોડિટીની કિંમતોમાં વધારાને કારણે કંપનીના ખર્ચમાં વધારો છે.

    આ પણ વાંચો: આ મલ્ટીબેગર શેરમાં સતત છઠ્ઠા દિવસે લાગી અપર સર્કિટ, શું તમારી પાસે છે?

    એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં બજાર સીમિત દાયરામાં ટ્રેડ કરતું નજરે પડી શકે છે. બજારની દીશા ત્યારે નક્કી થશે જ્યારે અસ્થિરતા લાંબા સમયની દ્રષ્ટીએ વર્તમાન સ્તર પર ટકી રહેશે. એક્સિસ સિક્યોરિટીઝનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક પરિણામની સિઝનમાં મેનેજમેન્ટ કમેન્ટ્રી પર બજારની નજર રહેશે. જેનાથી બજારની દિશા નક્કી થશે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ચોથા ત્રિમાસિકમાં કોમોડિટીઝ, BFSI અને આઈટી સેક્ટર્સ મજબૂત પરિણામ આપી શકે છે.

    (અહીં રજૂ કરવામાં આવેલા વિચારો એક્સપર્ટના પોતાના હોય છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટના નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લો.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર