નવી દિલ્હી : ઓનલાઇન વ્યવસાયિક નેટવર્ક LinkedIn નોકરી શોધતા લોકો માટે ખાસ ફીચર લાવી રહ્યું છે. જેની મદદથી લોકોને નોકરી મળવાની સંભાવનાઓ વધી જશે. આ ફીચરથી LinkedIn આશા રાખે છે કે વધુને વધુ લોકો તેના પ્લેટફોર્મ પર નોકરી શોધે અને તેઓ નોકરી મેળવે.
પ્રોફાઈલ પર હશે કવર સ્ટોરી
LinkedInના આ નવા ફીચર અંતર્ગત નોકરી શોધતા વ્યક્તિ હવે પોતાની પ્રોફાઈલ પર કવર સ્ટોરી એડ કરી શકશે. જોકે આ કવરસ્ટોરી Whatsappથી અલગ અને પ્રોફેશનલ હશે. કંપનીનું માનવું છે કે, વધુ સારી કવર સ્ટોરી એમ્પ્લોયરની નજરમાં આવવામાં મદદરૂપ રહેશે. આ પ્રકારના શોર્ટ વિડીયોથી તમારી સ્કિલ અને એક્સપિરિયન્સ અંગે જાણી શકશે અને ઓવરવ્યૂ લઇ શકશે.
LinkedIn અનુસાર, તમે એકવાર તમારી કવરસ્ટોરી અપલોડ કરી દેશો તો તમારી પ્રોફાઈલ પર ક્લિક કરતા જ તેને જોઈ શકાશે. LinkedInએ પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે, લગભગ 80 ટકા હાયરિંગ મેનેજર આ વાત પર સહયોગ આપી રહ્યા છે કે, આ પ્રકારના પ્રિ રેકોર્ડેડ શોર્ટ વિડીયો જોબ સીકર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જેન્ડર પ્રોનાઉન્સ
LinkedIn મુજબ, નોકરી શોધી રહેલા 70 ટકા લોકોનું માનવું છે કે હાયરિંગ મેનેજરને તેમનું જેન્ડર પ્રોનાઉન્સની જાણ હોય. આ વાતથી 72% હાયરિંગ મેનેજર્સ પણ સહમત છે. જેને ધ્યાનમાં રાખીને LinkedInએ તેને સરળ બનાવ્યું છે. આ ઓપશનલ ફીડ યુઝરની પ્રોફાઈલમાં તેમના નામ પહેલા જોઈ શકાશે.
ક્રિએટર મોડ એ LinkedIn દ્વારા થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો બદલાવ છે. જયારે તમે ક્રિએટર મોડને ઓન કરશો તો LinkedIn તેને ફીચર એન્ડ લિક્ટિવિટી સેશન સાથે જોડી દેશે, જે તમારી પ્રોફાઈલ પર ટોપ પર દેખાશે. તેની સાથે કનેક્ટ બટન ટૂ ફોલો હશે, જેના દ્વારા તમે કરેલા અપડેટને લોકો જોઈ શકશે. એટલું જ નહીં તેમાં તમે જે ટોપિક પર પોસ્ટ કરશો તેની માટે હેશટેગની સુવિધા પણ હશે. આ મોડ તમને લાઈવ બ્રોડકાસ્ટ કરવાની સુવિધા પણ આપશે. સાથે જ જ્યારે તમે લાઈવ થશો તો તમારા ફોલોઅર્સ પાસે રિંગ જશે જેનાથી તેમને જાણ થશે કે તમે લાઈવ થયા છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર