B.P.અને રિલાયન્સ દ્વારા કે.જી. ડી.-6 બ્લોકના ત્રીજા તબક્કાના સંકલિત વિકાસ કાર્યને મંજૂરી

બી.પી અને રિલાયન્સ દ્વારા કે.જી. ડી-6 બ્લોકના ત્રીજા તબક્કાના સંકલિત વિકાસ કાર્યને મંજૂરી

News18 Gujarati
Updated: June 12, 2019, 2:40 PM IST
B.P.અને રિલાયન્સ દ્વારા કે.જી. ડી.-6 બ્લોકના ત્રીજા તબક્કાના સંકલિત વિકાસ કાર્યને મંજૂરી
બી.પી અને રિલાયન્સ દ્વારા કે.જી. ડી-6 બ્લોકના ત્રીજા તબક્કાના સંકલિત વિકાસ કાર્યને મંજૂરી
News18 Gujarati
Updated: June 12, 2019, 2:40 PM IST
રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડ(RIL) અને બી.પી દ્વારા ભારતના પૂર્વ કિનારે ઓફશોર કે.જી. ડ-6 બ્લોકમાં એમ.જે. પ્રોજેક્ટને મંજૂર કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એમ.જે. કે.જી. ડી-6 સંકલિત વિકાસના ત્રણ પ્રોજેક્ટમાંથી ત્રીજો પ્રોજેક્ટ છે અને પહેલો પ્રોજે્ક્ટ આર.સીરીઝ ડીપ-વોટર ગેસ ફિલ્ડસના વિકાસને જૂન 2017માં અને સેટેલાઇટ કલસ્ટરના વિકાસને એપ્રિલ 2018માં આપવામાં આવેલી મંજૂરી પછી આ પ્રોજેક્ટના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે.

આ ત્રણ પ્રોજેક્ટ કુલ 25,000 કરોડ રુપિયાના રોકાણ સાથે 3 ટ્રિલિયન ક્યૂબિક ફિટ ગેસ ધરાવતા શોધાયેલા ગેસ સ્ત્રોતનો વિકાસ કરશે, તે 2020ના ગાળામાં ગેસ ઉત્પાદનમાં દૈનિક 1 બિલિયન ક્યૂબિક ફીટ ગેસનો ઉમેરો કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે "રિલાયન્સ અને બી.પીનો પ્રાથમિક ઉદેશ્ય વર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરીને આ ત્રણે સશોધનોને વર્ષ 2017માં આપેલા વચન મુજબ ઉત્પાદનના તબક્કામાં લાવવાનો હતો. આ ગેસ દેશની શુદ્ધ ઇંધણની વધતી જતી જરુરીયાતોને પુરી કરશે. વિદેશી હુંડિયામણમાં કરશે અને આયાતી ગેસ પરની નિર્ભરતામાં ઘટાડો કરશે. ભારતના જળવાયુ પરિવર્તન ધ્યેયને પુરા કરવા તરફ આગળ વધવાની સાથે ભારતીય અર્થતંત્રને પર્યાવરણ-સાનુકુળ ઇંધણથી મજબુત બનાવવા અને ઉર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મદદ કરવા ભારતના પૂર્વ કિનારાના અમારા ત્રીજા પ્રોજેક્ટમાંથી ગેસને ઓનશોર લાવવા અમે ઉત્સાહિત છીએ"બી.પી ગ્રૃપના ચીફ એક્ઝેક્યૂટીવ બોબ ડૂડલીએ લંડનમાં આ રોકાણ નિર્ણયને આવકારતા જણાવ્યું હતુ કે, "અમે ભારતમાં મહત્વપૂર્ણ અપસ્ટ્રીમ વ્યવસાયનુ નિર્માણ કરી રહ્યા છીએ, જે દેશના વિકાસતા જતા ગેસ બજારને પૂરવઠો પૂરો પાડવામાં મદદ કરશે. રિલાયન્સ સાથે નિકટતાથી કામ કરતા અમે ભવિષ્ય માટે વિકલ્પ પૂરો પાડવા સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે શોધાયેલા સ્ત્રોતને કાર્યક્ષમ રીતે વિકસાવી રહ્યા છીએ. આ છેલ્લું રોકાણ ભારત માટેની બી.પીની પ્રિબદ્ધતાને વધારે ઉજાગર કરે છે અને ભારતને બેવડા પડકારને ઝીલી લેવા સહયોગ પૂરો પાડવામાં અને ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતા ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે"

ઉંડા પાણીના ગેસ ક્ષેત્રોનો સંકલિત વિકાસ
એમ.જે. ગેસ ધનીકરણ ક્ષેત્ર છે અને કે.જી.ડી - સંકલિત વિકાસ ઝુંબેશ વિકાસ હેઠળ રહેલું ત્રીજું ક્ષેત્ર છે. આ પ્રોજેક્ટ 700-1100 મીટર ઉંડાઇ ધરાવે છે. જેમા કુવાની ઉંડાઇ ઉચ્ચ-તાપમાન અને વાતાવરણીય દબાણ સાથે દરીયાની સપાટીથી લગભગ 4200 મીટર જેટલી છે. તેમા સમાવિષ્ટ કુવાઓ પ્રવાહી અને ગેસ પર પ્રક્રિયા કરવા અને તેને અલગ કરવા માટે ટાઇ-બેકથી માંડીને ફ્લોટીંગ પ્રોડક્ટસ સ્ટોરેજ એન્ડ ઓફલોઇડિંગ( એફ.પી.એસ.ઓ) સહિતના સબ-સી ઉત્પાદન સાથે જોડાણ ધરાવે છે. આ કુવાઓમાંથી ઉત્પાદન થયેલા પ્રવાહી અને ગેસને હાલમાં કાર્યરત 24 ઇંચની ટ્રન્ક પાઇપલાઇનોમાંથી એક પાઇપલાઇન મારફતે ઓનશોર ટર્મિનલ પર લઇ જવાશે. આ પ્રોજેક્ટ વર્ષ 2022ના મધ્યભાગમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

કે.જી. ડી.6 પ્રોજેક્ટમાં જેને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી તે આર-સીરીઝ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે.

આજે ભારત દૈનિક 5 બિલિયન કયુબિક ફીટ ગેસનો વપરાશ કરે છે અને 2022 સુધીમાં ગેસનો વપરાશ બમણો થવાની અપેક્ષા છે. સંકલિત વિકાસમાંથી ઉત્પાદન કરવામાં આવેલો ગેસ ભારતની આયાત પરથી નિર્ભરતાને ઓછી કરવામાં અને દેશની 2022ની અપેક્ષિત ગેસ માંગના 10 ટકા જરુરીયાત પૂરી કરશે તેવી અપેક્ષા છે જેનાથી ભારત અને સ્થાનિક ગ્રાહકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે.

વર્ષ 2011માં રિલાયન્સ સાથેની ઐતિહાસિક ભાગીદારીમાં બી.પી દ્વારા રિલાયન્સ સંચાલન હેઠળના કે.જી. ડી.6 સહિત ઉત્પાદનરત વિવિધ ઓઇલ તેમજ ગેસ ક્ષેત્રોમાં 30 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો.
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...