હવે US વિઝા માટે આપવી પડશે પાંચ વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણકારી

યુ.એસ.વિઝા ફોર્મ ડી-160 અને ડી- 260 માં અરજદારો પાસેથી છેલ્લા પાંચ વર્ષના ઉપયોગમાં લેવાયેલી સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી માંગવામાં આવી છે. આ લિસ્ટમાં જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમા ફેસબૂક, ફ્લિકર, ગૂગલપ્લસ, ટ્વિટર, લિંક્ડ ઇન, અને યૂટ્યુબ સામેલ છે.

News18 Gujarati
Updated: June 2, 2019, 10:56 AM IST
હવે US વિઝા માટે આપવી પડશે પાંચ વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણકારી
આ બાબતે સત્તાવાર ઓર્ડર પણ જાહેર કરવામાં આવ્યો છે.
News18 Gujarati
Updated: June 2, 2019, 10:56 AM IST
અમેરીકા વિઝાના આવેદન માટે કોઇપણ વ્યક્તિને હવે તેના 5 વર્ષના સોશિયલ મીડિયાની જાણકારી આપવી પડશે. પ્રાપ્ત માહિતી મુજબ, વિઝા માટે અરજી કરનાર વ્યક્તિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટનું યૂઝર નેમ લેવામાં આપવામાં આવશે. લગભગ એક વર્ષ પહેલાં તે નિયમ લાવવાની વાત કરવામાં આવી હતી, જે હવે અમલમાં આવી ચુક્યો છે. આ બાબતે સત્તાવાર ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે.

જ્યારે આ કાયદો ગયા વર્ષે સૂચવવામાં આવ્યો હતો, ત્યારે સત્તાવાળાઓએ અંદાજ લગાવ્યો હતો કે આ પ્રસ્તાવ વર્ષના 14.7 મિલિયન લોકોને અસર કરશે. કેટલાક સત્તાવાર વિઝા અરજદારોને કડક નવા પગલાંથી મુક્ત કરવામાં આવશે. બીબીસી ન્યૂઝ અનુસાર કામ કરનાર અથવા અભ્યાસ કરવા માટે અમેરિકા જનારા લોકોને તેની જાણકારી આપવી પડશે.

30 સપ્ટેમ્બર, 2018 સધી એક વર્ષની અંદર ભારતમાં અમેરિકી દૂતાવાસે 8.72 લાખ વિઝા આપ્યા હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સનો અંદાજ છે કે વાર્ષિક 1.47 કરોડ લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવશે.


આ લોકોને પણ આપવી પડશે માહિતી

યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ નિયમને સમર્થન આપતા જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિકોની સલામતી માટે તેઓ સ્ક્રિનીંગ કાર્યવાહીમાં સુધારો કરવાના માર્ગો શોધવા માટે કામ કરી રહ્યા છે. એ લોકો જે આતંકવાદી જૂથો દ્વારા કેટલાક ભાગોમાં ગયા હતા, તે અરજદારોને પહેલા વધારાની માહિતી આપવાની જરૂર હતી, પરંતુ હવે તેઓને પણ આ માહિતી ડેટા આપવા પડશે.

આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માંગી જાણકારી
Loading...

રેડ્ડી એન્ડ ન્યૂમેન ઇમિગ્રેશન કાયદા ફર્મની એમિલી ન્યૂમેન કહે છે, "અમેરિકામાં વિઝા ફોર્મ ડી -160 અને ડી-260માં અરજદારો પાસેથી છેલ્લા પાંચ વર્ષના તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાણકારી માંગી છે. આ યાદીમાં જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ લેવામાં આવ્યાં છે તેમા ફેસબુક, ફ્લિકર, ગૂગલપ્લસ, ટ્વિટર, લિંક્ડ ઇન અને યુ ટ્યુબનો સમાવેશ થાય છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા માર્ચ 2018માં પહેલી વખત નિયમોની દરખાસ્ત કરવામાં આવી હતી. તે સમયે અધિકાર, અમેરિકન સિવીલ લિબર્ટીઝ યુનિયન - એક નાગરિક ગ્રુપે - જણાવ્યું હતું કે, આવા કોઇ વ્યાજબી પૂરાવા નથી જે અસરકાક છે. કહ્યું કે આનાથી લોકો પોતાને જ ઓનલાઇન સેંસર કરશે.
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...