Home /News /business /દુનિયાભરમાં છટણીની વચ્ચે 60 હજાર ભારતીયોને રોજગાર આપશે Apple

દુનિયાભરમાં છટણીની વચ્ચે 60 હજાર ભારતીયોને રોજગાર આપશે Apple

60,000 ભારતીયોને મળશે રોજગાર

employment: એપ્પલનું સૌથી મોટું કારખાનું બેંગલોરની પાસે હોસુર ખાતે સ્થાપવામાં આવી રહ્યુ છે. આ કારખાનામાં 60 હજાર લોકો કામ કરશે.

    નવી દિલ્હીઃ દુનિયાભરમાં કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે કે છટણીની યોજના બનાવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કહ્યુ કે, ભારતમાં iphone બનાવનારી કંપની એપ્પલનું સૌથી મોટું કારખાનું બેંગલોરના હોસુરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. આ કારખાનમાં લગભગ 60 હજાર લોકો કામ કરશે.

    6 હજાર આદિવાસી મહિલાઓને આઈફોન બનાવવાની તાલીમ

    વૈષ્ણવે આદિવાસી ગૌરવ દિવસ સમારોહમાં કહ્યુ કે, રાંચી અને હજારીબાગની આસપાસ રહેનારી 6 હજાર આદિવાસી મહિલાઓને આઈફોન બનાવવાની તાલીમ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, ‘એપ્પલનો આઈફોન હવે ભારતમાં બની રહ્યો છે અને તેનું સૌથી મોટું કારખાનું બેંગલોરની પાસે હોસુર ખાતે સ્થાપવામાં આવી રહ્યુ છે. આ કારખાનામાં 60 હજાર લોકો કામ કરશે.’

    આ પણ વાંચોઃ આજે જ કરો ભારે માંગ વાળા આ બિઝનેસની શરૂઆત, સરકારની મદદથી ઉગાડો ‘લીલું સોનું’

    તેમણે કહ્યુ કે, ‘આ 60 હજાર કર્મચારીઓમાં રહેલા 6 હજાર કર્મચારીઓ રાંચી અને હજારીબાગની આસપાસના સ્થાનોની અમારી આદિવાસી બહેનો છે. આદિવાસી બહેનોને એપ્પલ આઈફોન બનાવવાની તાલીમ પણ આપવામાં આવી છે.’

    આ પણ વાંચોઃ આજે બજારમાં દબાણ, 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યું; પ્રોફિટ બુકિંગ વચ્ચે તમારે શું કરવું?

    ટાટા ઈલેક્ટ્રોનિક્સને મળ્યો આઈફોન કારખાનું સ્થાપવાનો કોન્ટ્રાક્ટ

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, એપ્પલના આઈફોનનું કારખાનું સ્થાપવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેનો હોસુરમાં એક પ્લાન્ટ છે. કંપની ભારતમાં દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ, વિસ્ટ્રોન અને પેગાટ્રોનથી પાસેથી આઈફોન બનાવે છે.


    ભારતમાં iPhoneની નિકાસ વધી, 5 મહિનામાં 1 બિલિયન ડોલરને પાર

    જાણકારી અનુસાર, ભારતમાં આઈફોન નિકાસ એપ્રિલ પછી 5 મહિનામાં 1 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. વર્તમાન આંકડા અનુસાર, યૂરોપ અને મધ્ય પૂર્વના દેશો ભારતમાં બનેલા આઈફોનનું આઉટબાઉન્ટ શિપમેન્ટ માર્ચ 2023 સુધી 2.5 અબજ ડોલરની પાર પહોંચશે તેવી આશા છે. તે માર્ચ 2022 સુધી ભારત દ્વારા નિકાસ કરવામાં આવેલા 1.3 અબજ ડોલર મૂલ્યના આઈફોન કરતા બમણું છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Employment news, IPhone

    विज्ञापन
    विज्ञापन