નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે દરેક પોતાના સ્તરે કામ કરી રહ્યા છે. વિવિધ કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે શક્ય તમામ પગલાં ભરી રહી છે. કંપનીઓને પોતાના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે ફરજિયાત માસ્ક (Compulsory Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવાનું કહેવામાં આવ્યું છે. હવે આ જ કડીમાં Apple Incએ પોતાના કર્મચારીઓ માટે ખાસ પ્રકારના માસ્ક તૈયાર કર્યા છે. કંપનીએ આ માસ્ક પોતાના કૉર્પોરેટ અને રિટેલ કર્મચારીઓને વહેંચવાની શરૂઆત કરી છે. Apple આગામી બે અઠવાડિયામાં પોતાના કર્મચારીઓને ફેસ માસ્ક મોકલવાનું શરૂ (Apple send special face mask to employees) કરશે. કંપનીએ આ માસ્ક ઇનહાઉસ જ બનાવ્યા છે. આ પહેલા કંપનીએ મેડિકલ ક્ષેત્રે કામ કરતા લોકો માટે સ્પેશિયલ માસ્ક બનાવ્યા હતા.
આ માસ્કને બનાવવામાં આ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી:
>> આ માસ્ક કપર્ટિનો, કેલિફોર્નિયા-ટેક્નૉલોજી (Cupertino, California-technology) તરફથી બનાવવામાં આવ્યા છે. આ માસ્કને ક્લિયર માસ્ક કહેવામાં આવી છે.
>> કંપનીના આ ફેસ માસ્ક એન્જિનિયર્સ અને ઇન્ડસ્ટ્રિયલ ટીમે બનાવ્યા છે. આ એ જ ગ્રુપ છે જે iPhone અને iPad બનાવવા માટે કામ કરે છે.
>> આ માસ્ક ત્રણ લેયરના બનેલા છે. જેમાં અંદર આવતા અને બહાર જતા કણ ફિલ્ટર થઈને જશે.
>> કંપનીના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે આ માસ્કને પાંચ વખત ધોયા પછી પણ તેનો ઉપયોગ કરી શકાશે. >> આ માસ્ક ખાસ રીતે બનાવવામાં આવ્યા છે. જેનાથી માસ્ક પહેરનાર વ્યક્તિનું નાક અને ચહેરાનો ભાગ ઉપર અને નીચેના ભાગે યોગ્ય રીતે ઢંકાયેલો રહે. આ માસ્ક વ્યક્તિના કાનમાં યોગ્ય રીતે ફીટ બેસે છે.
>> કંપનીનું કહેવું છે કે આ ફેસ માસ્ક બનાવવી વખતે અનેક પ્રકારની સાવધાની રાખવામાં આવી છે. આ માટે અનેક ટેસ્ટ અને સંશોધન કરવામાં આવ્યા છે. જેનાથી માસ્ક પહેરનાર વ્યક્તિને શુદ્ધ હવા જ મળે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર