Steve Jobsની 1973માં હાથથી લખેલી જોબ એપ્લિકેશનની NFT તરીકે થશે હરાજી

સ્ટીવ જૉબ્સે વર્ષ 1973માં પોતાની પહેલી જોબ માટે અરજી કરી હતી. (ફાઇલ તસવીર)

Steve Jobs’ handwritten job application: આ એક પાનાની એપ્લિકેશન સ્ટીવે એપલની શરૂઆત કર્યાના લગભગ 3 વર્ષ પહેલા લખી હતી

  • Share this:
    નવી દિલ્હી. આઇફોન (iPhone)બનાવનારી અમેરિકાની કંપની Appleના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ (Steve Jobs)ની 1973માં હાથે લખેલી એક જોબ એપ્લિકેશન (Steve Jobs handwritten job application)ફરી હરાજી થવા જઈ રહી છે. જોકે, આ વખતે વાસ્તવિક ફિઝિકલ ડોક્યૂમેન્ટની સાથે જ એક નોન-ફિઝિકલ ટોકન (NFT) તરીકે પણ વેચવામાં આવી રહી છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે જોબ એપ્લિકેશનના ડિજિટલ વર્ઝનની હરાજીમાં વાસ્તવિક ફિઝિકલ કોપીની સાથે એવું જોવાનો સીધો મુકાબલો છે કે કોને વધુ કિંમત મળે છે.

    આ એક પાનાની એપ્લિકેશન એ સમયની છે જ્યારે સ્ટિવ જૉબ્સે કોલેજનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. તેના ત્રણ વર્ષ બાદ તેઓએ Appleની શરૂઆત કરી હતી. એપ્લિકેશનથી એ નથી જાણવ મળતું કે તેમણે કઈ નોકરી અને કઈ કંપનીમાં અરજી કરી હતી.

    તેના એક વર્ષ બાદ તેઓ એક ટેક્નિશિયન તરીકે વીડિયો ગેમ મેકર અટારીની સાથે જોડાઈ ગયા હતા, જ્યાં તેઓએ સ્ટીવ વોજિનૈકની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓએ સ્ટીવની સાથે મળી Appleની શરૂઆત કરી હતી.


    આ પણ વાંચો, Zomato IPO Listing: ઝોમેટોનો શૅર 116 રૂપિયા પર લિસ્ટ થયો, ઇશ્યૂ પ્રાઇઝથી 51% ઉપર

    વેબસાઇટ https://stevejobsjobapplication.com/ અનુસાર આ જોબ એપ્લિકેશન માટે હરાજી 28 જુલાઈએ સમાપ્ત થશે. તેનું આયોજન લંડનના આંત્રપ્રેન્યોર ઓલી જોશી (Olly Joshi) કરી રહ્યા છે.

    NFT ડિજિટલ અસેટ્સ હોય છે જે અનોખી આઇટમ્સની એક મોટી રેન્જનું પ્રતિનિધિત્વ કરે છે. તેના માટે પેમેન્ટ સામાન્ય રીતે ethereum ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવે છે.

    આ પણ વાંચો, પહેલી ઓગસ્ટથી બદલાઈ જશે આટલા નિયમ, સામાન્ય લોકો પર થશે સીધી અસર

    સ્ટીવ જૉબ્સની હાથથી લખેલી જોબ એપ્લિકેશન માર્ચ મહિાનમાં થયેલી એક હરાજીમાં 1,62,000 પાઉન્ડમાં વેચાઈ હતી. આ એપ્લીકેશનને 2018માં 1,75,000 ડૉલરમાં વેચવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: