Appleના CEO ટિમ કૂકે કહ્યું - 'ગે હોવા પર મને ગર્વ છે'

ટિમ કૂકે કહ્યું - ગે હોવા પર મને ગર્વ છે

ટિમ કૂકે કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને સમલૈંગિક હોવા પર ગર્વ છે અને સમલૈંગિક હોવું મને ભગવાન તરફથી મળેલો મોટો ઉપહાર માનું છું.

  • Share this:
    એપ્પલના સીઈઓ ટિમ કૂકે સાર્વજનિક ગુરૂવારે પહેલી વખત સ્વીકાર કરતા કહ્યું કે, તેમને સમલૈંગિક(ગે) હોવા પર ગર્વ છે. સમલૈંગિકોના સમર્થનમાં Appleએ પોતાનો રંગ બદલ્યો છે. અમેરિકાના 53 વર્ષીય વ્યવસાયિક કાર્યકારી બ્લૂમબર્ગ બિઝનેસવીક માટે તેમણે લખ્યું, મે ક્યારે આ વાત છૂપાવી નથી, પરંતુ અત્યાર સુધી મે આ વાત સાર્વજનિક રીતે સ્વીકાર પણ નહોતી કરી. જેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને સમલૈંગિક હોવા પર ગર્વ છે અને સમલૈંગિક હોવું મને ભગવાન તરફથી મળેલો મોટો ઉપહાર માનું છું.

    કૂકના આ ખૂલાસાથી તેમની ઓળક એક એવા ઉંચા પદ પર રહેલા સીઈઓ તરીકે થઈ ગઈ છે, જોકે સમલૈંગિક છે. કૂકે કહ્યું કે, પોતાની સમલૈંગિકતાને સાર્વજનિક રીતે સ્વીકાર કરવાનો નિર્ણય તેમને એ અનુભૂતીથી આવ્યો કે, વ્યક્તિગત પ્રઈવેટીકરણની ઈચ્છા તેમને કઈંક વધુ મહત્વપૂર્ણ કરવા માટે રોકે છે.

    તેમણે લખ્યું છે કે, સમલૈંગિક હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે વચ્ચે મને આશાની એક કિરણ જોવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.

    દુનિયાની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાંથી એક એપ્પલનું કામકાજ સંભાળનારા ટિમ કુકનું કહેવું છે કે, આનાથી મને ગેંડા જેવી જાડી ચામડી પણ મળી ગઈ છે, જે એપ્પલના સીઈઓ માટે ઘણી સુવિધાજનક છે. કૂકે વર્ષ 2011માં એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબના મોત બાદ કંપની પ્રમુખનું કામ સંભાળ્યું હતું.
    Published by:kiran mehta
    First published: