Home /News /business /Share Market return: આ ડિફેન્સ સ્ટૉક 10 ટ્રેડિંગ સેશનમાં 69% ભાગ્યો, શું તમારી પાસે છે?
Share Market return: આ ડિફેન્સ સ્ટૉક 10 ટ્રેડિંગ સેશનમાં 69% ભાગ્યો, શું તમારી પાસે છે?
શેર માર્કેટ વળતર
Apollo Micro Systems share: તાજેતરમાં એપોલો માઇક્રો સિસ્ટમ્સ કંપનીના મેનેજમેન્ટ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમને DRDO તરફથી 5.72 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.
મુંબઈ: ભારતીય બજારમાં સાઇડવેઝ બિઝનેસ સાથે અમુક ક્વૉલિટી અને મજબૂત ફંડામેન્ટ્લ વાળા સ્ટૉક્સ છે, જેમાં તેજી જોવા મળી છે. Apollo Micro Systems એક આવો જ સ્ટૉક છે, જે ડિફેન્સ સેક્ટર (Defense sector) સાથે જોડાયેલો છે. આ ડિફેન્સ સ્ટૉક 20 ડિસેમ્બર 2021ના રોજ 112.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. ત્રીજી જાન્યુઆરી, 2022ના રોજ ઇન્ડ્રા ડેમાં આ શેર 189.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. છેલ્લા 10 ટ્રેડિંગ સેશન (Share market trading session) દરમિયાન આ શેરમાં 69 ટકા તેજી જોવા મળી છે.
સ્ટૉક માર્કેટના દિગ્ગજોના જણાવ્યા પ્રમાણે Apollo Micro Systems શેરમાં આ રેલી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કારણ કે શેરમાં ત્રણ વર્ષનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. નજીકના ભવિષ્યમાં આ શેર 230 રૂપિયા સુધી જઈ શકે છે.
Choice Broking ફર્મના સુમીત બગડિયાનું કહેવું છે કે રોકાણકારોએ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવો જોઈએ. તેણે પોતાના ત્રણ વર્ષના લેવલથી બ્રેકઆઉટ આપ્યું છે. આ શેરને 160 રૂપિયા આસપાસ મજબૂત સપોર્ટ છે. આ શેર નજીકના ભવિષ્યમાં 200થી 230 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે. જોકે, આ શેરમાં ખરીદી કરતી વખતે 160 રૂપિયાનો સ્ટૉપલૉસ (Stop loss) જરૂર લગાવો.
10 ટ્રેડિંગ સેશનમાં શેર 69% વધ્યો
આજે (ત્રીજી જાન્યુઆરી) આ શેર 3.24 ટકાના અપસાઇડ ગેપ સાથે ખુલ્યો હતો. ઇન્ડ્રાડેમાં આ શેર 189.35 રૂપિયા પ્રતિ શેરના સ્તર સુધી પહોંચ્યો હતો, જે તેની લાઇફ ટાઇમ સપાટી છે. છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 69 ટકાની તેજી જોવા મળી છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ ડિફેન્સ કંપનીને તાજેતરમાં મળેલા ઓર્ડર પછી તેમાં જોરદાર તેજી જોવા મળી છે. આ શેરના વોલ્યૂમમાં પણ વધારો જોવા મળ્યો છે.
તાજેતરમાં એપોલો માઇક્રો સિસ્ટમ્સ કંપનીના મેનેજમેન્ટ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમને DRDO તરફથી 5.72 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. આ ઉપરાંત કંપનીએ એવું પણ જણાવ્યું કે, તેણે નેહરુ જિયોલોજિકલ પાર્ક હૈદરાબાદમાં એક સીસીટીવી આધારિત સિક્યોરિટી સર્વેલન્સ અને એનિમલ મોનિટરી સિસ્ટમ લગાવી છે. આ ખબરને પગલે આ શેરમાં જોશ આવ્યો છે.
આ શેરમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળ્યું છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 60 ટકા તેજી જોવા મળી છે. આ દરમિયાન શેર 114.3 રૂપિયાના સ્તરથી વધીને 189.35 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર