Success Story: 'કોણ આઇએએસ બનવા માંગતું નથી. આવી શક્તિશાળી નોકરી કોને ન ગમે… 'આ વાત કહેતા અનુભવ હસવા લાગે છે. વાર્તા અનુભવ દુબે (Anubhav Dubey) નામના છોકરાની છે, જે કલેક્ટર બનીને પોતાના માતા -પિતાનું નામ રોશન કરવા માંગતો હતો, દેશની સેવા કરવા માંગતો હતો. પરંતુ તેની યુપીએસસીની (UPSC) તૈયારી અધવચ્ચે છોડીને તેણે ચા વેચવાનો (Chai Sutta bar) નિર્ણય કર્યો.
મિત્રનાં ફોન કોલે બદલી જિંદગી
પોતાના નિર્ણય વિશે વાત કરતા અનુભવ કહે છે કે, તે IAS બનવા માંગતો હતો, પણ એક ઉદ્યોગસાહસિક પણ બનવા માંગતો હતો. અનુભવે જણાવ્યું કે, તેણે UPSCની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. થોડા દિવસો બાદ તેમના કોલેજના મિત્ર આનંદ નાયકનો (Anand Nayak) ફોન આવ્યો હતો. બંનેએ કોલેજના સમય દરમિયાન બનાવેલા તેમના બિઝનેસ પ્લાન વિશે વાત કરી હતી.
આ પછી જ બંનેએ ધંધો કરવાનું નક્કી કર્યું. તેની શરૂઆત ખૂબ જ ઓછા રોકાણથી થઈ હતી. આ બિઝનેસ 3 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરવામાં આવ્યો હતો. આ મૂડી આનંદ નાયકે તેમના પ્રથમ ગાર્મેન્ટ બિઝનેસ દ્વારા ઉભી કરી હતી. બે મિત્રોએ ચા માટે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખ્યા.
અનુભવે કહ્યું કે, ચાનું બજાર વિશાળ છે. દિવસની શરૂઆતમાં દરેકને ચાની જરૂર હોય છે. બજાર પ્રમાણે તેણે પોતાની ચાની કિંમત પણ માત્ર સાતથી દસ રૂપિયા રાખી હતી. અનુભવે કહ્યું કે, ચા જેવી આવશ્યક વસ્તુઓની કિંમત ઓછી રાખવી જોઈએ. તેમણે કહ્યું કે તેમના "ચા-સૂતા" બારમાં કુલ્હડમાં ચા પીરસવામાં આવે છે અને બેસવાની સારી વ્યવસ્થા છે. આ સિવાય સ્વચ્છતા, શણગાર અને સારા સંગીતની પણ વ્યવસ્થા છે.
આજે 65 શહેરોમાં 135થી વધુ આઉટલેટ્સ છે
તેમણે ગરીબ વર્ગના લોકોને કામ પર રાખ્યા, જેમને કામની સાથે સન્માન પણ મળે છે. અનુભવે કહ્યું કે, તેના પિતાને ત્રણ જગ્યાએ દુકાન ખોલ્યા બાદ ખબર પડી કે, તેણે તેની તૈયારી છોડી દીધી હતી.
જોકે બાદમાં તેમણે બિઝનેસને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. આજે "ચાઇ-સુત્તા" બાર 65 શહેરોમાં 135થી વધુ આઉટલેટ્સ ધરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર