Home /News /business /એન્ટની વેસ્ટનો શેર 38.44% પ્રીમિયમ સાથે ખુલ્યો, વર્ષના પ્રથમ દિવસે રોકાણકારો ગેલમાં!

એન્ટની વેસ્ટનો શેર 38.44% પ્રીમિયમ સાથે ખુલ્યો, વર્ષના પ્રથમ દિવસે રોકાણકારો ગેલમાં!

નવા વર્ષના પ્રથમ દિવસે એન્ટની વેસ્ટનો શેર લિસ્ટ થયો.

Antony Waste Handling Cell Listing: એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો 300 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ તારીખ 23 ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ 15 ગણો છલકાયો હતો.

મુંબઈ: નવા વર્ષના પ્રથમ દિવસે રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રથમ જાન્યુઆરી, 2021ના દિવસે એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ (Antony Waste Handling Cell)નો શેર 38.44 ટકાના પ્રીમિયમ સાથે ખુલ્યો હતો. 2020ના વર્ષનો આ અંતિમ IPO હતો. નેશનલ સ્ટોક એક્ચન્જ પર એન્ટની વેસ્ટનો શેર પ્રીમિયમ સાથે લિસ્ટ થતાં જેમને આ આઈપીઓ લાગ્યો હતો તે રોકાણકારો ગેલમાં આવી ગયા છે. 315 રૂપિયાના ઈશ્યૂ ભાવની સામે આ શેર 436.10 રૂપિયા સાથે ખુલ્યો હતો. બીએસઈ પર આ શેર 36.51 ટકા પ્રીમિયમ સાથે 430 રૂપિયા પર ખુલ્યો હતો.

સવારના 11.15 વાગ્યે આ શેર BSE અને NSE પર 461.50 રૂપિયા અને 46.62%ના વધારા સાથે ટ્રેક થઈ રહ્યો હતો. NSE પર શેરનું વોલ્યૂમ એક કરોડથી વધારે અને BSE પર 14 લાખથી વધારે જોવા મળ્યું હતું. એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો 300 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ તારીખ 23 ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ 15 ગણો છલકાયો હતો.

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ એ ઇન્ડિયન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવનાર કંપનીઓમાં સામેલ છે. કંપની 19 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. કંપની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ MSW (municipal solid waste) સેવા જેવી કે સોલિડ વેસ્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ આપે છે.

આ પણ વાંચો: 2020ના વર્ષના 10 એવા નાના શેર જેણે 200%થી વધારે વળતર આપ્યું, રોકાણકારો માલામાલ

મિસિઝ બેક્ટર્સ ફૂડનો શેર 74 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો

તાજેતરમાં જ મિસિઝ બેક્ટર્સ ફૂડ (Mrs Bectors Food)નો આઈપીઓ (Burger King IPO) આવ્યો હતો. આ કંપનીનો શેર 24મી ડિસેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થયો છે. આ શેર 74 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એટલે કે જેમને પણ શેર લાગ્યા હતા તે તમામને સીધું 74 ટકા વળતર મળ્યું હતું. મિસિઝ બેક્ટર્સનો શેર ઑફર પ્રાઇઝ 288 રૂપિયા સામે દિવસના અંતે 106.79 ટકાના વધારા સાથે 595.55 રૂપિયા પર બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 14 ડિસેમ્બરના રોજ બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો હતો. આ શેર 92 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. એટલે કે રોકાણકારોને પ્રથમ દિવસે જ 138.40 ટકાનો લાભ થયો હતો.

લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનારા IPO

2020ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: નવા વર્ષ સાથે UPI, Mutual fund સહિત આ 10 નિયમ બદલાશે, જાણો તમારા પર શું અસર થશે

1) બર્ગર કિંગ ઇન્ડિયા: 14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે 138.40 ટકાનો લાભ.

2) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: ઇશ્યૂ પ્રાઇસ 166 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 371.00 પર બંધ રહ્યો. 17 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 123 ટકાનો લાભ થયો.

આ પણ વાંચો: 2021ના વર્ષમાં માલામાલ થવું હોય તો આ 6 IPO પર રાખો નજર

3) મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડ: ઇશ્યૂ પ્રાઇસ 288 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 595.55 પર બંધ રહ્યો. 24 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 106.79 ટકાનો લાભ થયો.

4) રૂટ મોબાઇલ: 21 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ 350 સામે 651.10 રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે 86 ટકા વળતર મળ્યું.

5) રોસારી બાયોટેક: 23 જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે 75 ટકાનું વળતર જોવામાં આવ્યું. 425ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 742.35 પર બંધ રહ્યો.
First published:

Tags: BSE, Burger king, Business, Investment, IPO, NSE, સેન્સેક્સ

विज्ञापन