Antony Waste IPO: તમને આઈપીઓ લાગ્યો કે નહીં તે આ રીતે તપાસો

એન્ટની વેસ્ટનો આઈપીઓ 1 જાન્યુઆરીના રોજ લિસ્ટ થશે.

Antony Waste Handling Cell IPO allotment status: 31મી તારીખે ડિમેટ ખાતામાં શેર જમા થશે, નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2020ના રોજ કંપનીનો શેર લિસ્ટ થશે.

  • Share this:
    નવી દિલ્હી: એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો આઈપીઓ (Antony Waste Handling Cell IPO) આ અઠવાડિયામાં એલોટ થશે. એન્ટની વેસ્ટનો 300 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ તારીખ 23 ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ 15 ગણો છલકાયો હતો. મળતી માહિતી પ્રમાણે રોકાણકારોને 29મી જાન્યુઆરીની આસપાસ તેમને શેર લાગ્યા છે કે નહીં તેની માહિતી મળશે. જેમને શેર નથી લાગ્યા તેમને 30મી તારીખથી રિફંડ મળવાની શરૂઆત થશે. આ ઉપરાંત 31મી તારીખના રોજ જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં જમા થશે. આ આઈપીઓ નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ શેર બજારમાં લિસ્ટ થશે.

    જેમણે એન્ટની વેસ્ટ હેન્ડલિંગનો આઈપીઓ ભર્યો છે, તે લોકો IPO રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી તેનું સ્ટેટસ જોઈ શકે છે. એટલે કે તેમને શેર લાગ્યા છે કે નહીં તે જાણી શકે છે. IPO રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી અલોટમેન્ટ સ્ટેટસ જોવા માટે રોકાણકાર પાસે પોતાનો પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડીપી ક્લાઇન્ટ આઈડી હોવું જરૂરી છે. જે બાદમાં જે કંપનીના IPOનું સ્ટેટસ ચેક કરવા માંગો છો તે પસંદ કરવાની રહેશે. જે બાદમાં સર્ચ બટન પર ક્લિક કરતાની સાથે જ તમે સ્ટેટસ જોઈ શકશો.

    રોકાણકારો IPO અલોટમેન્ટ સ્ટેટસ BSEની વેબસાઇટ પરથી પણ તપાસી શકે છે. જે બાદમાં "Equity" વિકલ્પ પસંદ કરો. જે બાદમાં ઇશ્યૂ નામ "Antony Waste Handling Cell" પસંદ કરો. ત્યાર બાદ "Application Number and PAN Number" દાખલ કરો. જે બાદમાં સર્ચ બટન દબાવતા જ આઈપીઓનું સ્ટેટસ જાણી શકાશે.

    સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ રોકાણકારો પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ પણ જોઈ શકે છે. રોકાણકારે કેટલા શેર માટે અરજી કરી કરી છે, તેમજ તેને કેટલા શેર ફાળવવામાં આવ્યા છે તેની વિગત અહીં જાણી શકાય છે.

    આ પણ વાંચો: 

    એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ એ ઇન્ડિયન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવનાર કંપનીઓમાં સામેલ છે. કંપની 19 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. કંપની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ MSW (municipal solid waste) સેવા જેવી કે સોલિડ વેસ્ટ કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: