સરકારના આ નિર્ણયથી ચીન સહિત આ દેશોને થશે મોટું નુકસાન, જાણો શું છે મામલો?

News18 Gujarati
Updated: May 28, 2020, 10:53 AM IST
સરકારના આ નિર્ણયથી ચીન સહિત આ દેશોને થશે મોટું નુકસાન, જાણો શું છે મામલો?
ચીને ભારતને ચેતવણી આપી છે કે અમેરિકી અને ચીનના આ નવા કોલ્ડ વોરમાં જો ભારત અમેરિકાના પક્ષમાં ગયો તો ચીનથી તેના વેપારી સંબંધો તેની આર્થિક વ્યવસ્થા માટે ધાતક સાબિત થઇ શકે છે. જો ભારત અમેરિકાનું પ્યાદુ બન્યો તો તેના પડોશી દેશો તેનાથી ટ્રેડ સંબંધો તોડી દેશે. અને તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટું નુક્શાન થશે. હાલ અર્થવ્યવસ્થાને નુક્શાન થવાથી ખરાબ ભારત માટે બીજું કંઇ નથી. ચીને કહ્યું કે અમે ફરી એક વાર સલાહ આપીએ છીએ કે ચીન સાથે પોતાના સંબંધો વિષે ભારત ગંભીરતાથી વિચારે અને આંતરિક રાષ્ટ્રવાદની ભાવનાથી બચે.

સરકાર ચીન, યૂરોપીયન સંઘ, જાપાન અને રશિયાથી રબરના આયાત પર ડમ્પિંગ ચાર્જ લગાવી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ સરકાર ચીન, યૂરોપીયન સંઘ, જાપાન અને રશિયાથી રબરના આયાત પર ડમ્પિંગ ચાર્જ (Anti-Dumping Duty) લગાવી શકે છે. આ સંબંધમાં સ્થાનિક રબર ઉત્પાદકોએ વાણિજ્ય મંત્રાલયને આ દેશો વિશે ડમ્પિંગની ફરિયાદ કરી છે. એપ્કોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Apcotex Industries Ltd)એ DGTRને આ દેશો દ્વારા એક્રીલોનિટ્રાઇલ બુટાડીન રબર (Acrylonitrile Butadiene Rubber)ના ડમ્પિંગની ફરિયાદ કરી હતી.

DGTR, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ મંત્રાલય હેઠળ કામ કરતું એકમ છે. તે ડમ્પિંગ વિરોધી કેસોની તપાસ કરી ચાર્જ લગાવવાની ભલામણ મંત્રાલયને મોકલે છે. મંત્રાલય તેને નાણા મંત્રાલયને મોકલે છે જે ડમ્પિંગ વિરોધી ચાર્જ લગાવવાનો અંતિમ નિર્ણય લે છે.

આ પણ વાંચો, કોરોનાના દર્દીઓને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરતાં કેટલો આવે છે ખર્ચ?

એવો આરોપ છે કે આ દેશોના ઉત્પાદનનું ડમ્પિંગ સ્થાનિક ઉદ્યોગોને પ્રભાવિત કરી રહ્યું છે. ઉત્પાદનનો ઉપયોગ વિભિન્ન રબર આર્ટિકલ્સના નિર્માણમાં કરવામાં આવે છે જેમાં તેલ, ઘર્ષણ એન ગરીમીના અનુપ્રયોગોનો પ્રતિરોધ સામેલ હોય છે, જેમ કે તેલ સીલ્સ, હોજ, ઓટોમોટિવ પ્રોડક્ટ, ગાસ્કેટ્સ, રાઇસ ડસ્કિંગ રોલ્સ, પ્રિન્ટર અને કપડા.

આ પ્રોડક્ટસ ઉપર પણ લાગી શકે છે ડ્યૂટી
સરકાર ચીનથી આયાત થનારી 25 આઇટમ્સ ઉપર પણ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વધારી શકે છે. કેલ્કુલેટર અને યૂએસબી ડ્રાઇવથી લઈને સ્ટીલ, સોલર સેલ અને વિટામીન-ઇ સુધીની બે ડઝનથી વધુ ચીનના સામાન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આ વર્ષે સમાપ્ત થઈ રહી છે. એવામાં સરકાર આ સામાન પર ડમ્પિંગ ડ્યૂટી વધારવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો, બદલાઈ જશે પ્રવાસી શ્રમિકોની પરિભાષા, નવા કાયદા બાદ મળશે એક વાર ઘરે જવાનું ભાડું

Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
First published: May 28, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading