Home /News /business /

Electric Car: ઘરે જ બનાવી ઇલેક્ટ્રિક કાર, પાંચ રૂપિયામાં દોડે છે 60 કિલોમીટર

Electric Car: ઘરે જ બનાવી ઇલેક્ટ્રિક કાર, પાંચ રૂપિયામાં દોડે છે 60 કિલોમીટર

ઇલેક્ટ્રિક કાર

Home Made Electric Car: 2018ના વર્ષની હતી. ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે એન્ટનીએ તમામ જાણકારી અને વસ્તુઓ એકઠી કરવાની શરૂઆત કરી હતી. આ કાર બનાવવા માટે તેમણે એક ગેરેજનો પણ સંપર્ક કર્યો હતો.

    મુંબઈ. Home Made Electric Car: જરૂરિયાત શોધની જનની છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવો વચ્ચે લોકો ઓછી કિંમતે મુસાફરી કરી શકાય તે માટે અવનવી શોધ કરી રહ્યા છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેરળના 67 વર્ષના એક વૃદ્ધે એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) બનાવી છે. આ કાર ફક્ત પાંચ રૂપિયામાં 60 કિલોમીટરની સફર કરી શકે છે. કેરળના કોલ્લમ જિલ્લામાં રહેતા એન્ટની જૉને (Anthony John) આ કારનામું કર્યું છે. તેમણે પોતાના ઘરે જ ઇલેક્ટ્રિક કાર (Home made Electric Car) બનાવી છે. આ કારને બનાવવામાં 4.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ કારમાં બેથી ત્રણ લોકો બેસી શકે છે. આ કારની સૌથી મોટી ખાસિયત એવી છે કે તે ફક્ત પાંચ રૂપિયાના ખર્ચમાં 60 કિલોમીટર સુધી ચાલી શકે છે.

    મુસાફરીમાં મુશ્કેલી પડતા કારની શોધ કરી


    મલયાલમ ભાષાની એક યૂટ્યૂબ ચેનલ Village Vartha તરફથી એન્ટની જૉન તરફથી તૈયાર કરવામાં આવેલી કારની સ્ટોરી બતાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કરિયર કન્સલ્ટન્ટ એન્ટની જૉનને પોતાની ઓફિસ જવા આવવા માટે દરરોજ 60 કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી. ઑફિસ આવવા જવા માટે તેઓ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. પરંતુ ખરાબ મૌસમ જેમ કે ગરમી, વરસાદને કારણે તેમણે સ્કૂટરમાં પરેશાની ભોગવવી પડતી હતી.

    આ પણ વાંચો: રુચિ સોયાના શેરમાં અચાનક કેમ આવી તેજી? જાણો કારણ 

    2018ના વર્ષથી કાર બનાવવાની શરૂઆત કરી


    આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે એન્ટની જૉને ઇલેક્ટ્રિક કાર બનાવવાની શરૂઆત કરી હતી. આ વાત 2018ના વર્ષની હતી. ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે એન્ટનીએ તમામ જાણકારી અને વસ્તુઓ એકઠી કરવાની શરૂઆત કરી હતી. આ કાર બનાવવા માટે તેમણે એક ગેરેજનો પણ સંપર્ક કર્યો હતો. ગેરેજના મિકેનિક સાથે મળીને તેમણે એક ડિઝાઇન તૈયાર કરી હતી. આ મિકેનિક સાથે તેમણે કાર બનાવવાની શરૂઆત કરી હતી.


    સામાન્ય કાર જેવા તમામ ફીચર્સ


    અનેક વર્ષોની મહેનત બાદ એન્ટનીની મહેનત રંગ લાવી અને તેમની ઇલેક્ટ્રિક કાર બનીને તૈયાર થઈ ગઈ હતી. આ કારમાં સામાન્ય કારની જેમ સ્ટીયરિંગ, બ્રેક, ક્લચ, એક્સિલેટર, હેડલાઇટ્સ અને ઇન્ડિકેટર્સ જેવા તમામ ફીચર્સ છે. ડ્રાઇવિંગ સીટ પાછળ બે લોકોના બેસવા માટે જગ્યા છે. આ કારની મહત્તમ ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારમાં લાગેલી બેટરીની રેન્જ 60 કિલોમીટરની છે. બેટરીને ઘર પર જ ચાર્જ કરી શકાય છે. આ બેટરીને ચાર્જ કરવા માટે વધારે સમય નથી લાગતો.

    આ પણ વાંચો: પાંચ વર્ષમાં આ પેની સ્ટૉકે કરી દીધા માલામાલ, શું તમારી પાસે છે?

    એન્ટનીના જણાવ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે 4.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમણે જણાવ્યું કે તેઓ હવે વધુ એક ઇલેક્ટ્રિક વાહન પર કામ કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Electric vehicle, EV, કાર, કેરલ

    આગામી સમાચાર