Home /News /business /OYOના IPO પહેલા મોટો ફટકો, સોફ્ટબેન્ક ગ્રુપે વેલ્યુએશનમાં ધરખમ 20 ટકાનો ઘટાડો કર્યો

OYOના IPO પહેલા મોટો ફટકો, સોફ્ટબેન્ક ગ્રુપે વેલ્યુએશનમાં ધરખમ 20 ટકાનો ઘટાડો કર્યો

ઓયો (OYO)નો આઇપીઓ આવ્યા પહેલા જ મોટો પડકાર સામે આવ્યો છે

ઓયો (OYO)નો આઇપીઓ આવ્યા પહેલા જ મોટો પડકાર સામે આવ્યો છે. જાપાનની રોકાણ કંપની સોફ્ટબેંક ગ્રુપ કોર્પે ઓયો હોટેલ્સના વેલ્યુએશનમાં 20 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં આ બાબતે માહિતી આપી હતી.ઓયો પોતાની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવવાની તૈયારી કરી રહી છે ત્યાં સોફ્ટબેંકે તેનું વેલ્યુએશન ઘટાડ્યું છે. જેના કારણે રોકાણકારોમાં ગડમથલ છે.

વધુ જુઓ ...
    મુંબઈ: ઓયો (OYO)નો આઇપીઓ આવ્યા પહેલા જ મોટો પડકાર સામે આવ્યો છે. જાપાનની રોકાણ કંપની સોફ્ટબેંક ગ્રુપ કોર્પે ઓયો હોટેલ્સના વેલ્યુએશનમાં 20 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં આ બાબતે માહિતી આપી હતી.ઓયો પોતાની ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવવાની તૈયારી કરી રહી છે ત્યાં સોફ્ટબેંકે તેનું વેલ્યુએશન ઘટાડ્યું છે. જેના કારણે રોકાણકારોમાં ગડમથલ છે.

    સોફ્ટબેંક હોટલ બુકિંગ ફર્મ ઓયોમાં સૌથી મોટી રોકાણકાર

    અહીં ઉલ્લેખનીય છે કે, સોફ્ટબેંક હોટલ બુકિંગ ફર્મ ઓયોમાં સૌથી મોટી રોકાણકાર છે. રિપોર્ટ અનુસાર, સોફ્ટબેંકે જૂન ક્વાર્ટરમાં ઓયોની અંદાજિત વેલ્યુ ઘટાડીને 2.7 અબજ ડોલર કરી દીધી છે. અગાઉ આ વેલ્યુ 3.4 અબજ ડોલર હતી. 2019માં ફંડિંગ રાઉન્ડ દરમિયાન ઓયોનું વેલ્યુએશન 10 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું, જોકે ત્યાર બાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

    ઓયોની પેરેન્ટ કંપની ઓરાવેલ સ્ટેજ લિમિટેડ છે. ઓરવેલ સ્ટેજે આ અઠવાડિયાની શરૂઆતમાં આઈપીઓ લાવવા કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે નવા ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા હતા. કંપનીએ સેબીને સુપરત કરેલા નવા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી)માં નાણાકીય વર્ષ 23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો સહિત કેટલીક નવી વિગતો ઉમેરી છે અને નાણાકીય વર્ષ 23ના પહેલા ક્વાર્ટરના પરિણામોને અપડેટ કર્યા છે.

    ઓયોના આઇપીઓ માટે અગાઉ પણ થયા હતા પ્રયાસ

    ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલે અગાઉ પણ કંપનીનો આઈપીઓ શરૂ કરવાની યોજના બનાવી હતી. ઓયોએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સેબીને 8,430 કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ પેપર્સ પણ સબમિટ કર્યા હતા. જોકે, બાદમાં કંપનીને તેના જૂના ટ્રાન્જેક્શનના કારણે કેટલાક વિવાદોનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ તેના વેલ્યુએશન પર પણ સવાલો ઉઠ્યા હતા. બાદમાં ઓયો પોતાના આઈપીઓની સાઇઝ ઘટાડવા અંગે વિચાર કરી રહી હોવાના અહેવાલ આવ્યા હતા.

    એવા અહેવાલો પણ આવ્યા હતા કે, કંપનીએ અગાઉ તેનું વેલ્યુએશન લગભગ 11 અબજ ડોલર રાખ્યું હતું, પરંતુ બાદમાં આશરે 7-8 અબજ ડોલરના નીચા વેલ્યુએશન પર આઇપીઓ લોન્ચ કરવા તૈયાર હતી.

    નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે ઓયોના બિઝનેસ પર ઘણી અસર પડી હતી અને આ કારણે ઓયોને રિકવર થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કંપનીએ આ વર્ષની શરૂઆતમાં આઈપીઓ પ્લાન મુલતવી રાખવો પડ્યો હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: IPO, IPO launched, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन