Home /News /business /ગુજરાતમાં વધુ 12000 કરોડનું રોકાણ, શેરબજારની જાણીતી કંપનીઓ નાખશે પ્લાન્ટ

ગુજરાતમાં વધુ 12000 કરોડનું રોકાણ, શેરબજારની જાણીતી કંપનીઓ નાખશે પ્લાન્ટ

બે લિસ્ટેડ કંપની આરતી ઇન્ડસ્ટ્રી અને ગુજરાત ફ્લુરો કેમિકલ્સ પણ મોટું રોકાણ કરવાના છે.

ગુજરાતમાં શેરબજારમાં લિસ્ટેડ નાની મોટી અનેક કંપનીઓ પોતાનું રોકાણ કરવા હંમેશા ઉત્સુક હોઈ છે. સોમવારે પણ પિત્ઝા માટે જાણીતી કંપની જુબિલન્ટ ફૂડ વર્કસ સાણંદમાં પોતાનો પ્લાન્ટ લગાવશે તો અન્ય બે લિસ્ટેડ કંપની આરતી ઇન્ડસ્ટ્રી અને ગુજરાત ફ્લુરો કેમિકલ્સ પણ મોટું રોકાણ કરવાના છે. શું છે રોકાણની વિગતો તે જાણવા માટે CNBC AWAAZ ના બ્યુરો ચીફ કેતન જોશીનો આ અહેવાલ વાંચો.

વધુ જુઓ ...
  • CNBC
  • Last Updated :
  • Ahmadabad, India
કેતન જોશી, અમદાવાદ: ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-2022માં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે 16 જેટલા MoU સોમવારે કરવામાં આવ્યા હતા. ગુજરાતના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે "આ બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં રૂપિયા 12,703 કરોડનું રોકાણ આવશે અને યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 54,852 કરોડના સૂચિત રોકાણોના 20 MoU અગાઉ થઇ ચુક્યા છે.

મોટી કંપનીઓ ગુજરાતમાં કરશે રોકાણ

આરતી ઇન્ડસ્ટ્રી લિમિટેડ કેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રે 815 કરોડ, ગુજરાત ફ્લુરો કેમ 300 કરોડ રૂપિયા જુબિલન્ટ ફૂડ વર્ક 200 કરોડ રૂપિયા ઉપરાંત ગોલ્ડી સોલાર 5000 કરોડ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે.

આ પણ વાંચો: હાર્લી ડેવિડસને લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક, રોયલ એનફિલ્ડનો પરસેવો છૂટ્યો!

મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં 3-3, પાનોલીમાં 2 તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગો શરૂ થવાના છે.


ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
First published:

Tags: Business investment, Gujarat Government, Investment news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો