ઇન્ફોસિસના CEO અને CFO ઉપર ગંભીર આરોપ, વધારે ફાયદો બતાવવા કરતા હતા આવું કામ

News18 Gujarati
Updated: October 21, 2019, 9:57 PM IST
ઇન્ફોસિસના CEO અને CFO ઉપર ગંભીર આરોપ, વધારે ફાયદો બતાવવા કરતા હતા આવું કામ
ફાઇલ તસવીર

કંપનીના કેટલાક કર્મચારીઓના ગુપ્ત ગ્રૂપે ઇન્ફોસિસના બોર્ડને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ લાંબા સમયથી હાલકડ ડોલક પરિસ્થિતિમાંથી પસાર થતી ઇન્ફોસિસ (infosys) ફરી એક વાર વિવાદમાં આવી છે. ઇન્ફોસિસના વર્તમાન સીઇઓ (CEO) અને સીએફઓ (CFO) ઉપર કારોબારમાં અનૈતિક આચરણનો ગંભીર આરોપ લાગ્યો છે. કંપનીના કેટલાક કર્મચારીઓના ગુપ્ત ગ્રૂપે ઇન્ફોસિસના બોર્ડને (infosysy board)એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે. આરોપ છે કે આ બંને અધિકારીઓએ કંપનીનો વધારે ફાયદો બતાવવા માટે એકાઉન્ટડમાં ગંભીર છેડછાડ કરી હતી.

'એથિકલએમ્પ્લોઇઝ' ના નામથી ઇન્ફોસિસના અજ્ઞાત કર્મચારીઓના સમૂહે બોર્ડને સાથે અમેરિકાની સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનને 22 સપ્ટેમ્બરે મોકલેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, વધારે લાભ અને રાજસ્વ મેળવવા માટે કંપનીએ અનૈતિક આચરણ કર્યું છે.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ ધનતેરસ પહેલા સસ્તું થયું સોનું, ફટાફટ જાણો સોનાના નવા ભાવ

અધિકારીઓએ પોતાના આ કૃત્યમાં ઑડિટરને પણ અંધારામાં રાખ્યાનો આરોપ છે. આ સમૂહે દાવો કર્યો છે કે, તેમની પાસે પુરાવા તરીકે તેમના ઇમેઇલ અને વોઇસ રેકોર્ડિંગ પણ છે. પોતાના પત્રમાં કર્મચારીઓએ કહ્યું છે કે, તેમણે પુરાવાની કોપીઓ મેઇલ સાથે અટેચ કરી છે અને આ મામલે વહેલી તકે તપાસ થાય તેવી માંગણી કરી છે.

આ પણ વાંચોઃ-દિવાળી ગિફ્ટ! આ કંપની 5000 કર્મચારીઓને આપશે બંપર પ્રમોશન

કર્મચારીઓએ પત્રમાં આરોપ છે કે ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખ અનેક મોટી ડીલની સમિક્ષા રિપોર્ટને નજર અંદાજ કરી છે. જાણીજોઇને ઑડિટર અને બોર્ડની સૂચનાઓને સંતાડી છે. કર્મચારીઓ પ્રમાણે પારેખે તેમને માર્જીન બતાવવા માટે ખોટા અનુમાનરજૂ કરવા માટે કહ્યું હતું અને બોર્ડમાં પણ મોટી ડીલના પ્રેજન્ટેશનને રોક્યું હતું. પત્રમાં કંપનીના સીએફઓ નીલાંજન રૉય ઉપર પણ આરોપ છે કે તેમણે કંપનીના બોર્ડ અને ઑડિટરોને જરૂરી મંજૂરી મેળવ્યા વગર નિવેશ નીતિ અને એકાઉન્ટમાં ફેરફાર કર્યા હતા. જેનાથી ઓછા સમયમાં કંપનીનો લાભ વધારે દેખાય.આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

પત્રમાં કર્મચારીઓએ આ અધિકારીઓ ઉપર તેમણે ચાર્જ નહીં લેવા દેવા માટેનો આરોપ લગાવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે તેમણે પોતાના પત્રમાં અનેક મોટી ડીલમાં રાજસ્વના આંકડાઓ અનિયમિતતાનો પ્રમાણ આપ્યો છે. આ પ્રમાણોમાં કંપનીના સીએફઓ નિલાંજન રૉયની વોઇસ રેકોર્ડિંગ પણ છે. જેમાં એ બધી જાણકારીઓ છે કે કંપનીએ ઑડિટર અને બોર્ડને શૅર ન કરવાની વાત છે.
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading