Bank Privatisation:મોટા સમાચાર, સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાનું થશે ખાનગીકરણ

Bank Privatisation:મોટા સમાચાર, સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાનું થશે ખાનગીકરણ

  • Share this:
    નવી દિલ્લી:  કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલ બજેટમાં બે સરકારી બેન્કના ખાનગીકરણની જાહેરાત કરી હતી. નાણામંત્રી તરફથી જાહેર કરેલ એલાન અનુસાર સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની ભાગીદારી વેચવાની યોજના કરી રહી હતી. ત્યારે હવે બેન્ક ઓફ ઈન્ડિયાની ભાગીદારી વેચવાની પણ જાણકારી સામે આવી છે. હવે બેન્ક ઓફ ઈન્ડિયાનું ખાનગીકરણ થઈ શકે છે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર નીતિ આયોગે બે બેન્કના નામની જાહેરાત પણ કરી છે, અન્ય જાણકારી લામે આવતા સરકાર બેન્ક ઓફ ઈન્ડિયાની પણ ભાગીદારી વેચી શકે છે. ખાનગીકરણના લિસ્ટમાં બેન્ક ઓફ ઈન્ડિયાનું પણ નામ સામે આવી રહ્યું છે.



    બેન્ક શેર પ્રાઈસ

    શેર બજારમાં બેન્ક સેન્ટ્રલ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની માર્કેટ વેલ્યૂ રૂ. 44,000 કરોડ છે, જેમાં આઈઓબીની માર્કેટ કેપ રૂ. 31,641 કરોડની છે. નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર નીતિ આયોગના પ્રસ્તાવ પર વિનિવેશ(DIPAM) અને નાણાંકીય સેવા વિભાગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે બેન્કનું વિનિવેશ પ્રક્રિયા હેઠળ નાણાંકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવશે, તે બેન્કના નામ નીતિ આયોગે વિનિવેશ સંબંધિત સચિવોની કોર સમિતિને આપી દીધા છે. નીતિ આયોગને ખાનગીકરણ માટે સાર્વજનિક ક્ષેત્રની બે બેન્ક અને વીમા કંપનીના નામ પંસદ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ 2021-22ના બજેટમાં ખાનગીકરણની જાહેરાત કરવામાં આવી હતી.

    વિચારણા

    નાણાં મંત્રાલયના સૂત્રો અનુસાર નીતિ આયોગના પ્રસ્તાવ પર વિનિવેશ અને નાણાંકીય સર્વિસ વિભાગોની વિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય લેવામાં આવશે. નીતિ આયોગની રજૂઆત બાદ મંત્રીમંડળની સચિવ અધ્યક્ષતા વાળા વિનિવેશ પર ગઠિત સચિવોનું કોર ગૃપ વિચારણા કરશે. આ ઉચ્ચ સ્તરીય સમૂહના અન્ય સભ્ય આર્થિક મામલાઓના સચિવ, રાજસ્વ સચિવ, વ્યસ સચિવ, કૉર્પોરેટ કાર્ય મામલાઓના સચિવ, વિધિ સચિવ, લોક ઉપક્રમ વિભાગના સચિવ, રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ)ના સચિવ અને પ્રશાસનિક વિભાગના સચિવ છે.

    કેટલો સમય લાગશે

    સૂત્રો અનુસાર દીપ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીઝ સાથે આ રજૂઆત પર વિચાર કરવામાં આવશે. સરકારી બેન્કોના ખાનગીકરણ માટે જરૂરી વિધાયી ફેરફાર પર ચર્ચા કરશે. બેન્કોના ખાનગીકરણમાં કેટલો સમય લાગશે આ બાબત નિયામકીય ફેરફાર પર આધાર રાખે છે. આ અંગે RBI સાથે ચર્ચા કરવામાં આવશે તે બાદ નિર્ણય કરવામાં આવશે.

    કઈ બેન્કોનું ખાનગીકરણ થઈ શકે

    જે 6 બેન્કોને મર્જ કરવામાં નથી આવી તે બેન્ક પર નીતિ આયોગ વિચારણા કરી રહી છે. આ લિસ્ટમાં બેન્ક ઓફ ઈન્ડિયા, ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને યૂકો બેન્ક શામેલ છે.

    ખાનગીકરણ (privatization)
    સેન્ટ્રલ બેન્ક (central bank)
    બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India)

    https://hindi.news18.com/news/business/bank-privatisation-update-central-bank-iob-and-boi-may-became-private-soon-ndss-3612999.html
    Published by:kuldipsinh barot
    First published:June 07, 2021, 19:58 pm

    ટૉપ ન્યૂઝ