દેવામાં કપાત થયાની જાહેરાત બાદ Rcomના શેરોમાં ઉછાળો

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 27, 2017, 7:15 PM IST
દેવામાં કપાત થયાની જાહેરાત બાદ Rcomના શેરોમાં ઉછાળો

  • Share this:
રિલાયન્સ કોમ્પ્યુનિકેશન (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણી હાલમાં ખુબ જ મોટા દેવાના ભાર નીચે આવી છે. આ દેવાના ભારને ઓછું કરવા માટે તેમને એક યોજના બનાવી છે. મંગળવારે અંબાણીએ પોતાની યોજના જાહેર કરી હતી. આ યોજના પ્રમાણે તેઓ દેવાની ભરપાઈ કરવા માટે તેઓ પોતાની બધી જ પ્રોપર્ટી વેચવા જઈ રહ્યાં છે. અનિલની જાહેરાત બાદ શેર માર્કેટમાં આરકોમના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. રસપ્રદ વાત તે છે કે, તેમની પ્રોપર્ટીના ખરીદદાર તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી હોઈ શકે છે. મીડિયાના અહેવાલ અનુસાર અનિલ અંબાણી લેનદારોના 45000 કરોડ રૂપિયાના દેવાને 6000 રૂપિયા સુધી લાવવા માટે કંપનીના સ્પેક્ટ્રમ, સેલ ટાવર, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને રિયલ એસ્ટેટ પ્રોપર્ટીને વેચશે. આ બધી જ પ્રોપર્ટી વેચ્યા બાદ તેમની કંપની આરકોમ વાયરલેસ ટેલિકોમ બિઝનેસથી બહાર થઈ જશે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણી જિયો માટે સ્પેક્ટ્રમ, ટાવર અને ફાઈબર એસેટને ખરીદી શકે છે. જોકે, અનિલ અંબાણીએ હજુ સુધી કોઈ ખરીદદારના નામની જાહેરાત કરી નથી. અનિલ અંબાણીએ જણાવ્યું કે, હરાજીની પ્રક્રિયા એક સ્વતંત્ર પેનલ દ્વારા કરવામાં આવશે, જેની અધ્યક્ષતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ડિપ્ટી ગવર્નર એસએસ મુંદ્રા કરશે.

અનિલે તે પણ કહ્યું કે, આરકોમે બધા જ લેનદારોને આની અલગ-અલગ સંપત્તિઓ વેચવાની જાણ કરી છે. જેમાં નવી મુંબઈની ધીરૂભાઈ અંબાણી નોલેજ સિટી કેમ્પસને છોડીને પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. તે માટે લેવડદેવડના કામ તબક્કાવાર જાન્યુઆરીથી માર્ચ 2018 વચ્ચે પૂરૂ કરી લેવામાં આવશે. અનિલ અંબાણીની આ જાહેરાત બાદ શેર બજારમાં સારી અસર જોવા મળી હતી. આરકોમના શેરોમાં 31 ટકા મજબૂતી જોવા મળી હતી.

અનિલ અંબાણી તાતા ગ્રુપ બાદ પહેલા વ્યક્તિ હશે જે કંઝ્યુમર મોબાઈલ સર્વિસ બિઝનેસથી અલગ થઈ રહ્યાં છે. તાતા ગ્રુપ ઓક્ટોબરમાં આ બિઝનેસમાંથી અલગ થઈ ગયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, ટેલિકોમ સેક્ટરમાં જે હલચલ મચી છે, તેની પાછળ રિલાન્સ જિયો છે. રિલાયન્સના આવ્યા બાદ આરકોમના 2જી અને 3જી વાયરલેસ બિઝનેસમાં ખુબ જ નુકશાન જોવા મળ્યું. 2016માં આરકોમના ગ્રાહકોની સંખ્યા 120 મિલિયન હતી, જે ઓગસ્ટ 2017માં 75 મિલિયન ઘટી ગઈ હતી. ત્યાર બાદ ડિસેમ્બર સુધીમાં બીજા 14 મિલિયન ગ્રાહકો ઓછા થઈ ગયા હતા. જિયોએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રિમાં વોઈસ અને વીડિયો કોલ સહિતની તમામ સુવિધાઓ સાથે સેવાની શરૂઆત કરી હતી, ત્યાર બાદ ટેલિકોમ સેક્ટરમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.

 
First published: December 27, 2017
વધુ વાંચો
अगली ख़बर