1 રૂપિયામાં ઈડલી વેચતી આ મહિલાના બિઝનેસમાં રોકાણ કરવા માંગે છે મહિન્દ્રા

News18 Gujarati
Updated: September 12, 2019, 8:28 PM IST
1 રૂપિયામાં ઈડલી વેચતી આ મહિલાના બિઝનેસમાં રોકાણ કરવા માંગે છે મહિન્દ્રા
માત્ર એક રૂપિયામાં ઈડલિનો બિઝનેસ કરતી 80 વર્ષીય વૃદ્ધ મહિલા

તેમને ટ્વીટ કરી કહ્યું કે, તેમને કોઈ ઓળખતુ હોય તો, મને તેમના વિશે જાણકારી આપો. હું તેમના બિઝનેસમાં રોકાણ કરીશ અને તેમને એક એલપીજી સ્ટવ પણ આપીશ.

  • Share this:
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર પોતાની હાજરીથી હંમેશા લોકોનું દિલ જીતે છે. તામિલનાડુ રાજ્યની એક 80 વર્ષીય મહિલાને લઈ કરવામાં આવેલું તેમનું ટ્વીટ સામાન્ય લોકોનું દિલ જીતી રહ્યું છે. આનંદ મહિન્દ્રાએ હાલના જ એક ટ્વીટમાં ચૂલા પર ઈડલી બનાવી તેને માત્ર એક રૂપિયામાં વેચતી એક મહિલાના બિઝનેસમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

1 રૂપિયામાં ઈડલી વેચે છે આ મહિલા
ગત 10 સપ્ટેમ્બરે આનંદ મહિન્દ્રાએ એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં 80 વર્ષની એક મહિલા ચૂલા પર ઈડલી બનાવી રહી છે. આ મહિલા ગરીબ અને જરૂરતમંદ લોકોને તામિલાનાડુમાં માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચે છે. આ મહિલાનું નામ છે કમલાથલ. કમલાથલ તામિલનાડુના ટોયમ્બટૂર જીલ્લાના એક નાના ગામમાં રહે છે. આ મહિલા છેલ્લા 30-35 વર્ષથી નફો કર્યા વગર માત્ર એક રૂપિયામાં ઈડલી વેચી રહી છે.

મહિન્દ્રાએ તેમના બિઝનેસમાં રોકામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું, આ એક વિનમ્ર કહાનીઓમાંની એક છે, જે તમને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ તમે પણ કમલાથલ જેવું કોઈ પ્રભાવશાળી કામ કરો છો તો, સાચે જ દુનિયાને આશ્ચર્ય થશે. મે જોયુ કે તે હાલમાં પણ લાકડાના ચૂલાનો ઉપયોગ કરે છે. જો તેમને કોઈ ઓળખતુ હોય તો, મને તેમના વિશે જાણકારી આપો. હું તેમના બિઝનેસમાં રોકાણ કરીશ અને તેમને એક એલપીજી સ્ટવ પણ આપીશ.

આ મહિલા દરરોજ સવારે ઈડલી વેચવા માટે નીકળી જાય છે, જેથી કોઈ પણ મજૂર ખાલી પેટ પોતાના કામની શરૂઆત ન કરે. જ્યારે તેમણે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે તે માત્ર 50 પૈસામાં જ ઈડલીની સાથે-સાથે સંભાર અને ચટણી વેચતા હતા. બાદમાં ખર્ચ વધ્યા બાદ તેમણે કિંમત વધારી 1 રૂપિયો કરવી પડી.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर