Home /News /business /હાથી સામે નાચી રહી હતી યુવતી, ગજરાજનો રિસ્પોન્સ જોઈ Anand Mahindra બોલ્યા Amazing
હાથી સામે નાચી રહી હતી યુવતી, ગજરાજનો રિસ્પોન્સ જોઈ Anand Mahindra બોલ્યા Amazing
નૃત્યુ કરતી યુવતી સાથે હાથીએ જે કર્યું વીડિયો જોઈને તમે પણ બોલશો ખરેખર અદ્ભૂત
Anand Mahindra Tweet: આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દંતાય ધીમહી મંત્ર ઉપર પરંપરાગત નૃત્ય કરતી યુવતી હાથ જોડીને જ્યારે ગજરાજ સામે નતમસ્તક થાય છે ત્યારે હાથી પોતાની સુંઢ તેના માથા પર મૂકીને આશિર્વાદ આપે છે.
મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ટ્વિટ મારફત લોકોને પ્રેરાણા આપતાં રહે છે. તેઓ પોતાના ટ્વિટર પરથી દેશની હુનર ધરાવતી પ્રતિભાઓના વખાણ કરતાં રહેતા હોય છે. આ રીતે તઓ અનોખા ફોટોઝ અને વીડિયો શેર કરતાં હોય છે. જેને યુઝર્સ ઘણાં પસંદ કરે છે. એવો જ એક વીડિયો હાલ તેમણે શેર કર્યો છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક યુવતી હાથી સામે નૃત્યુ કરી રહી છે. પછી અચાનક એવું થાય છે જેને જોઈને Anand Mahindra બોલી ઉઠે છે કે આ તો ખરેખર Amazing છે. આ વીડિયો કર્ણાટકના કટીલમાં આવેલા શ્રી દુર્ગાપરમેશ્વીર મંદીરનો છે. અહીં એક નર્તકી એક દંતાય ધીમહી મંત્ર ઉપર પરંપરાગત નૃત્યુ પ્રદર્શિત કરી રહી છે. જેમાં હાથી તેની પાછળ ઉભો જોવા મળે છે.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! 😊 pic.twitter.com/s2xdqV8w5D
આ વીડિયોમાં પરંપરાગત નૃત્યુ કરતી યુવતી જ્યારે ગજરાજ સમક્ષ ફરીને હાથ જોડીને નમસ્કાર કરે છે ત્યારે ત્યારે હાથી પોતાની સૂંઢ મારફત યુવતીને આશિર્વાદ આપે છે અને તેના માથે એ રીતે સૂંઢ મૂકે છે જાણે આપણે કોઈના માથે હાથ મૂકીને આશિર્વાદ આપતાં હોઈએ. આ જોઈને આશ્ચર્યચકિત બનેલા આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર તેનો વીડિયો શેર કર્યો હતો.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને શેર કરતાં એક કેપ્શન લખ્યું કે, 'Amazing, મને લાગે છે મંદિરના ગજરાજ પણ આપણને તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેમના આ વીડિયોને ટ્વિટર યુઝર્સે ખૂબ જ પસંદ કર્યો છે અને કમેન્ટ્સમાં પોતાની ભાવનાઓ રજૂ કરી છે.'
આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 30 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. તમને જણાવી દઈએ કે મહિન્દ્રાના ચેરમેનના ટ્વિટર એકાઉન્ટ પર 1 કરોડ કરતાં વધારે ફોલોઅર્સ છે. ટ્વિટર પર આનંદ મહિન્દ્રા દ્વારા રજૂ કરવામાં આવેલો આ વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર